Uncategorized

આદિવાસી વિસ્તારમાં નકલી ચલણી નોટોને બજારમાં ઘુસાડવાના એક ષડયંત્રનો પર્દાફાશ

ભારતીય અર્થતંત્રને નુકસાન પહોંચાડવા નકલી ચલણી નોટનું કૌભાંડ રાજ્યમાં અનેકવાર બહાર આવ્યું છે. જાેકે સામાન્ય રીતે શહેરી વિસ્તારમાં નકલી નોટના માફિયાઓ પોતાના બદઈરાદાઓ બહાર પાડતા હોય છે. ત્યારે આ વખતે રાજ્યના છેવાડે આવેલ આદિવાસી વિસ્તારમાં નકલી ચલણી નોટોને બજારમાં ઘુસાડવાના એક ષડયંત્રનો પર્દાફાશ વલસાડ પોલીસે કર્યો છે. વલસાડ જિલ્લાની એસ.ઓ.જી પોલીસની ટીમે કપરાડામાંથી રૂપિયા ૫૦૦ ના દરની ૫૮૬ નકલી નોટ ઝડપી પાડી છે. ત્યારે કેવી છે તેમની મોડ્‌સ ઓપરેડની અને ક્યાં છપાતી હતી આ નકલી નોટો? જાેઈએ આ અહેવાલ…

વલસાડ જિલ્લાના કપરાડા આદિવાસી વિસ્તાર છે અને આ વિસ્તારમાં ગુન્હાનો દર બહુ સામાન્ય છે અને અહીંની પ્રજા અભણ અને ભોળી હોય છે. જાેકે આ ગરીબ જનતાને છેતરીને નકલી નોટો ઘુસાડવાનું એક સુઆયોજિત ષડયંત્ર બહાર આવ્યું છે. વલસાડ એસબીએસઓજીની ટીમને બાતમી મળી હતી કે કપરાડામાં કેટલાક લોકો નકલી ચલણી નોટ બજારમાં વાપરવાના ફિરાકમાં છે. ત્યારે પોલીસે તાત્કાલીક આ મામલે પેટ્રોલિંગ દરમિયાન ૫૦૦ રૂપિયાની ૫૮૬ નોટો સાથે ૧ આરોપીની ધરપકડ કરી હતી.

વલસાડ પોલીસે ૨.૯૬ લાખની તમામ નોટો ફોરેન્સિક સાયન્ટિસ્ટ ઓફિસર અને બેંકના ઓથોરાઇઝ અધિકારી સાથે તપાસ કરાવતા તમામ નોટો નકલી હોવાનું બહાર આવ્યું હતું અને આ મામલે પોલીસે કિશન ચૌધરી નામના ઈસમની ધરપકડ કરી છે. તો અન્ય આરોપી માધવ રામદાસને વોન્ટેડ જાહેર કર્યો છે. ઝડપાયેલા આરોપી કિશન ચૌધરીને આ નોટો નાસિકના માધવ રામદાસે આપી હતી.

વલસાડ પોલીસે કરેલી તપાસમાં બહાર આવ્યું છે કે આ તમામ નોટો મહારાષ્ટ્રમાં છાપવામાં આવી છે અને ૫૦૦ ની અસલી નોટને કોમ્પ્યુટર સ્કેનર અને પ્રિન્ટર ની મદદથી નકલી નોટ બનાવવામાં આવતી હતી. વોન્ટેડ આરોપી માધવ આરોપી કિશનને માત્ર ૫૦૦૦ રૂપિયા કમિશન પેટે આપતો હતો. પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે ગરીબ અને અભણ આદિવાસી વિસ્તારમાં આ આરોપી નાણાકીય વ્યવહાર દરમિયાન નોટોના બંડલમા ચારથી પાંચ જેટલી નકલી નોટો ઘુસાડતા હોય છે.

આ રીતે ધીરે ધીરે બજારમાં નકલી નોટો ફેરવવાનું કારોબાર કરતા હોય છે. સમગ્ર મામલે વલસાડ પોલીસે હાલ ૫૮૬ જેટલી નોટો કબજે કરી છે. તો આવતા દિવસોમાં બજારમાં ફરી રહેલ નકલી નોટને પણ શોધી તેને પણ તાત્કાલિક ઝડપવા કરવાનો પ્રયાસ પોલીસ કરી રહી છે.

માત્ર ૪ ચોપડી ભણેલ આરોપી કિશનને માત્ર ૫ હજાર કમિશન પેટે મળવાના હતા. ત્યારે વલસાડ પોલીસ આ નકલી નોટોના કૌભાંડમાં હજી પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરે તો મોટું રેકેટ બહાર આવે તેવું મનાઇ રહ્યું છે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button