બનાસકાંઠામાં દૂધ, દવા અને તેલમાં ભેળસેળ કરનારાઓને ૨૪.૮૫ લાખનો દંડ
બનાસકાંઠામાં આરોગ્ય વિભાગે આંખો ખોલી છે. છેલ્લા ઘણા સમયથી મળતી ફરિયાદો બાદ તંત્રએ એક્શન મોડમાં આવતા શહેરના ૧૪ મિલાવટ ખોરોને ભેળસેળ કરવા માટે ૨૪.૮૫ લાખનો દંડ ફટકાર્યો છે. બનાસકાંઠામાં કેટલીક કંપનીઓ રોજીંદી ચીજવસ્તુઓમાં ભેળસેળ કરીને લોકોને છેતરી રહ્યા હતા. આવા ૧૪ મિલાવટ ખોરોને દંડ ફટકારાયો છે.
બનાસકાંઠામાં આરોગ્ય વિભાગે શ્રીમુલ ડેરીને ૫ લાખનો કર્યો દંડ ફટકારાયો છે. યુરેકા હેલ્થકેરને ૫૦ હજારનો કર્યો દંડ અને ઝીંક ટેબ્લેટને ૬૫ હજારનો કર્યો દંડ કરાયો છે. આ લોકો સામાન્ય માણસ માટે દૂધ, દવા અને તેલ ઉપલબ્ધ કરાવે છે. છતાય લોકોની તંદુરસ્તીનું વિચાર્યા વિના પોતાના ખિસ્સા ભરવામાં જ ફોકસ કર્યું હતું. તેલના સેમ્પલ ફેલ જતા ૮ સામે ફરિયાદ પણ કરવામાં આવી છે.
આ અગાઉ મહેસાણાના ઊંઝામાં નકલી જીરૂ બનાવતી ફેકટરી ઝડપાઈ હતી. ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ ઊંઝાના ગંગાપુર રોડ ખાતે આવેલી ક્લીનીંગ ફેક્ટરીમાં દરોડા પાડ્યા હતા. ફેક્ટરીમાં વરિયાળીનું ભુસુ, ક્રીમ કલરનો પાઉડર અને ગોળની રસીને મિક્સ કરી નકલી જીરૂ તૈયાર કરાતુ હતુ. દરોડામાં ફેક્ટરીના સંચાલક બીનેશની અટકાયત કરવામાં આવી હતી.દરોડા દરમિયાન ૩૨૦૦ કિલો જીરૂ જપ્ત કરી તેની ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતી.
બીજા એક કેસમાં થોડા સમય પહેલા રાજકોટમાં વેચાતા લૂઝ દૂધમાં બેફામ ભેળસેળ કરવામાં આવતી હોવાની વધુ એક ઘટના પ્રકાશમાં આવી હતી. જે અંતર્ગત આરોગ્ય શાખા દ્વારા તાજેતરમાં આસપાસના ગામડાઓમાંથી રાજકોટમાં વેંચાણ અર્થે મોકલવામાં આવતા દૂધના વાહનમાંથી અને આ દૂધના જથ્થાને જ્યાં સપ્લાય કરવામાં આવાતો હતો ત્યાંથી નમૂના લેવામાં આવ્યા હતા. પરિક્ષણમાં મિક્સ લૂઝ દૂધના ત્રણેય નમૂના નાપાસ જાહેર કરવામાં આવ્યા હતા. દૂધમાં ફોરેન ફેટની હાજરી મળી આવી હતી. આ ઉપરાંત ધારાધોરણ કરતા બીઆર રિડીંગ વધુ અને એસ.એન.એફ. ઓછા માત્રા મળી આવી હતી.