Uncategorized

ધો.૧૦નું આવતા અઠવાડિયે પરિણામ જાહેર થશે

ગુજરાત બોર્ડ ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓની પરિણામની રાહ હવે પૂરી થવા જઈ રહી છે. કારણ કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ટૂંક સમયમાં ધોરણ ૧૦નું પરિણામ જાહેર કરવા જઈ રહ્યું છે.એવી સંભાવના છે કે આ પરિણામ બોર્ડ આવતા અઠવાડિયે જાહેર કરશે. એ યાદ રહે કે ગુજરાત બોર્ડ દ્વારા ૨૮ માર્ચથી ૦૯ એપ્રિલ ૨૦૨૨ દરમિયાન દસમાની પરીક્ષાઓ લેવામાં આવી હતી.

હકીકતમાં રિપોર્ટ્‌સ અનુસાર, તે ૨૦ મે થી ૨૬ મે સુધી ધોરણ ૧૦નું પરિણામ જાહેર કરવાની યોજના બનાવી રહ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડે ૧૦માનું પરિણામ જાહેર કરવાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. બસ બોર્ડ મૂલ્યાંકન પ્રક્રિયા પૂર્ણ કરવાના છેલ્લા તબક્કામાં છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડે ધોરણ ૧૨નું પરિણામ જાહેર કરી દીધું છે. બોર્ડ દ્વારા ૧૨મી એટલે કે એચએસસીનું પરિણામ ૧૨મી મે ના રોજ જાહેર કરવામાં આવ્યું છે. ઘણીવાર એવું જાેવા મળે છે કે ૧૨માના પરિણામના ૧૫ દિવસમાં બોર્ડ ૧૦માનું પરિણામ જાહેર કરી દે છે. આ મુજબ ૧૦નું પરિણામ ૨૬ કે ૨૮ મે સુધીમાં આવી શકે છે. જાેકે, પરિણામની તારીખ અંગે બોર્ડ દ્વારા કોઈ માહિતી જારી કરવામાં આવી નથી.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button