Uncategorized
ફાયર એનઓસી ન હોવાથી ગાંધીનગર મેયરની સોસાયટીનું વીજ કનેકશન કપાયું

ગાંધીનગર કોર્પોરેશનના ફાયર વિભાગે મેયરની સોસાયટીનું વીજ કનેક્શન કાપી નાખ્યું છે. મેયરની શ્યામ સુકન સોસાયટીમાં જ ફાયર એનઓસી ન હોવાથી ફાયર વિભાગ દ્વારા લાઈટ કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે. નોટીસ ફટકારવામાં આવી છતાં સોસાયટી દ્વારા ફાયર એનઓસી લેવામાં આવી ન હતી. જેને લીધે સોસાયટીનું વીજ કનેક્શન કાપી દેવામાં આવ્યું હતું.
આ વિશે મેયર હિતેશ મકવાણાએ જણાવ્યું છે કે આજે મારા ઘરમાં પણ લાઈટ નથી. એનઓસી ના હોવાથી અમારી સોસાયટીનું વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે. કાયદો બધા માટે સરખો છે