વ્યાપાર
ફોર્બ્સના ગ્લોબલ-૨૦૦૦ લિસ્ટમાં રિલાયન્સની છલાંગ
ફોર્બ્સે દુનિયાભરની કંપનીઓની ‘ગ્લોબલ-૨૦૦૦’ નામની યાદી જાહેર કરી છે. આ યાદીમાં ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ બે સ્થાનના ઉછાળા સાથે હવે ૫૩મા ક્રમે પહોંચી ગઈ છે. આ યાદીમાં ઉર્જા અને બેન્કીંગ ક્ષેત્રમાંથી અનેક ભારતીય કંપનીઓને સામેલ કરવામાં આવી છે.
ફોર્બ્સે ૨૦૨૨ માટે ટોચની ૨૦૦૦ કંપનીઓનું રેન્કીંગ જાહેર કર્યું છે. આ યાદીમાં વેચાણ, લાભ, પરિસંપત્તિ અને બજાર મૂલ્યાંકન જેવા માપદંડના આધારે દુનિયાભરની સૌથી મોટી કંપનીઓ સ્થાન મેળવે છે.
આ યાદીમાં રિલાયન્સે ભારતીય કંપનીઓમાં ટોચનું સ્થાન મેળવ્યું છે જ્યારે એસબીઆઈ બીજા સ્થાને છે. યાદીમાં જાેડાનારી નવી કંપનીઓમાં અદાણીની અદાણી એન્ટરપ્રાઈઝીસ લિમિટેડ, અંદાણી ટ્રાન્સમિશન લિમિટેડ અને અદાણી ટોટલ ગેસ લિમિટેડ પણ સામેલ છે.