૮૭ વર્ષની ઉમરમાં પૂર્વ મુખ્યમંત્રી ઓમપ્રકાશ ચૌટાલાએ ધો.૧૨ની પરીક્ષા પાસ કરી

ભણવાની કોઇ ઉમર હોતી નથી, કહેવામાં આવે છે કોઇ પણ ઉમરમાં અભ્યાસ કરી શકાય છે.આવું જ કંઇક હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી અને ઇનેલો સુપ્રીમો ઓમ પ્રકાશ ચૌટાલાએ કરી બતાવ્યું છે.તેમણે એ વાત પણ સાબિત કરી છે કે ઉમર ફકત એક નંબર છે.ઓમ પ્રકાશ ચૌટાલાએ ૮૭ વર્ષની ઉમરમાં ધો.૧૦ની પરીક્ષા પાસ કર્યા બાદ હવે ધો.૧૨ની પરીક્ષા પણ પાસ કરી લીધી છે.હરિયાણા શિક્ષા બોર્ડના અધિકારીઓએ તેમને ચંડીગઢમાં ઘો.૧૨ની માર્કશીટ પણ સોંપી દીધી છે.
વર્ષ ૨૦૨૧માં ઓમ પ્રકાશ ચૌટાલાએ હરિયાણા ઓપન બોર્મડ હેઠળ ધો.૧૨ની પરીક્ષા આપી હતી જાે કે તેનું પરિણામ પાંચ ઓગષ્ટે રોકવામાં આવ્યું હતું કારણ કે તેમણે અત્યાર સુધી ધો.૧૦ની અંગ્રેજીની પરીક્ષા પાસ કરી ન હતી ૧૨નું પરિણામ જારી કરવા માટે તે ૧૦ની અંગ્રેજીની પરીીક્ષામાં ફરીથી બેઠા હતાં પરીક્ષા કેન્દ્ર પર પહોંચવા પર પૂર્વ મુખ્યમંત્રી ઓ પી ચૌટાલાએ મીડિયાને કહ્યું હતું કે હું છાત્ર છું અને તેના પર કોઇ ટીપ્પણી નહીં આ સાથે જ તેમણે કોઇ રાજનીતિક સવાલનો જવાબ આપ્યો ન હતો.
પૂર્વ મુખ્યમંત્રીએ ૮૭ વર્ષની ઉમરમાં ધો.૧૦ અને ૧૨ની પ્રથમ શ્રેણીમાં પાસ કર્યું અને તેનાથી એ સ્પષ્ટ થાય છે કે ઉમરના આ પડાવમાં પણ તેમની સ્મરણ શક્તિ હજુ પણ મજબુત છે અને હોંસલા પુરી રીતે બુલંદ છે.ઇનેલો સુપ્રીમો રાજનીતિમાં પુરી રીતે સક્રિય છે અને ગત બે વર્ષથી સમગ્ર હરિયાણાના તમામ જીલ્લા અને તાલુકામાં અનેકવાર પ્રવાસ કરી ચુકયા છે.તાજેતરમાં ઇનેલો સુપ્રીમો સર્વસમાજ દ્વારા મનાવવામાં આવેલ વીર શિરોમણી મહારાણા પ્રતાપની ૪૨૮મી જયંતી પ્રસંગ પર મુખ્ય અતિથિના રૂપમાં આવ્યા હતાં ત્યારબાદ ભિવાની પહોંચવા પર હરિયાણા શિક્ષા બોર્ડના અધિકારીઓએ તેમને સમ્માન સહિત ધો.૧૦ અને ઘો.૧૨ની માર્કશીટ સોંપી હતી