ગાંધીનગર GPCB ટીમ દ્રારા રાહુલ ટેક્ષટાઇલ અને રાજ ગોપાલ પ્રોસેસિંગ નો સફાયો

અમદાવાદ ની શોભા ગણાતા એવા રિવરફ્રન્ટ ને દુષિત કરવામાં કોઈ કશર ન છોડતી રાજ ગોપાલ પ્રોસેસિંગ અને રાહુલ ટેક્ષટાઇલ નો પર્દાફાશ
અમદાવાદ ની આન બાન અને સાન ગણાતા એવા જો રિવરફ્રન્ટ વિસ્તાર ની વાત કરવામાં આવે તો તેને દુષિત કરવામાં કોઈપણ કસર નથી છોડી રાજગોપાલ પ્રોસેસિંગ અને રાહુલ ટેક્ષટાઈલ કંપનીએ પણ જેમ પાપ છાપરે ચડીને પોકારે તેમ આ કંપની ઉપર આખરે GPCB .વિજિલન્સ ટિમ દ્રારા એક સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું જેમાં કંપની ના વેસ્ટ વોટર સેમ્પલ લેવામાં આવીયા હતા સાથે સાથ GPCB અધિકારીઓ દ્વારા તપાસ કરતા રિવરફ્રન્ટ વિસ્તારમાં 10.થી 15 ફુટ ગેરકાયદે પાઇપ લાઈન આપીને આ કંપનીઓ દ્રારા રિવરફ્રન્ટ વિસ્તારમાં તેમનું કેમિકલ્સ યુક્ત પાણી નો નિકાલ કરવામાં આવતો હતો GPCB ના અધિકારીઓ એ આ સર્ચ ઓપરેશન રાતના સમયે પાર પાળ્યું હતું અને કાયદેસરની કાર્યવાહી કરી હતી
જો કંપની ની વાત કરવામાં આવે તો આ કંપની જ્યાં આવેલી છે ત્યાં રેસિડેન્ટ વિસ્તાર પણ છે અને સવથી મોટી જો સુરક્ષાની વાત કરવામાં આવે તો આ કંપની માં જીવતા બોમ્બ સમાન હૅવી બોયલર પણ ચાલેછે જે ક્યારે પણ મોટી હોનારત સર્જિ શકેછે એટલા માટે ત્યાંની પબ્લિક ની એવી માંગ છે કે આવી કંપનીઓ હંમેશ માટે બંધ થાય જેથી કરીને ગરીબ પ્રજા તેમના મકાન માં સુરક્ષિત રહી શકે
NS NEWS