વ્યાપાર

શેરબજારમાં મોટો કડાકો સેન્સેક્સ ૧,૦૦૦ પોઈન્ટની ઉપર તૂટ્યો, નિફ્ટી તૂટીને ૧૫,૮૦૮ના સ્તર પર બંધ

સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેરબજાર મોટા કડાકા સાથે બંધ થયુ હતું.આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ ૧,૧૫૮ પોઈન્ટ (૨.૧૪ ટકા)ના ઘટાડા સાથે ૫૨,૯૩૦.૩૧ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૩૫૯.૧૦ પોઈન્ટ (-૨.૨૨ ટકા) તૂટીને ૧૫,૮૦૮ના સ્તર પર બંધ થયો છે. આજે બીએસઈ સેન્સેકસના ૨૫ શેર ઘટાડા સાથે જ્યારે ૫ શેર જ તેજી સાથે કામકાજ કરી રહ્યાં છે. આ ૫ શેરમાં એચસીએલ ટેક, ટીસીએસ,ટેક મહિન્દ્રા, વિપ્રો અને એશિયન પેઇન્ટનો સમાવેશ થાય છે. આજે બજારને નીચે ખેંચવામાં સૌથી મોટો ફાળો એચડીએફસી બંધુઓનો છે. એચડીએફસી બેંક ૩%ના કડાકા સાથે સેન્સેકસના ઘટાડામાં ૧૬૦ અંકોનું યોગદાન આપે છે. આ સિવાય રિલાયન્સ પણ ૨%ના કડાકે સેન્સેકસના ૧૦૦૦ અંકોના ઘટાડામાં ૧૩%નું યોગદાન આપે છે.

જાેકે સૌથી વધુ ખાનાખરાબી નાના શેરમાં જાેવા મળી છે. બીએસઈ સ્મોલકેપ ઈન્ડેકસ ૨% અને મિડકેપ ઈન્ડેકસમાં ૨.૪૦%નો કડાકો જાેવા મળી છે. સેક્ટોરિયલ ઈન્ડાયસિસ પર નજર કરીએ તો મેટલમાં સૌથી વધુ ૪.૦૪%નો ઘટાડો છે જ્યારે પાવર, બેંક્કેસ ૩.૫૦% તૂટ્યાં છે.

ભારતીય ચલણમાં પણ આજે નવું ઐતિહાસિક તળિયું જાેવા મળ્યું છે. ડોલરની સામે રૂપિયો ૭૭.૬૩૫ના નવા ઓલટાઈમ લો પર પહોંચ્યો હતો પરંતુ ડીલરોના જણાવ્યા અનુસાર આરબીઆઈના હસ્તક્ષેપને કારણે રૂપિયો સામાન્ય સુધારા સાથે ૧ કલાકે ૭૭.૪૪ના સ્તરે કામકાજ કરી રહ્યો છે.

વિશ્વની છ મોટી કરન્સીની સામે ડોલરનું મૂલ્ય દર્શાવતા ડોલર ઈન્ડેક્સમાં પણ તેજીનો ચમકારો જાેવા મળી રહ્યો છે. ડોલર ઈન્ડેકસ ૦.૪૦%ના ઉછાળે ૧૦૪.૨૮ના લેવલે ટ્રેડ કરી રહ્યું છે.

સૌ કોઈ જાણે છે કે, એક તરફ હાલ સમગ્ર દુનિયા કોરોના કહેરમાંથી ધીરે-ધીરે બહાર નીકળવાનો પ્રયાસ કરી રહી છે. ત્યાં બીજી તરફ હાલ રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લાં બે મહિનાથી ઘમાસાણ યુદ્ધ ચાલી રહ્યું છે. ઘણાં લોકોને એવું લાગતું હશે કે વિદેશમાં યુદ્ધ થાય એમાં આપણે શું? પણ એવું નથી હોતું દુનિયાના બીજા દેશો પણ આપણી સાથે આર્થિક વ્યવહારોથી જાેડાયેલાં હોય છે. આપણો પણ દુનિયાના બીજા દેશો સાથે વિવિધ સ્તરે મૈત્રી કરારો, આર્થિક અને રાજકિય કૂટનૈતિક સંબંધોથી જાેડાયેલો હોય છે. તેથી રશિયા અને યુક્રેનમાં ચાલી રહેલાં યુદ્ધની અસર ભારતીય શેર બજાર પર પણ જાેવા મળી રહી છે.

