દેશના ૧૬માં રાષ્ટ્રપતિ ચૂંટણી ૧૮ જુલાઇના રોજઃ૨૯ જૂન સુધી ઉમેદવારી નોંધાવી શકશે.

વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ ૨૪ જુલાઈએ પૂરો થઈ રહ્યો છે ત્યારે ભારતીય ચૂંટણી પંચે દેશના આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી માટેનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. ભારતના નવા રાષ્ટ્રપતિએ ૨૫ જુલાઈ સુધીમાં શપથ લેવાના છે. વર્ષ ૨૦૧૭માં રાષ્ટ્રપતિની ચૂંટણી ૧૭મી જુલાઈએ યોજાઈ હતી અને ૨૦મી જુલાઈએ મતગણતરી થઈ હતી. ચુંટણી પંચના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિની ચુંટણી માટ ઉમેદવારીપત્રકો ભરવાનો છેલ્લો દિવસ – ૨૯ જૂન રહેશે,મતદાન ૧૮ જુલાઈના રોજ થશે મત ગણતરી- ૨૧ જુલાઈ યોજાશે
ભારતીય બંધારણના અનુચ્છેદ ૬૨ નો ઉલ્લેખ કરીને, આગામી રાષ્ટ્રપતિની પસંદગી માટેની ચૂંટણી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મુદત પૂરી થાય તે પહેલા પૂર્ણ થવી જાેઈએ. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં, સંસદના બંને ગૃહોના સભ્યો સિવાય, તમામ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો, રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીની વિધાનસભાના સભ્યોએ મતદાન કર્યું હતું. રાજ્યસભા, લોકસભા અથવા વિધાનસભાના નામાંકિત સભ્યોને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરવાનો અધિકાર નથી. તેવી જ રીતે, રાજ્યોની વિધાન પરિષદના સભ્યોને પણ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેવાનો અધિકાર નથી.
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે આજે અહીં એક પત્રકાર પરિષદમાં કહ્યું કે રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. ચૂંટણીમાં મતદાન માટે ખાસ શાહી વાળી પેન આપવામાં આવશે. મત આપવા માટે તમારે ૧,૨,૩ લખીને તમારી પસંદગી જણાવવી પડશે. જાે પ્રથમ પસંદગી જણાવવામાં નહીં આવે, તો મત રદ કરવામાં આવશે. તે જ સમયે, આ સમય દરમિયાન રાજકીય પક્ષોમાંથી કોઈ વ્હીપ જઈ શકશે નહીં. સંસદ અને વિધાનસભાઓમાં મતદાન થશે. રાજ્યસભાના મહાસચિવ ચૂંટણી પ્રભારી હશે. આ ઉપરાંત કોરોના પ્રોટોકોલનું પાલન કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે.
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સાંસદોના મતની કિંમતનું ગણિત અલગ છે. સૌ પ્રથમ, તમામ રાજ્યોની વિધાનસભાના ધારાસભ્યોના મતોનું મૂલ્ય ઉમેરવામાં આવે છે. આ સામૂહિક મૂલ્યને રાજ્યસભા અને લોકસભાના કુલ સભ્યોની કુલ સંખ્યા વડે ભાગવામાં આવે છે. આ રીતે મેળવેલ નંબર એ સાંસદના વોટનું મૂલ્યહોય છે.
દેશમાં કુલ ૭૭૬ સાંસદો છે (લોકસભા અને રાજ્યસભા સહિત),દરેક સાંસદના વોટની કિંમત ૭૦૮ છે.,દેશમાં કુલ ૪૧૨૦ ધારાસભ્યો છે.દરેક રાજ્યના ધારાસભ્યના મતનું મૂલ્ય અલગ-અલગ હોય છે. ઉદાહરણ તરીકે, ઉત્તર પ્રદેશના ધારાસભ્યના મતનું મૂલ્ય ૨૦૮ છે.રાષ્ટ્રપતિ બનવા માટે કોઈપણ ઉમેદવાર માટે ૫૪૯૪૪૧ જરૂરી છે.
ધારાસભ્યના કિસ્સામાં, જે રાજ્યના ધારાસભ્ય છે ત્યાંની વસ્તી જાેવામાં આવે છે. આ સાથે જે તે રાજ્યની વિધાનસભાના સભ્યોની સંખ્યાને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. મૂલ્યની ગણતરી કરવા માટે, રાજ્યની વસ્તીને ધારાસભ્યોની કુલ સંખ્યા વડે ભાગવામાં આવે છે. આ રીતે મેળવેલ સંખ્યાને પછી ૧૦૦૦ વડે ભાગવામાં આવે છે. હવે જે આંકડો ઉપલબ્ધ છે તે રાજ્યના ધારાસભ્યના મતનું મૂલ્ય છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સૌથી વધુ મત મેળવવું એ વિજય નક્કી કરતું નથી. રાષ્ટ્રપતિ તે બને છે જે મતદારોના મતોના કુલ વજનના અડધાથી વધુ એટલે કે સાંસદો અને ધારાસભ્યોના મત મેળવે છે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઈલેક્ટોરલ કોલેજના સભ્યોના મતોનું કુલ વજન ૧૦૯૮૮૮૨ છે. ઉમેદવારને જીતવા માટે ૫૪૯૪૪૧ મત મેળવવાના રહેશે.
અંતિમ ચૂંટણીમાં રામનાથ કોવિંદેને ૬૫.૩૫% મત મળ્યા હતા. આવી સ્થિતિમાં એનડીએનો પ્રયત્ન રહેશે કે, આ વખતે પણ તેઓ આ આંકડા સુધી પહોંચી શકે. પીએમ મોદી ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક અને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી સાથે મુલાકાર કરી ચૂક્યા છે. એવું સમજી શકાય કે, તેમને મળીને રાષ્ટ્રપતિ ચૂંટણીમાં એનડીએ ઉમેદવાર માટે તેમનું સમર્થન માગ્યું છે. જાેકે, આ બંને નેતાઓ ઈચ્છે છે કે, પહેલા એનડીએ ઉમેદવારનું નામ જાહેર કરે ત્યારબાદ સમર્થનનો ર્નિણય કરીશું.