મનોરંજન

રિતિક રોશન ૧૭ વર્ષ નાની સબા આઝાદના પ્રેમમાં પડ્યો

બોલિવુડ એક્ટર રિતિક રોશન અને સબા આઝાદે પોતાના રિલેશનશિપ સ્ટેટસને લઈને બઝ બનાવી રાખ્યું છે. પહેલા જ્યારે-જ્યારે બંને ડિનર ડેટ પર સાથે જાેવા મળ્યા હતા, ત્યારથી જ ફેન્સ બંનેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ્‌સને જાેઈને ખુશ થઇ રહ્યા છે, તેમજ ફેન્સ એ આશા રાખીને બેઠા છે કે બંને જલદીથી જ લગ્નના બંધનમાં બંધાઈ જશે.હાલમાં જ સબા આઝાદે એક કમેન્ટની સાથે ક્યાંકને ક્યાંક રિતિક રોશન સાથે પોતાના રિલેશનશિપ સ્ટેટસની પુષ્ટિ કરી દીધી છે.

વાસ્તવમાં સબા આઝાદે તેના નવા પ્રોજેક્ટની શુભેચ્છા આપતા કમેન્ટ કરી. સબા૦ આઝાદે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાની આગામી ફિલ્મની જાહેરાત કરી હતી. ફિલ્મનું નામ છે ‘મિનિમમ’. આ એક શરણાર્થી ઇન્ડિયન ડ્રામા ફિચર છે. સબા આઝાદે આ પોસ્ટ શેર કરતાની સાથે જ રિતિક રોશને કમેન્ટ કરીને લખ્યું, ‘હા હા, તું તેમાં શાનદાર દેખાશે ઓહ ઓહ!’ જેના પર સબા આઝાદે રિપ્લાય આપ્યો, ‘હા હા, ફિંગર ક્રોસ મોન અમોર(મારા પ્રેમ)’.

સબા આઝાદે નવા પ્રોજેક્ટની જાહેરાત કરતા લખ્યું, મારો આગામી પ્રોજેક્ટ ઇન જેમ લોકોની સાથે છે. આજે અમે વેરાયટીનો ભાગ બન્યા છે. સબા આઝાદ, નમિત દાસ, ગીતાંજલિ કુલકર્ણી, રૂમાના, અમે બધા ‘મિનિમમ’ ભાગ હોઈશું. બેલ્જિયમના શરણાર્થી ઇન્ડિયન ડ્રામા પર આ ફિલ્મ આધારિત છે. આને પ્લટૂન વન ફિલ્મ્સ અને ઇલાનાર ફિલ્મ્સ બંને મળીને પ્રોડ્યુસ કરશે. શીલાદિત્ય બોરા અને રાધિકા લાવૂ પણ તેને પ્રોડ્યુસ કરશે. ફિલ્મની શૂટિંગની શરૂઆત જૂન ૨૦૨૨મા થશે. રૂમાનાનું આ ડાયરેક્ટોરિયલ ડેબ્યૂ છે. આ એક ઇન્ટરનેશનલ ડ્રામા ફિલ્મ હશે.

રિતિક રોશન અને સબા આઝાદ, બંનેમાંથી કોઈએ પણ પોતાનું રિલેશનશિપ સ્ટેટસ કન્ફોર્મ કર્યું નહોતું. ફેન્સ ફક્ત બંનેને આઉટિંગ પર જ સાથે જાેતા હતા. હાથોમાં હાથ નાખીને એરપોર્ટ પર જાેતા હતા. તેના પરથી જ ફેન્સે અંદાજાે લગાવી લીધો હતો કે, બન્નેની વચ્ચે દોસ્તીથી વધીને ઘણું છે ઘણું છે જે ચાલી રહ્યું છે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button