કેજરીવાલ હવે દક્ષિણ ભારતમાં એન્ટ્રી લેવા જઈ રહ્યા છે, કેરલમાં ટ્વેંટી-૨૦ પાર્ટી સાથે ગઠબંધન કર્યું

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કેરલમાં રાજકીય પગપેસારો કરવાની યોજના બનાવી છે. જે અંતર્ગત રોજ વેપારી ગ્રુપ દ્વારા સંચાલિત રાજકીય પાર્ટી ટ્વેંટી-૨૦ સાથે પોતાની પાર્ટીના રાજકીય ગઠબંધનની જાહેરાત કરી છે.
અરવિંદ કેજરીવાલે રાજ્યના મુખ્યધારાના રાજકીય દળો પર આરોપ લગાવ્યો છે કે, તેઓ યુવાનોને રોજગાર આપવાના રસ દાખવતા નથીય કિટેક્સ ગ્રુપ દ્વારા સંચાલિત રાજકીય પાર્ટી ટ્વેંટી ૨૦ દ્વારા આયોજીત એક જાહેર સભામાં ભાગ લેતા કેજરીવાલે કહ્યું કે, આ રાજકીય પાર્ટી રાજ્યમાં યુવાનોને નોકરીઓ આપતા નથી. કારણ કે, તે એવા લોકો ઈચ્છે છે જે રાજકીય દંગા અને ગુંડાગીરી ફેલાવી શકે.
અરવિંદ કેજરીવાલે કેટલાય પ્રોજેક્ટનો હવાલો આપતા કહ્યું કે, તેમની સરકારે દિલ્હીમાં ૧૨ લાખ લોકોને રોજગારી આપી છે. કેજરીવાલે કહ્યું કે, અન્ય પાર્ટીના લોકો આ રાજ્યમાં બાળકોને નોકરીઓ નહીં આપે, તે શિક્ષણ નહીં આપે કારણ કે, તેઓને એવા લોકો જાેઈએ છે, જે રમખાણો કરાવે, જે ગુંડાગીરી ફેલાવે, અમે સભ્ય લોકો છીએ, અમે તેમની પાસે કંઈ કરાવા નથી માગતા, અમે આવા પ્રકારની પ્રથામાં સામેલ થવા નથી માગતા. બંને પાર્ટીએ હાથ મિલાવ્યા બાદ આ ગઠબંધનને પીપુલ્સ વેલફેર અલાયંસનું નામ આપ્યું છે.