ધો.૧૨ સાયન્સનું ૭૨.૦૨ ટકા પરિણામ ઃએ૧ ગ્રેડમાં ૧૯૬,એ૨ ગ્રેડમાં ૩૩૦૬ વિદ્યાર્થી પાસ થયા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૨ સાયન્સનું બોર્ડની વેબસાઈટ પર પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.આ વર્ષે ૭૨.૨ ટકા પરિણામ આવ્યું છે. સૌથી વધુ પરિણામ રાજકોટ જિલ્લાનું ૮૫.૭૮ ટકા જ્યારે સૌથી ઓછું પરિણામ દાહોદ જિલ્લાનું ૪૦.૧૯ ટકા પરિણામ આવ્યું છે. લાઠી કેન્દ્રનું સૌથી વધુ ૯૬.૧૨% અને સૌથી ઓછું લીમખેડા કેન્દ્રનું ૩૩.૩૩% પરિણામ આવ્યું છે.ધોરણ ૧૨ સાયન્સમાં એ૧ ગ્રેડમાં ૧૯૬ અને એ ૨ ગ્રેડમાં ૩૩૦૬ વિધાર્થીઓ પાસ થયાં છે. જ્યારે ગુજરાતી માધ્યમનું પરિણામ ૭૨.૪ ટકા આવ્યું છે.
ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ૧ લાખ ૮ હજારથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેનું પરિણામ આજે સવારે ૧૦ વાગે જાહેર થઈ ગયું છે. ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં રાજ્યભરમાંથી ૯૫,૯૮૨ રેગ્યુલર તેમજ ૧૧,૯૮૪ રિપીટર વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાયા હતા. રાજકોટ જિલ્લાનું સૌથી વધુ ૮૫.૭૮ ટકા પરિણામ આવ્યું છે. ત્યારે સૌથી ઓછુ દાહોદ જિલ્લામાં ૪૦.૧૯ ટકા પરિણામ આવ્યું છે. ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં એ૧ ગ્રેડમાં ૧૯૬ વિદ્યાર્થીઓ પાસ થયાં છે. જ્યારે બી ૨ ગ્રેડમાં ૩૩૦૬ વિધાર્થીઓ પાસ થયાં છે.
ધોરણ ૧૨ સાયન્સ બાદ ડિગ્રી એન્જીનીયરીંગ તેમજ ડિગ્રી/ ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ મેળવવા ગુજકેટની પરીક્ષા આપવી ફરજિયાત છે. ગુજકેટ ૨૦૨૨ ની પરીક્ષા સાયન્સના એ, બી અને એબી ગ્રુપના વિદ્યાર્થીઓએ આપી હતી. ત્યારે ગુજકેટનું પણ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં એ ગ્રેડનું ૭૮.૪૦ અને બી ગ્રેડનું ૬૮.૫૮ ટકા અને એબી ગ્રેડનું ૭૮.૩૮ ટકા પરિણામ જાહેર થયું છે
ગુજરાત બોર્ડ દ્વારા કોમર્સ, આર્ટસ અને વોકેશનલ સ્ટ્રીમનું પરિણામ પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. વર્ષ ૨૦૨૧માં ગુજરાત બોર્ડનું ૧૨મા વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૧૭મી જુલાઈએ જાહેર કરવામાં આવ્યું હતું. પરિણામ ની જાહેરાત કરતા રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ તમામ વિધાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. અને નાપાસ વિધાર્થીઓને નાસીપાસ નહિ થતા વહુ મહેનત કરવા અપીલ કરી હતી. કુલ ૧૪૦ કેન્દ્રો પર ૧,૦૭,૬૬૩ પરિક્ષાર્થી ઓ નોંધાયા હતા. જેમાંથી ૧,૦૬,૩૪૭ પરિક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. પરિણામ અનુસાર ૧૦૦ ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા ૬૪ થ્છે. જયારે ૧૦ ટકા કરતાં ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા ૬૧ છે.