એબીવીપી નેતાઓએ હદ વટાવી, આચાર્યને વિદ્યાર્થીનીના પગે પડાવ્યા

ગુરૂ-શિષ્યના સંબધોને લાંછન લગાડતી ઘટના સામે આવી છે. વડોદરા બાદ અમદાવાદમાં એવીબીપીના વિદ્યાર્થીઓની દાદાગીરી સામે આવી છે. અમદાવાદની સાલ કોલેજમાં એબીવીપીના વિદ્યાર્થી નેતાઓની ખુલ્લીઆમ દાદાગીરી જાેવા મળી. તેઓએ કોલેજના આચાર્યને વિદ્યાર્થિનીના પગે પડાવ્યા હતા.એબીવીપીના નેતાઓએ ગુરુનું સન્માન ના જાળવ્યું.
અમદાવાદમાં એબીવીપીના વિદ્યાર્થી નેતાઓની દાદાગીરી સામે આવી છે. કોલેજમાં આચાર્યને વિદ્યાર્થીઓને પગે લગાવી માફી મંગાવી હતી. અમદાવાદની સાલ કોલેજમાં ગુરુ-શિષ્યના સંબંધોને લાંછન લગાવતી ઘટના બની છે. જીએલએસ બાદ હવે સાલ કોલેજના એબીવીપી નેતાઓ વિવાદમાં આવ્યા છે એબીવીપી ના અક્ષત જયસ્વાલની ખુલ્લેઆમ દાદાગીરીથી આચાર્યની સાથે વિદ્યાર્થીઓ પણ પરેશાન થઈ રહ્યાં છે. શરમજનક ઘટના બાદ અક્ષતે સોશિયલ મિડિયા પર પણ વીડિયો વાયરલ કર્યા છે. હાજરીને લઈને વિવાદ સર્જાયો હતો, પ્રિન્સિપાલ દ્વારા એબીવીપીના આગેવાનોને વારંવાર વિનંતી કરાઈ રહી હતી, છતા તેઓ માન્યા ન હતા અને વિદ્યાર્થીઓને પગે પડાવ્યા હતા.
શિક્ષકો કરગરતા રહ્યા છતા વિદ્યાર્થી નેતાઓ પોતાની મનમાની કરતા રહ્યા, જેથી શિક્ષકોએ વિદ્યાર્થીઓને પગે લાગીને માફી માંગી હતી. સવાલ એ છે કે ક્યા સુધી વિદ્યાના ધામમાં વિદ્યાર્થી નેતાઓની આવી મનમાની ચાલતી રહેશે. શિક્ષણધામમાં વિરોધ હોય, પણ વિરોધ જ્યારે હદ વટાવે અને શિક્ષણને રાજકારણનો અખાડો બનાવાય ત્યારે શિક્ષણ નીતિ પર સવાલ થાય છે.