વડોદરા ના કોયલી વિસ્તાર માં આવેલ સેબીક પ્લાસ્ટિક કંપની માં કર્મચારી નું મોત ! વળતર માટે કંપની ગેટ સામે ધરણા!
વડોદરા ના કોયલી વિસ્તાર માં આવેલ સેબીક પ્લાસ્ટિક કંપની માં કર્મચારી નું મોત ! વળતર માટે કંપની ગેટ સામે ધરણા!
વડોદરા ના કોયલી પાસે આવેલ સેબીક ઇનોવેટિવ પ્લાસ્ટિક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની માં છેલ્લા 22 વર્ષ થી કામ કરતા કર્મચારી નામે અલ્પેશભાઈ જસભાઈ ગોહિલ રહે કોયલી ગામ, તેઓ ગત રોજ ફરજ પતાવી કંપની માંથી ઘરે જવા નીકળતા કંપની ના ગેટ ની અંદર જ અચાનક ઢડી પડ્યા હતા, તેઓને ખાનગી હોસ્પિટલ માં સારવાર અર્થે લઈ જવામાં આવેલ ત્યાં હાજર તબીબ એ આ કર્મચારી ને મૃત જાહેર કરેલ, આ જાણ થતાં ની સાથેજ પરિવાર જનો સાથે ગામ ના સરપંચ હોસ્પિટલ પોહચ્યા હતા, મૃતદેહ પોસ્ટમોર્ટન માટે વડોદરા ની SSG હોસ્પિટલ માં લઇ જવામાં આવ્યો હતો, કંપની પ્રિમાઇસીસ માં કર્મચારી નું મોત થતા પરિવારજનો અને ગ્રામજનો માં આક્રોશ જોવા મળ્યો હતો, અને મૃતદેહ સ્વીકાર કરવાનો ઈન્કાર કરેલ.
(મૃતક- અલ્પેશભાઈ જસભાઈ ગોહિલ)
મૃતક કર્મચારી ના પરિવારજનો, કોયલી સરપંચ રણજીતસિંહ જાદવ, વડોદરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રવિણસિંહ ઝાલા, કોયલી માજી સરપંચ મિતેશભાઈ પટેલ, કોયલી માજી ડે,સરપંચ ઈબ્રાહીમભાઈ રાણા, સામાજિક કાર્યકર્તા વિરેન્દ્રસિંહ જાડેજા,લખનસિંહ દરબાર, અબ્દુલભાઇ પટેલ, સામાજિક આગેવાન નરેન્દ્રસિંહ પરમાર, યોગપલસિંહ ગોહિલ સાથે આજુબાજુના ગામના આગેવાનો ભેગા મળી કંપની સામે વળતર ની માંગ કરેલ,
સેબીક ઇનોવેટિવ પ્લાસ્ટિક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની સામે સુત્રોચાર કરી યોગ્ય વળતર ની માંગ કરેલ, મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પોહચી હતી, ગામ સરપંચ સહિત ના આગેવાનો કંપની માં મેનેજમેન્ટ ને યોગ્ય વળતર ની માંગ માટે વાતચીત કરી હતી લાંબી વાતચિત કર્યા પછી કંપની મેનેજમેન્ટ એ વળતર આપવા જણાવ્યું હતું, જો કે વળતર આપવા માટે કોઈ લેખિત બાંહેધરી આપી નહતી, પરિવારજનો ને વળતર આપવાનું જણાવતા ધરણા પર બેસેલ લોકો છુટ્ટા પડ્યા હતા, ત્યારબાદ પરિવાર જનો અને ગ્રામજનો દ્વારા મૃતદેહ ની અંતિમ વિધિ કરવામાં આવી, પરંતુ 22 વર્ષોથી કામ કરતા કામદાર ના વળતર માટે કંપની તરફ થી કોઈ લેખિત બાંહેધરી આપવામાં આવી નથી.
આર્યનસિંહ ઝાલા