આરોગ્યગુજરાત

આજરોજ રામપુરા પ્રાથમિક શાળા માં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો

આજરોજ રામપુરા પ્રાથમિક શાળા માં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો

“બાળકોના શિક્ષણમાં પ્રથમ પગલાનો ઉત્સવ- શાળા પ્રવેશોત્સવ”

કાર્યક્રમ અંતર્ગત વડોદરાના રામપુરા ની પ્રાથમિક શાળામાં સામૂહિક પ્રવેશોત્સવ કાર્યક્રમમાં યોજવામાં આવ્યો, શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું, ત્યારે પ્રવેશ મેળવનાર બાળકોને અભ્યાસ માટે પ્રોત્સાહિત કર્યા, ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી. બાળકો ને ઇનામ રૂપે નોટબુક નું વિતરણ કરવામાં આવ્યું, આમંત્રિત મહેમાનો અને બાળકો દ્વારા વૃક્ષા રોપાણ પણ કરવામાં આવ્યું હતું
કાર્યક્રમ માં વડોદરા ના અનગઢ જીલ્લા પંચાયત સદસ્ય હંસાબેન રાજુભાઇ ગોહિલ, ધનોરા-રામપુરા ડેપ્યુટી સરપંચ નયનાબેન સંજયભાઈ ગોહિલ ,પંચાયત સભ્ય તેજલબેન રમણભાઈ ગોહિલ સાથે રાજુભાઇ ગોહિલ અને ભાજપ તાલુકા યુવા મોરચા મહામંત્રી મયુરસિંહ ગોહિલ, ગામના આગેવાનો સહિત રામપુરા પ્રાથમિક શાળા ના આચાર્ય સહ સમગ્ર શિક્ષકો આ કાર્યક્રમ માં ઉપસ્થિત રહ્યા હતા.

 

આર્યનસિંહ ઝાલા

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button