જીવનશૈલી

આસામમાં પુરના કારણે જનજીવન ઠપ્પઃ પુરના પાણીમાં રેલ્વે ટ્રેક તણાયા, હજારો લોકોનું રેસ્ક્યુ કરાયું

આસામમાં ૨-અરૂણાચલ પ્રદેશમાં ૫ના મોત રાહત અને બચાવ કાર્ય ચાલું

આસામમાં સતત થઈ રહેલા વરસાદના કારણે કેટલાય વિસ્તારોમાં ભારે પુર અને ભૂસ્ખલનથી સામાન્ય જનજીવન ઠપ્પ થઈ ગયું છે. રાજ્યમાં લગભગ ૨૦ જિલ્લામાં ૧.૯૭ લાખ લોકો તેનાથી પ્રભાવિત થયા છે. આસામ અને પાડોશી રાજ્યો મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં પણ છેલ્લા કેટલાક દિવસથી થઈ રહેલા વરસાદના કારણે નદીમાં પાણીનું સ્તર વધી ગયું છે અને કોપિલી નદીમાં પાણી ખતરાના નિશાનથી ઉપર જઈ રહ્યું છે. આસામમાં ભારે વરસાદના અને ભૂસ્ખલનના કારણે દીમા હસાઓ જિલ્લાના હાફલોંગ સ્ટેશન પાણીમાં ડૂબી ગયું છે. પુરથી આ સ્ટેશનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, કેવી રીતે પુરના પાણથી રેલ્વેના પાટા પલ્ટાઈ ગયા. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના રિપોર્ટ અનુસાર એકલા કછાલમાં ૫૧,૩૫૭ લોકો પ્રભાવિત થયા છે. વર્ષનો પ્રથમ વરસાદ હોવાના કારણે ૪૬ તાલુકાના ૬૫૨ ગામડા પ્રભાવિત થયા છે અને પુરના પાણીથી ૧૬,૬૪૫.૬ હેક્ટર પાક બરબાદ થઈ ગયો છે. પુરથી પ્રભાવિત વિસ્તારોમાં મદદ માટે સરકારે ભારતીય સેના, અર્ધ સૈનિક દળ, ફાયર અને ઈમરજન્સી સેવાઓ, એસડીઆરએફ, નાગરિક પ્રાશાસન અને પ્રશિક્ષિત લોકોને રેસ્ક્યૂ માટે તૈનાત કર્યા છે. લોકોને પુરથી પ્રભાવિત વિસ્તારમાંથી કાઢીને રાહત કેમ્પમાં લઈ જવામાં આવ્યા છે.

બ્રહ્મપુત્ર નદીનું જળસ્તર જાેરહાટ જિલ્લાના નીમિતઘાટ અને નાગાંવ જિલ્લાના કામપુર ક્ષેત્રની કોપિલી નદીમાં ભયજનક નિશાનથી ઉપર વહી રહી છે. નાગાંવ જિલ્લાના કામપુર વિસ્તારમાં પૂરની સ્થિતિને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. ન્યૂ કુજંગ, ફિયાંગપુઇ, મૌલહોઈ, નામજુરંગ, દક્ષિણ બગેતર, મહાદેવ ટીલા,કાલીવાડી, ઉત્તરી બગેતર , સિયોન અને લોદી પંગમૌલ ગામમાં ભૂસ્ખલનની સૂચના મળી હતી.ભારે ભૂસ્ખલન અને સતત વરસાદને પગલે પાટા ઉપર પાણી ભરાઈ જવાને કારણે આસામના લુમડિંગ- બદરપુરના પહાડી ખંડ વિસ્તારમાં ફસાયેલી બે ટ્રેનમાં ૨૮૦૦ મુસાફરોને કાઢવામાં આવ્યા. હતા આ બચાવ કાર્ય માટે વાયુ સેના અને અન્ય એજન્સીઓની મદદથી કરવામાં આવ્યા હતા. પૂર્વોત્તર સીમાંત રેલ્વેના પ્રવક્તાએ જાણકારી આપી હતી કે મુસાફરોને વાયુસેના દ્વારા સુરક્ષિત કાઢવામાં આવ્યા હતા. કારણ કે શનિવારથી સતત થઈ રહેલા વરસાદને પગલે બચાવ કાર્યમાં અવરોધ આવ્યો હતો.