જયારે અંગ્રેજી માધ્યમના ઉમેદવારોની પરિણામની ટકાવારી ૭૨.૫૭ ટકા,ગુજરાતીી માદ્યમના ઉમેદવારોની પરિણામની ટકાવારી ૭૨.૦૪ ટકા છે.દિવ્યાંગ ઉમેદવારોનની સંખ્યા ૧૫૭ રહી છે ૨૦ ટકા પાસિંગ સ્ટાન્ડર્ડના લાભ સાથે પાસ થનાર દિવ્યાંગ ઉમેદવારોની સંખ્યા ૩૮ છે જયારે ગેરરીતિના કેસની સંખ્યા ૧૨૨ રહી હતીવિશાલ કુશવાહ નામના વિદ્યાર્થીનું પરિણામ ઓછું આવ્યું છે. જેથી વિદ્યાર્થીએ રડમસ અવાજે કહ્યું હતું કે મેં ૭૦-૭૫ ટકા જેટલી મહેનત કરી હતી.મારા ધોરણ ૧૦માં પણ ૮૦ ટકા આવ્યા હતા.મેં મહેનત કરી તે પ્રમાણે મારુ પરિણામ આવ્યું નથી.મારે ૫૩ ટકા જ આવ્યા છે પરંતુ હું હવે વધુ મહેનત કરીશ અને બીએસસીમાં એડમિશન લઈશ તથા ગમે તર સંજાેગમાં જીપીએસસી ની પરીક્ષા ક્રેક કરીશ.મારા પિતા રીક્ષા ચલાવે છે.જયેશ હેડા નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે મારે ૮૭ ટકા આવ્યા છે અને ગુજકેટમાં ૯૨ માર્ક્સ આવ્યા છે.પરિણામથી હું ખુશ છું. મેં રોજ ૫થી ૬ કલાક વાંચીને મહેનત કરી હતી.હવે મ્ઈમાં એડમિશન લેવું છે.
૨૦૨૧માં ધોરણ ૧૨ સાયન્સમાં એક લાખ ૭ હજાર ૨૬૪ વિદ્યાર્થીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. બોર્ડના ઈતિહાસમાં પ્રથમ વખત ૧૦૦ ટકા પરિણામ જાહેર થયું હતું, જેમાં ૩૨૪૫ વિદ્યાર્થીએ એ૧ ગ્રેડ મેળવ્યો છે, જ્યારે ૧૫ હજાર ૨૮૪ વિદ્યાર્થીએ એ-૨ ગ્રેડ મેળવ્યો છે. એ ગ્રુપમાં ૪૬૬ વિદ્યાર્થીએ ૯૯ ટકાથી વધુ માર્ક મેળવ્યા છે, જ્યારે બી ગ્રુપમાં ૬૫૭ વિદ્યાર્થીએ ૯૯ ટકાથી વધુ માર્ક મેળવ્યા છે. અમદાવાદ શહેરમાં ૧૦૯ વિદ્યાર્થી અને અમદાવાદ ગ્રામ્યમાં ૭૩ વિદ્યાર્થીએ છ૧ ગ્રેડ મેળવ્યો છે. સૌથી વધુ ૨૬,૮૩૧ વિદ્યાર્થીએ બી૨ ગ્રેડ મેળવ્યો છે.રાજકોટ જિલ્લાનું પરિણામ સૌથી વધુ આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓ ખુશ થઇ ગયા ગતાં અને એક બીજાને મોં મીઠુ કરાવતા નજરે પડી રહ્યાં હતાં પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓએ ગરબા ઝુમીને પરિણામ સારૂ આવ્યું હોવાની ખુશી વ્યક્ત કરી હતી.ધોરણ ૧૦ અને ૧૨ સામાન્ય પ્રવાહનું પરીણામ જૂનના પહેલા વિકમાં જાહેર થશે