આજે સવારે ૩૦ પોઈન્ટનો સેન્સેક્સ ૫૩,૩૨૦ પર ટ્રેડ કરી રહ્યો હતો. જ્યારે ૫૦ પોઈન્ટનો નિફ્ટી ૧૫,૯૫૬.૪૫ના સ્તરે ખુલ્યો હતો. બીજી તરફ ભારતીય રૂપિયામાં પણ ૨૩ પૈસાનો ઘટાડો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં ખરાબ સંકેતો, રશિયા-યુક્રેન યુદ્ધની આર્થિક અસરો અને કોરોનાએ નોંધરેલી પાયમાલી આ બધાને કારણે હાલ ભારતીય શેર બજારની તબિયત લથડી ગઈ છે. હાલ માર્કેટ સહેજ પણ મજામાં નથી. શરૂઆતના ટ્રેડિંગમાં ઘણા શેરો તૂટ્યા છે. આવી સ્થિતિમાં, દિવસના ટ્રેડિંગ સેશનમાં માત્ર ઘટાડાની શક્યતા છે.

જાેકે, બીજી તરફ બેંકોમાં સારું વળતક મળી રહ્યું છે. બેકિંગ સેક્ટરના કેટલાંક ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોને સારીએ કમાણી થઈ રહી છે. જેને પગલે હવે ઈનવેસ્ટર્સ એ દિશામાં આગળ વધી રહ્યાં છે. જ્યારે રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ઉભી થયેલી વૈશ્વિક સ્થિતિની સીધી અસર ભારત પર પણ પડી રહી છે. ભારતીય રૂપિયામાં પણ ઘટાડો થયો છે. ભારતીય રૂપિયો ૨૩ પૈસાના ઘટાડા સાથે ૭૭.૪૬ ના સ્તર પર પહોંચી ગયો છે.

આજે ૧૨ મે ને ગુરુવારે શેર બજારની તબિયત લથડી છે. જાેકે, ૧૧ તારીખની વાત કરવામાં આવે તો બુધવારે પણ ભારતીય શેરબજારની તબિયતમાં કોઈ ખાસ સુધારો નહોતો. બુધવારે દિવસભરની વોલેટિલિટી બાદ સેન્સેક્સ ૨૭૬.૪૬ પોઈન્ટ ઘટીને ૫૪૦૮૮.૩૯ પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી ૭૨.૯૫ પોઈન્ટ ઘટીને ૧૬૧૬૭.૧૦ પર બંધ થયો હતો. નિફ્ટી ૧૬,૦૦૦ ની નીચે જવાની સપાટી પર હતો. પરંતુ બેંકિંગ સેક્ટરના કારણે તેણે તેના મજબૂત સપોર્ટ લેવલને બચાવી લીધું. ખાસ કરીને છેલ્લાં ૪ દિવસથી ઈન્ડિયન શેર માર્કેટની સ્થિતિ કથડી છે. જેને પગલે રોકાણકારો હાલ રડી રહ્યાં છે. આ સ્થિતિને કારણે માર્કેટમાં છેલ્લાં ૪ જ દિવસમાં ઓવરઓલ ૧૩ લાખ કરોડથી વધારેનું ધોવાણ થયું છે.ગઈકાલની વાત કરવામાં આવે તો ૧૧ મે નો દિવસ પણ શેર માર્કેટ માટે કંઈ ખાસ નહોંતો.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button