એનએફઆરના પ્રવક્તાએ ગુવાહાટીમાં કહ્યું હતું કે પ્રભાવિત ક્ષેત્રમાં શનિવારથી ખંડની નજીક ૧૮ ટ્રેન રદ કરવામાં આવી છે અને ૧૦થી વધુ ટ્રેનને કેટલાક સમય માટે રદ કરવામાં આવી છે. સતત વરસાદ હોવા છતાં પાટાનું સમારકામ પણ ચાલું છે. દીમા હસાઓ જિલ્લાના મુખ્યમથક હાફલોંગના અહેવાલમાં જણાવાયું છે કે ન્યૂ હાફલોંગ રેલ્વે સ્ટેશનનો મોટા ભાગનો હિસ્સો પાણીમાં ડૂબી ગયો છે અને ત્યાં ફસાઈ ગયેલી ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ છે. સતત વરસાદ અને ભૂસ્ખલનને પગલે ઘણા સ્થળે રોડ રસ્તા ધોવાઈ જતા સ્થાનિક લોકોનો સંપર્ક પણ તૂટી ગયો છે. સરકાર દ્વારા રાહત અને બચાવ માટે ભારતીય સેના , અર્ધસૈનિક દળો, ફાયર તથા એસડીઆરએફ અને તાલીમબદ્ધ સ્વયંસેવકને પણ તૈનાત કરવામાં આવ્યા છે. હાલમાં આસામમાં અતિશય વરસાદ થઈ રહ્યો છે જ્યારે દેશના અન્ય ભાગોમાં લોકો તીવ્ર ગરમીનો માર સહન કરી રહ્યા છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના રિપોર્ટ અનુસાર એકલા કાછલમાં ૫૧,૩૫૭ લોકો પ્રભાવિત થયા છે. પૂરને કારણે ૪૬ મહેસૂલ વિભાગના ૬૫૨ ગામો પ્રભાવિત થયા છે અને ૧૬,૬૪૫.૬૧ હેક્ટર પાકની જમીન પૂરના પાણીથી ધાવાઇ જતા ભારે નુકસાન થયું છે.

આસામમાં અવિરત વરસાદને કારણે વિવિધ વિસ્તારોમાંથી પૂરની ચિંતાજનક તસવીરો સામે આવી છે. આસામના નાગાંવમાં વરસાદને કારણે પૂરની સ્થિતિ છે. નાગાંવના કામપુરના ઘણા વિસ્તારોમાં વરસાદ બાદ બધે પાણી જ પાણી દેખાય છે.

દરમિયાન મોસમ વિભાગે કેરળમાં ચોમાસું તેના સમય કરતાં પાંચ દિવસ અગાઉ પ્રવેશે તેવી આગાહી કરી છે. આ અઠવાડિયે જ ઉત્તરાખંડ, મેઘાલય, આસામ અને કેરળમાં વરસાદ પડવાનું અનુમાન છે. બીજી બાજુ રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતમાં આકરી ગરમી અને લૂના પ્રકોપ વચ્ચે અનેક વિસ્તારોમાં તાપમાન ૪૯.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. યુપીના બાંદામાં પણ તાપમાન ૪૯ ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું છે. જાેકે દિલ્હીમાં આજે સવારથી જ મોસમનો મિજાજ ફરી ગયો છે. રાજધાની દિલ્હી અને એનસીઆરમાં વાદળ છવાયા છે. આ વિસ્તારોમાં પણ ભારે પવન સાથે આંધી અને વરસાદ પડી શકે છે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button