રાજકારણ

કોંગ્રેસ પાર્ટી ખુદને મજબુત કરવામાં સક્ષમ છે ઃ હુડ્ડા

કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભુપિંદર સિંહ હુડ્ડાએ કહ્યું છે કે કોંગ્રેસની પાસે પોતાના સુધાર માટે પુરી ક્ષમતા અને સક્ષમ નેતૃત્વ મોજુદ છે.હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રીએ પ્રશાંત કિશોરથી કોંગ્રેસની વાતચીત તુટયા બાદ આજથી ઉદયપુરમાં યોજાનાર ચિંતન શિબિરમાં પહેલા કહ્યું કે પાર્ટીની સમક્ષ ઉભેલા તમામ મુદ્દાનું સમાધાન થશે તેમણે કહ્યું કે કોંગ્રેસમાં સંસદીય બોર્ડ પહેલાથી રહ્યું છે અને હોવું જાેઇએ પરંતુ ચિતિન શિબિરમાં તેના પર ચર્ચા થશે નહીં કારણ કે સંગઠનની ચુંટણીની પ્રક્રિયા ચાલી રહી છે અને આવા વિષય પર ચુંટણી બાદ વિચાર થશે હુડ્ડા તે ૨૩ નેતાઓમાં સામેલ હતાં જેમણે કોંગ્રેસમાાં આમૂલ પરિવર્તનની માંગને લઇ પાર્ટી પ્રમુખ સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો.

તેમને પુછવામાં આવ્યું હતું કે શું જી ૨૩ તરફથી ઉઠાવવામાં આવેલ મુદ્દાનું સમાધાન નિકળશે હુડ્ડાએ કહ્યું કે જી ૨૩ની પરિભાષા તમે લોકો (મીડિયા)એ જ આપી દીધી છે અમારા કેટલાક વરિષ્ઠ કોંગ્રેસીજનનો વિચાર હતો કે કેટલાક પગલાથી પાર્ટી મજબુત થઇ શકે છે તમારે આ પગલા ઉઠાવવા જાેઇએ તેને લઇ અમે લખ્યું હતું કેટલાક પગલા ઉઠાવવામાં પણ આવ્યા આ કોઇનો વિરોધ નથી અમે પાર્ટીના હિતકારી છીએ તેમણે કહ્યુયં કે અમે નેતૃત્વની બાબતમાં વાત કરી નથી અમે ફકત એ કહી રહ્યાં હતાં કે પાર્ટીને કેવી રીતે મજબુત કરવામાં આવે હવે તો અધ્યક્ષની ચુંટણી થઇ રહી છે.

એ સાવલ પર કે શું પાર્ટી સંસદીય બોર્ડ બનાવવા જેવી માંગો પર ચર્ચા થશે તેમણે કહ્યું કે ચુંટણી થઇ રહી છે તેની પ્રક્રિયા ચાલી રહી છે બીજી વસ્તુઓને ચુંટણી બાદ જાેવામાં આવશે સંસદીય બોર્ડ પહેલા પણ હતું પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના સમયે પણ હતું અને હોવું પણ જાેઇએ તેમણે કહ્યું કે પાર્ટીને મજબુત બનાવવા માટે મજબુત બ્લોક કમિટિ અને મજબુત જીલ્લા કમીટી હોવી જરૂરી છે પી કેના પાર્ટીમાં સામેલ ન થવા પર હુડ્ડાએ કહ્યું કે કોંગ્રેસ દેશની સૌથી જુની પાર્ટી છે કોંગ્રેસમાં ક્ષમતા છે કોંગ્રેસમાં નેતૃત્વ છે કોંગ્રેસમાં નેતા છે કોંગ્રેસની પાસે થિંક ટેંક છે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button