ચૌહાણ સરકારની નાકારાપનની કમી ઓબીસી વર્ગના નુકસાનના રૂપમાં સામે આવી ચુકી છે ઃ કમલનાથ

સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશમાં ઓબીસી અનામ ત વિના પંચાયત અને નગર નિગમની ચુંટણીનો આદેશ આપ્યો છે.સુપ્રીમ કોર્ટના આદેશ બાદથી રાજયમાં રાજનીતિ તેજ થઇ ગઇ છે.પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે મુખ્યમંત્રી શિવરાજ પર ટીપ્પણીભર્યા અંદાજમાં કહ્યું કે હવે પસ્તાવાથી શું ફાયદો જયારે ચકલી ચણી ગઇ ખેતર
હકીકતમાં મધ્યપ્રદેશમાં લોકલ ચુંટણીમાં ઓબીસી અનામતનો મામલો સતત વિવાદનો હિસ્સો બની રહ્યો છે તેને કારણે અહીં એક વર્ષથી વધુ સમયથી લોકલ ચુંટણી લટકેલ છે.મંગળવારે આ મામલા પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે બંધારણમાં દરેક પાંચ વર્ષની અંદર ચુંટણી કરાવવાની વ્યવસ્થા છે આથી ચુંટણીમાં વિલંબ કરી શકાય નહીં
આ સાથે જ કોર્ટે ઓબીસી અનામતને લઇને પણ ટીપ્પણી કરી કોર્ટે કહ્યું કે જે પણ રાજકીય પાર્ટી ઓબીસીની પક્ષધર છે તે તમામ બેઠકો પર ઓબીસી ઉમેદવાર ઉતારવા માટે સ્વતંત્ર છે કોર્ટે કહ્યું કે સરકાર તરફથી રજુ રિપોર્ટ અધુરો હોવાને કારણે પ્રદેશમાં ઓબીસી વર્ગને ચુંટણીમાં અનામત મળશે નહીં તેના માટે હવે સ્થાનિક ચુંટણી ૩૬ ટકા અનામતની સાથે જ થશે તેમાં ૨૦ ટકા અનામત એસટી અને ૧૬ ટકા એસસીને અનામત મળશે
દરમિયાન ઓબીસી અનામત પર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણે પોતાની પ્રસ્તાવિત વિદેશ યાત્રા રદ કરી દીધી છે ચૌહાણે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ દ્વારા મધ્યપ્રદેશની સ્થાનિક એકમોમાં વગર પછાત વર્ગ અનામતની ચુંટણી કરાવવાનો નિર્ણય સંભળાવ્યો છે મારી સરકાર અન્ય પછાત વર્ગના સામાજિક આર્થિક અને રાજનૈતિક સશક્તિકરણ માટે પુરી રીતે પ્રતિબધ્ધ છે. તેમણે કહ્યું કે કોર્ટનનો નિર્ણય સ્થાનિક એકમોમાં પ્રતિનિધિત્વને પ્રભાવિત કરનારો નિર્ણય છે. આથી રાજય સરકારે સુપ્રીમ કોર્ટમાં ફરી સુધારા અરજી દાખલ કરવાનો નિર્ણય કર્યો છે. પછાત વર્ગના હિતોનું અનામત કરવું મારી સરકારની પ્રાથમિકતા છે આથી હું મારી પ્રસ્તાવિત વિદેશ યાત્રા રદ કરી રહ્યો છું.
કોર્ટના આ નિર્ણય બાદ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે મુખ્યમંત્રી પર પ્રહારો કર્યા હતાં તેમણે ટ્વીટ કરી કહ્યું કે હવે પસ્તાવાથી શું ફાયદો જબ ચિડિયા ચુગ ગઇ ખેત.તેમણે કહ્યું કે જયારે તમારી પાસે સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર ટ્રિપલ ટેસ્ટની પ્રક્રિયાઓને પુરી કરવા માટે યોગ્ય સમય હતો ત્યારે તમારી સરકારે કાંઇ કર્યું નહીં અડધી અધુરી રિપોર્ટ અને આંકડા રજુ કર્યા જેના કારણે ઓબીસી વર્ગનો હક માર્યો ગયો અને પ્રદેશમાં વગર ઓબીસી અનામતની પંચાયત ચુંટણીનો નિર્ણય સામે આવ્યો
કમલનાથે કહ્યું કે હવે તમે ભલે પોતાની વિદેશ યાત્રા રદ કરે કે અન્ય કંઇ પણ કહો પરંતુ તમારી સરકારની નાકારાપનની કમીનો સામનો ઓબીસી વર્ગને નુકસાનના રૂપમાં ભોગવવો પડી રહ્યો છે તમે જે ઇઇજા પહોંચાડી છે હવે તે કોઇ પણ દવાથી ઠીક થનાર નથી પ્રદેશર્ન ઓબીસી વર્ગ આ સચ્ચાઇને જાણી ચુકી છે હવે તે તમારા કોઇ પણ ગુમરાહ કરનારા ઝાંસામાં આવનાર નથી