ક્રાઇમગુજરાત

નંદેસરી GIDC નું બેફામ પ્રદુષણ ! કેમિકલ્સ ઉદ્યોગો અને ETP પ્લાન્ટ નું વેસ્ટ કેમિકલ્સ પ્રવાહી સીધું મીની નદી માંથી મહીસાગર નદી પ્રદુષિત કરી રહ્યું છે.

નંદેસરી GIDC નું બેફામ પ્રદુષણ ! કેમિકલ્સ ઉદ્યોગો અને ETP પ્લાન્ટ નું વેસ્ટ કેમિકલ્સ પ્રવાહી સીધું મીની નદી માંથી મહીસાગર નદી પ્રદુષિત કરી રહ્યું છે.


નંદેશરી GIDC ના વેસ્ટ કેમિકલ પ્રદુષિત પ્રવાહી થી સ્થાનિકો પરેશાન, નંદેશરી GIDC માં આશરે 300 થી વધુ કેમિકલ ઉદ્યોગો આવેલા છે, અને આમાંના ઘણા કેમિકલ ઉદ્યોગો કંપનીનું વેસ્ટ કેમિકલ પ્રવાહી સીધે સીધું મીની નદી માં ઠાલવી દેતા હોય છે, આજ રોજ રામપુરા-અનગઢ મીની નદી માં વેસ્ટ કેમિકલ્સ પ્રવાહી પુષ્કળ પ્રમાણ માં જોવા મળ્યું છે, નંદેશરી ના ઉદ્યોગો દ્વારા છોડવામાં આવેલ કેમિકલ યુક્ત વેસ્ટ પાણી ના લીધે ખેડૂતો ની જમીન અને પીવાના પાણી પ્રદુષિત થયા છે, રામપુરા અનગઢ મીની નદી કિનારે ના સ્થાનિક ખેડૂતો ને ઘણી મોટી સમસ્યા નો સામનો કરવો પડી રહ્યો છે, વેસ્ટ કેમિકલ પ્રવાહી નંદેશરી GIDC માંથી ચામુંડાનગર સિંહાકુઈ થી વિસ્તાર માંથી સીધું મીની નદી માં છોડવામાં આવી રહ્યું છે,
આ વરસાદી ઋતુ માં નંદેસરી GIDC ના કેટલા ઉદ્યોગો અને નંદેસરી GIDC ના ETP પ્લાન્ટ માંથી કેમિકલ્સ વેસ્ટ પ્રવાહી ખુલ્લી વરસાદી કાંસ માં છોડી દેવામાં આવે છે, જે વેસ્ટ પ્રવાહી સીધું મીની નદી માં ભળી જાય છે, જેનાથી મીની નદી પ્રદુષિત થઈ છે, આ મીની નદી આગળ જતાં મહીસાગર નદી માં મળે છે, જેથી આ કેમિકલ્સ વેસ્ટ પ્રવાહી સીધું મહીસાગર નદી માં ભળી જવાથી માહિસાગર નદી પણ પ્રદુષિત થઈ રહી છે, મહીસાગર નદી માંથી વડોદરા ના લાખો લોકો ને પીવાનું પાણી મળી રહે છે, જો મહીસાગર નદી વધુ પ્રદુષિત થશે તો આ લાખો લોકો ને કેમિકલ્સ વેસ્ટ પ્રવાહી પીવાનો વારો આવશે.

વધુમાં નંદેસરી GIDC નો ETP પ્લાન્ટ કેપેસિટી થી વધારે ડંપ કરવામાં આવી રહ્યો છે જેનાથી ચોમાસાની ઋતુ માં તમામ કેમીકલ કચરો ધોવાઈને નદીઓ અને ભુગર્ભ માં જાય છે જે તમામ માનવજાતિ અને પશુપક્ષીઓ અને જળચર પ્રાણીઓ માટે ગંભીર ખતરો સાબિત થવાનો છે

વધુ માં પર્યાવરણ બચાવો જમીન બચાવો સમિતિ ના અધ્યક્ષ દીપકસિંહ વીરપુરા એ જણાવ્યું હતું કે આ કેમિકલ વેસ્ટ પાણી નંદેશરી GIDC ના ઘણા ઉદ્યોગો અને નંદેસરી GIDC ના ETP પ્લાન્ટ માંથી રાત્રી ના સમય નંદેશરી ના ઘણા લોકો ની મિલીભગત થી સીધે સીધું મીની નદી માં નાખી દેવામાં આવે છે, જેથી મીની નદી ની સાથે સાથે મહીસાગર નદી પણ પ્રદુષિત થઈ રહી છે,

આજ રોજ પર્યાવરણ બચાવો જમીન બચાવો સમિતિ દ્વારા GPCB, CPCB માં મેઈલ ના માધ્યમ થી ફરિયાદ કરવામાં આવી પરંતુ ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા પ્રદુષણ ઓકતા ઉદ્યોગો સામે કડક કાર્યવાહી નહીં કરવામાં આવતી એમ દેખાઈ આવે છે,

આર્યનસિંહ ઝાલા
વડોદરા

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button