મોરબીના સિરામીક ઉદ્યોગપતિઓને દિલ્હીના મુખ્યમંત્રીએ આપનો ખેસ પહેરાવ્યો મોરબી સિરામીક ઉદ્યોગની દરેક સમસ્યા માટે ઉદ્યોગપતિઓ કેજરીવાલને મળ્યા હતા.

વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ જાેરશોરથી તૈયારીમાં લાગી ગઈ છે. આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજકોટ આવ્યા હતાં તેઓ બપોરે ૨.૩૦ વાગ્યે રાજકોટના એરપોર્ટ પર પહોંચ્યા હતાં અહીં આપના નેતાઓએ સૂતરની આંટી પહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું. બાદમાં તેઓ ઇમ્પીરિયલ પેલેસ હોટલ ખાતે પહોંચ્યા હતા. અહીં સામાજિક આગેવાનો અને વેપાર-ઉદ્યોગ સંગઠનો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજકોટ ઓલ ઇન્ડિયા સીરામીકના ઉદ્યોગપતિઓએ કેજરીવાલના હાથે આપનો ખેસ ધારણ કર્યો હતો. આ સંસ્થાના પૂર્વ પ્રમુખ ગીરીશ પેથાપરા સાથે કેજરીવાલે બેઠક કરી હતી. ગીરીશભાઈ ૨૦ વર્ષ પહેલા કોંગ્રેસની ટિકિટ મેળવી વિધાનસભા લડી ચૂક્યા છે. મોરબી સિરામીક ઉદ્યોગની દરેક સમસ્યા માટે ઉદ્યોગપતિઓ કેજરીવાલને મળ્યા હતા. તમામ ઉદ્યોગપતિઓ અને વેપારીઓએ કેજરીવાલના હાથે આપનો ખેસ ધારણ કરી બહાર નીકળ્યા હતા. મોરબી પાસના કન્વીનર નિલેશ એરવાડિયા અને તેના પત્ની આપમાં જાેડાયા છે. નિલેશ એરવાડિયાના પત્ની મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે. ઉદ્યોગકારો અને સામાજિક આગેવાનો સાથેની બેઠક પડતી મુકી માત્ર ઔપચારિક મિટીંગ રાખ્યાની ચર્ચા થઈ રહી છે. જાેકે મોરબી સિરામીકના ઉદ્યોગપતિઓ કેજરીવાલને મળવા આવી પહોંચતા અનેક સવાલો ઉઠ્યા છે.સૌરાષ્ટ્રના આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે કેજરીવાલે બે કલાક સુધી બેઠક કરી હતી બાદ કેજરીવાલે શાસ્ત્રીમેદાનમાં સભા સંબોધી હતી
સભા સ્થળ શાસ્ત્રી મેદાનમાં કેજરીવાલ પર હુમલો થવાની ભીતિ આમ આદમી પાર્ટી દ્વારા વ્યક્ત કરવામાં આવતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આથી સભાસ્થળે પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા હતાં એકંદરે સભામાં ચકલું’ય ન ફરકી શકે તે માટે પોલીસના ૪૦૦ જેટલા જવાનોને સભાસ્થળે તૈનાત કરવામાં આવ્યા હતાં
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજરોજ રાજકોટની એક દિવસની મુલાકાતે આવ્યા છે. ત્યારે રાજકોટના એરપોર્ટ ખાતે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા અરવિંદ કેજરીવાલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અરવિંદ કેજરીવાલના સ્વાગત સમયે ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, ઇન્દ્રનીલ રાજ્યગુરૂ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. એરપોર્ટ ખાતેથી અરવિંદ કેજરીવાલ હોટલ ઇમ્પેરિયલ પેલેસ ખાતે પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાષ્ટ્રીય નેતાઓ પણ રાજકોટ ભણી દોટ મૂકવા લાગ્યા છે. ગઈકાલે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીએ દાહોદમાં સભા ગજવ્યા બાદ આજે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ રાજકોટ આવ્યા હતાં