કોંગ્રેસ ચિંતન શિબિરમાં ગાંધી પરિવાર કરતાં વધુ મહત્ત્વ સુભાષચંદ્ર બોઝની સાથે ભગત સિંહ અને સરદાર પટેલને પણ અપાય
ઉદયપુરમાં ચાલતી કોંગ્રેસ ચિંતન શિબિરમાં આ વખતે લગાવવામાં આવેલાં પોસ્ટર્સ ખાસ છે. સામાન્ય રીતે કોંગ્રેસની શિબિરો, અધિવેશ અથવા સંમેલનમાં પોસ્ટરોમાં મહાત્મા ગાંધીજી, જવાહરલાલ નેહરુની સાથે ગાંધી પરિવારને અથવા સંબંધિત રાજ્યના મુખ્યમંત્રી મહત્ત્વ આપવામાં આવતું હોય છે. આ વખતે રસ્તાની બંને બાજુ લગાવવામાં આવેલાં પોસ્ટરમાં મહાત્મા ગાંધી, પંડિત જવાહર લાલ નેહરુ, મનમોહન સિંહની સાથે સ્વાતંત્ર્ય સેનાનીઓને પણ બરાબરનું મહત્ત્વ આપવામાં આવ્યું છે. પોસ્ટરમાં કોંગ્રેસનું ઈનોવેશન ચર્ચાનો વિષય છે. જાેકે ભાજપ એને નેહરુ-ગાંધી પરિવારની છાયામાંથી બહાર નીકળવામાં નિષ્ફળ માની રહ્યો છે.
સામાન્ય રીતે કોંગ્રેસના કાર્યકમોમાં પોસ્ટરમાં ગાંધી પરિવાર અને મુખ્યમંત્રી-પ્રદેશ અધ્યક્ષના ચહેરા જાેવા મળતા હોય છે. એના માટે કોંગ્રેસ પર ઘણીવાર પરિવારવાદનો આરોપ પણ લાગ્યો છે. ભાજપે ઘણી વખત આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ પંડિત નેહરુ, ઈન્દિરા ગાંધી, સોનિયા ગાંધીને યાદ કરે છે, પરંતુ પીવી નરસિમ્હા રાવ, સુભાષ ચંદ્ર બોઝ, લાલા લાજપતરાય જેવા નેતાઓ અને સ્વાતંત્ર્ય સેનાનીઓનું યોગદાન ભૂલી ગઈ છે. રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે કોંગ્રેસે આ પોસ્ટર દ્વારા પરિવારવાદના આરોપનો મૌન રીતે જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે. ઉદયપુર એરપોર્ટથી લઈને શહેરમાં ઘણી જગ્યાએ નવાં પોસ્ટર્સ લગાવવામાં આવ્યાં છે.
પોસ્ટરમાં કોની સાથે કોણ દેખાયું,૧. મનમોહન સિંહની સાથે પીવી નરસિમ્હા રાવ,૨. મૌલાના અબ્દુલ કલામ આઝાદની સાથે બાબા સાહેબ ભીમરાવ આંબેડકર,૩. ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સાથે લાલબહાદુર શાસ્ત્રી,૪. ગોપાલ કૃષ્ણ ગોખલે સાથે ભગત સિંહ,૫. પંડિત જવાહર લાલ નેહરુ સાથે સરદાર વલ્લભભાઈ પટેલ,૬. લાલા લાજપતરાય સાથે મહાત્મા ગાંધી,૭. રવીન્દ્ર નાથ ટાગોર સાથે સુભાષચંદ્ર બોઝ,૮. સરોજિની નાયડુ પણ પોસ્ટરમાં સામેલ પાર્ટીએ આ મોટા અને જૂના નેતાઓ અને સ્વાતંત્ર્ય સેનાનીઓને હંમેશાં યાદ રાખ્યા છે. ભાજપ અને ઇજીજી વાળા આઝાદીની લડાઈમાં દૂર-દૂર સુધી દેખાયા ન હતા. હવે વાતો કરે છે અને આરોપો લગાવે છે. – અજય માકન, પ્રભારી
કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જૂન ખડગે કહ્યું કે ભાજપ રાષ્ટ્રવાદનો દેખાડો કરે છે. અમારા નેતાઓએ આઝાદી માટે કુરબાની આપી. ત્યારે સંઘવાળા અને ભાજપના કયા નેતા સામેલ થયા હતા? અમારા નેતાઓને હંમેશાં યાદ રાખવામાં આવશે.
જયારે પ્રદેશ અધ્યક્ષ સતિશ પૂનિયાએ કહ્યું કે આ કોંગ્રેસની નેહરુ-ગાંધી પરિવારવાદમાંથી બહાર આવવાનો નિષ્ફળ પ્રયત્ન છે. કોંગ્રેસે સુભાષચંદ્ર બોઝને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બનતા રોક્યા હતા. નરસિમ્હા રાવ જે સન્માનના હકદાર હતા, તે હક તેમને કદી આપવામાં આવ્યો નહીં. મહાપુરુષોના પોસ્ટર તેમના નેતાઓ સાથે લગાવવા તે માટે એક દેખાડો છે.