ગૃહ મંત્રાલયનાં ૧૪ લાંચિયા અધિકારીઓની ધરપકડ
વિદેશી રેગ્યુલેશન એકટનુ ઉલ્લંઘન કરીને લાચ સ્વીકારીને એનજીઓને મદદ કરવાના આરોપ બદલ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના અધિકારીઓ સહિત કુલ ૧૪ શખ્સોની સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને ભારે ખળભળાટ મચી ગયો છે.સીબીઆઈ દ્વારા ૪૦ સનો ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા અને મોટી કાર્યવાહી કરીને કેન્દ્રીય ગૃહ મંત્રાલયના કેટલાક અધિકારીઓ તેમજ એનજીઓના પ્રતિનિધિઓ અને વચેટિયાઓ ની ધરપકડ કરી હતી.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયને એવી બાતમી મળી હતી કે તેના વિભાગના કેટલાક નીચલા સ્તરના અધિકારીઓ સો સાઠગાંઠ કરીને વચેટીયાઓ દ્વારા કેટલાક એનજીઓને ગેરકાયદેસર રીતે એફસીઆરએ લાયસન્સ મેળવવાના કામમાં મદદગારી કરી રહ્યા છે અને તેના બદલ તેમને લાંચ પણ આપવામાં આવી રહી છે.આ બાતમી મળ્યા બાદ કેન્દ્રીય ગૃહમંત્રાલયના આદેશ મુજબ એજન્સી દ્વારા દેશભરમાં ૪૦ જેટલા સ્ળો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને ગૃહ મંત્રાલયના જ કેટલાક અધિકારીઓ સહિત ૧૪ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની સતત પૂછપરછ કરવામાં આવી રહી છે અને હજુ પણ મોટા ધડાકા ભડાકા વાની સંભાવના છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ દ્વારા આ મામલામાં જવાબદાર અધિકારીઓ અને અન્ય લોકો સામે સખતમાં સખત પગલાં લેવાની સૂચના આપવામાં આવી હતી અને ત્યારબાદ તપાસનીશ એજન્સી દ્વારા દેશભરમાં દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આ મામલામાં સત્તાવાર રીતે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી અને ગૃહ મંત્રાલયના કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓએ રૂપિયાની લેતીદેતી કરી છે તે બાબત પર તપાસ ચાલી રહી છે અને ૧૪ શખ્સોની પૂછપરછ કરવામાં આવી રહી છે. હજુ પણ કેટલાક વધુ લોકોની ધરપકડ થઈ શકે છે.