જયંત એગ્રો ઓર્ગેનિક્સ કંપની દ્વારા વરસાદી ઋતુ માં રાત્રી ના સમયે ખુલ્લા માં વેસ્ટ કેમિકલ્સ પ્રવાહી છોડવામાં આવ્યું! GPCB દ્વારા 7 દિવસ થી બાદ સ્થળ મુલાકાત કરવામાં આવી !
વડોદરા ના ધનોરા ખાતે આવેલ જયંત એગ્રો ઓર્ગેનિક્સ
કંપની દ્વારા કેમિકલ્સ યુક્ત પ્રવાહી ખુલ્લા માં છોડી દેવામાં આવ્યું, વરસાદી ઋતુ નો લાભ લઇ જયંત એગ્રો ઓર્ગેનિક્સ કંપની દ્વારા પ્લાન્ટ ના પાછળ ના ભાગ માં પાઇપ લાઇન મૂકીને વેસ્ટ કેમિકલ્સ યુક્ત પ્રવાહી છોડી દેવામાં આવતું હોય છે, આ કેમિકલ્સ વેસ્ટ પ્રવાહી સીધું ભૂગર્ભ માં ઉતરે છે જેના લીધે ભૂગર્ભ જળ પ્રદુષિત થાય છે, જાગૃત નાગરિક દ્વારા આ બાબતે વડોદરા પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ માં ફરિયાદ આપવામાં આવી હતી પરંતુ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ ના અધિકારી સ્થળ મુલાકાતે આવ્યા નહતા, રામપુરા ગામ ના જાગૃત નાગરિક દ્વારા મેઈલ ના માધ્યમ થી મુખ્યમંત્રી અને પર્યાવરણ મંત્રી ને રજુઆત કરતા વડોદરા પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ ના અધિકારીઓ 7 દિવસ બાદ તાત્કાલિક જયંત એગ્રો ઓર્ગેનિક્સ કંપની માં પોહચ્યા હતા, પ્રાપ્ત વિગત અનુસાર પ્રદુષણ મામલે GPCB ના અધિકારી એ કંપની સત્તાધીશો ને નોટિસ ફટકારી હતી, અને તાત્કાલિક પ્રદુષિત જગ્યા ક્લીન કરવા જણાવેલ, આજ રોજ જયંત એગ્રો ઓર્ગેનિક્સ કંપની દ્વારા વેસ્ટ કેમિકલ્સ પ્રવાહી છોડેલ જગ્યા એ માણસો દ્વારા વેસ્ટ કેમિકલ્સ નો જથ્થો કોથળામાં ભરાવ્યો હતો,
વધુ માં આ કંપની દ્વારા ચીમની માંથી બેફામ વેસ્ટ ડસ્ટ પણ છોડવામાં આવે છે,
રિપોર્ટર
આર્યનસિંહ ઝાલા