Uncategorized

ઉત્તર ગુજરાતની ૩૧.૮૦ ટકા યુવતીનાં લગ્ન ૧૮ વર્ષ પહેલાં થઇ જાય છે

ઉત્તર ગુજરાતની પોલિટિકલ લેબ ગણાતા મહેસાણામાં બાળ લગ્નનું પ્રમાણ ૩૨.૩૦ ટકા જાેવા મળી રહ્યું છે. નેશનલ ફેમિલી હેલ્થના વર્ષ ૨૦૧૯ થી ૨૦૨૧ ના સર્વેમાં આ ચોંકાવનારું તારણ સામે આવ્યું છે. સર્વે પ્રમાણે ઉત્તર ગુજરાતની ૩૧.૮૦ ટકા યુવતીનાં લગ્ન ૧૮ વર્ષ પહેલાં થઇ જાય છે. તો બીજી તરફ ઉત્તર ગુજરાતમાં તમાકું અને દારુના સેવનાના પણ ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.

નેશનલ ફેમિલી હેલ્થ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા સર્વેમાં ઉત્તર ગુજરાતના ૪૪૨૫ ઘર સાથે ૫૦૩૯ મહિલાઓ અને ૮૦૧ પુરૂષોને આવરી લેવામાં આવ્યાં હતા. જેમાં ૨૦ થી ૨૪ વર્ષની પરિણીતાઓના સર્વેના તારણ મુજબ ઉત્તર ગુજરાતની ૩૧.૮૦ ટકા યુવતીઓનાં લગ્ન ૧૮ વર્ષ પહેલાં થઇ જાય છે. ઉત્તર ગુજરાતના ૫ જિલ્લા પ્રમાણે સ્થિતિ જાેઇએ તો બનાસકાંઠામાં ૩૭.૩૦ ટકા, પાટણમાં ૩૫.૪૦ ટકા, મહેસાણામાં ૩૨.૩૦ ટકા, સાબરકાંઠામાં ૨૭ ટકા અને અરવલ્લીમાં ૨૭ ટકા મહિલાઓ એવી છે કે જેમનાં લગ્ન ૧૮ વર્ષથી નાની વયે થઇ જાય છે.

આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં ૧૫ વર્ષ કે તેથી વધુ વયના મહિલા પુરૂષના સર્વેમાં ૩૯.૩૪ ટકા પુરૂષ અને ૭.૭૦ ટકા મહિલાઓ તમાકુનું વ્યસન કરી રહી છે. જ્યારે ૪.૮૮ ટકા પુરૂષ અને ૦.૨૬ ટકા મહિલા દારુનું સેવન કરતી હોવાનું પણ અહેવાલમાં સામે આવ્યું છે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button