ભારત

ભારતીય રેલ્વેએ ૭૨,૦૦૦ પદ ખતમ કરી દીધાઃ દોઢ લાખથી વધારે પદ પર ક્યારેય ભરતી નહીં થાય

ભારતીય રેલ્વેએ છેલ્લા છ વર્ષોમાં ૭૨,૦૦૦ પદ ખતમ કરી દીધા છે. રેલ્વે બોર્ડે આ સમયગાળામાં જાેનલ રેલ્વેના ૮૧,૦૦૦ પદ હજૂ પણ ખતમ કરવાનો પ્રસ્તાવ મોકલ્યો છે.એટલે કે, રેલ્વેમાં લગભગ દોઢ લાખથી વધારે પદ પર ક્યારેય ભરતી નહીં થાય. સરકારના જણાવ્યા અનુસાર, ખતમ કરવામાં આવેલા પદો બિનજરૂરી હતા અને આધુનિકીકરમના કારણે ગ્રુપ સી અને ડીવાળા પદની હવે કોઈ જરૂર નથી.

હાલના સમયમાં આ પદ પર કામ કરી રહેલા લોકો રેલ્વેના અલગ અલગ વિભાગમાં સમાવેશ કરી લેવામાં આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર પદ હટાવવા પડ્યા કારણ કે, આધુનિકીકરણ અને ડિજીટલ વ્યવસ્થાને કારણે આ પદની જરૂર રહેતી નથી. રેલ્વે બોર્ડના દસ્તાવેજ મુજબ નાણાકીય વર્ષે ૨૦૧૫-૧૬થી ૨૦૨૦-૨૧ની વચ્ચે રેલ્વેમાં તમામ ૧૬ ઝોનમાં ૫૬,૮૮૮ પદને સમાપ્ત કરવામા આવ્યા હતા. આ ઉપરાંત રેલ્વે બોર્ડે આ સમયગાળમાં ૧૫,૪૯૫ પદને ખતમ કરવાની મંજૂરી આપી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, રેલ્વે બોર્ડે સંબંધિત સમયગાળા દરમિયાન ૮૧,૩૦૩ પદ ખતમ કરવાનો પ્રસ્તાવ મોકલ્યો છે. જેના પર અંતિમ ર્નિણય આવવાનો બાકી છે. ઝોનલ રેલ્વે નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે કર્મચારી-અધિકારીઓના કામ અધ્યયનની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. ત્યાર બાદ રેલ્વે બોર્ડની મંજૂરી મળતા બીજા પદ પણ સમાપ્ત કરી દેવામાં આવશે. એક અનુમાન મુજબ આ સંખ્યા નવથી દશ હજાર સુધી પણ હોઈ શકે છે.

રેલ્વે બોર્ડના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, પદને સમાપ્ત કરવાની પ્રક્રિયા અધિકારીઓ અને કર્મચારીઓના કાર્યને અધ્યયન પ્રદર્શનના આધારે કરવામા આવી રહ્યું છે. આઉટસોર્સિંગના કારણે રેલ્વેમાં સ્વીકૃત પદની સંખ્યા ઓછી થઈ રહી છે. રેલ્વેના કર્મચારીઓની વિશાળ સંખ્યા વેતન અને પેન્શનના કેસમાં એક મોટો બોઝ સાબિત થઈ રહી છે. રેલ્વેને તેની કમાણીનો એક તૃત્યાંશ ભાગ કર્મચારીઓના પગાર અને પેન્શન પર ખર્ચ કરવો પડે છે. હાલમાં તેને પ્રત્યેક એક રૂપિયામાંથી ૩૭ પૈસા કર્મચારીઓના વેતન અને ૨૬ પૈસા પેન્શન પર ખર્ચ કરવો પડે છે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button