ગુજરાત

અમદાવાદ શહેરમાં ભીડભાડવાળી જગ્યાઓએ નજર ચુકવી પૈસા, દાગીનાની ચોરી કરતી મહિલાને પકડી લઈ કુલ ૭ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ.

અમદાવાદ શહેરમાં ભીડભાડવાળી જગ્યાઓએ નજર ચુકવી પૈસા, દાગીનાની ચોરી કરતી મહિલાને પકડી લઈ કુલ ૭ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ.

અમદાવાદ શહેર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ભીડભાડવાળી જગ્યાઓએ ખિસ્સા કપાવવાના તેમજ પાકીટ તથા કિંમતી ચીજવસ્તુઓ પૈસા, દાગીના વિગેરેની ચોરીઓના બનાવો બનતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામેલ હોય અને આવા ગુના કરવાવાળા આરોપીઓ પોલીસ પકડથી દુર રહેતાં તે બાબતની ક્રાઈમ બ્રાન્ચે ગંભીર નોંધ લીધેલ અને આ ગુનાઓ અટકાવવા તેમજ આવા ગુનાઓનો ભેદ ઉકેલવા સારું અવાર નવાર શ્રી દીપન ભદ્રન નાયબ પોલીસ કમિશ્નર ક્રાઇમબ્રાંચ નાઓ દ્વારા સુચના આપવામાં આવેલ હોય મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી બી.વી.ગોહીલ નાઓના માર્ગદર્શન હેઠળ પો.ઇ. શ્રી આર.એસ.સુવેરા નાઓની ટીમના પો.સ.ઇ.શ્રી વાય.એમ.ગોહીલ, પો.સ.ઇ.શ્રી કે.કે.ડીંડોડ તથા સ્ટાફના માણસો અમદાવાદ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સ્ટાફના હે.કો.ભરતકુમાર શિવરામભાઇ તથા પો.કો.પ્રદીપસિંહ હઠીસિંહ નાઓને મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે તા.૨૯.૦૪.૨૦૧૯ ના રોજ અમરાઇવાડી હાટકેશ્વર બ્રીજ નીચેથી સીમા W/O નારણભાઇ રતીલાલ દંતાણી ઉ.વ.૨૫ રહે. મહાલક્ષ્મી ચાર માળીયા ઓ બ્લોક ઘર નં.પી/૫૩/૩૦૧ ચોથે માળ સ્વસ્તીક ચાર રસ્તા પાસે અમરાઇવાડી અમદાવાદ શહેર નાઓને પકડી પાડી તેની પાસેથી સોનાની એક જોડ બુટ્ટી, એક ડોકીયુ, ચાંદીના ૨ જોડ પગના વીંછીયા, લોકેટ તથા રોકડા રૂપિયા ૧૮૬૦૦/- અને જુદી જુદી વ્યકતીઓના આઇકાર્ડ નંગ- ૦૪ કિરૂ.૦૦/૦૦ મળી કુલ કિંમત રુપિયા ૫૫,૭૭૦/- ની મત્તાનો મુદ્દામાલ રિકવર કરેલ છે.
કુલ- ૭ ગુનાઓનો ભેદ ઉકેલાયો.

પકડાયેલ સીમા નારણભાઇ દંતાણીની પુછપરછ કરતાં તેણે છેલ્લા દોઢેક વર્ષના સમયગાળામાં નીચે મુજબના ગુનાઓ આચરેલ છે.
(૧) આશરે સાતેક માસ આસપાસ એક ભાઇ દીલ્હી દરવાજા લીમડા ચોક બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં બસમાંથી ઉતરતા હતા તે વખતે ભીડમાં તે ભાઇના ખીસ્સામાંથી રોકડા રૂપિયા કાઢી લીધેલા.
(૨) આશરે પાંચ-છ માસ અગાઉ એક ભાઇ સરસપુર જી.સી.એસ. હોસ્પીટલ બી.આર.ટી.એસ.બસ સ્ટેન્ડથી બસમાં બેસેલ તે દરમ્યાન તે ભાઇના પેન્ટના ખીસ્સામાંથી રોકડા રૂપિયાની કાઢી લીધેલા.
(૩) આશરે ચારેક માસ આસપાસ વી.એસ.હોસ્પીટલ ટ્રોમા સેન્ટર પાસે ભીડમાં એક બેન પાસેની કપડાની થેલીમાં બ્લેડ મારી તેમાંથી નાનુ લેડીઝ પર્સ કાઢી લીધેલ. જેમાં રોકડા રૂપિયા ૫૦૦૦/-, એક જોડ સોનાની કાનમાં પહેરવાની બુટ્ટીઓ, ચાંદીના બે જોડ પગમાં પહેરવાના વીંછીઆ મળેલ અને ચાંદીનુ તાળા આકારનુ ગળામાં પહેરવાનુ પેંડલ મળેલ.
(૪) આશરે પોણા ચારેક માસ આસપાસ કાલુપુર રેલ્વે સ્ટેશન સામે ગાંધીનગરના બસ સ્ટેન્ડ પાસે ભીડમાં એક ભાઇના પેન્ટમાંથી પર્સ કાઢી લીધેલ. જેમાંથી રોકડા રૂપિયા ૨૦૦૦/- તથા બીજા કાગળૉ મળેલા.
(૫) આશરે સાડા ત્રણેક મહીના આસપાસ ખમાસા લોકમાન્ય તીલક બી.આર.ટી.એસ.બસ સ્ટેન્ડ ઉપર ભીડમાં એક બેનના પર્સની ચેન ખોલી તેમાંથી નાનુ પર્સ કાઢી લીધેલ. જેમાંથી રોકડા રૂપિયા ૪૧૦૦/- તથા બીજા કાગળૉ મળેલા.
(૬) આશરે ત્રણેક મહીના આસપાસ સરસપુર રવિશંકર ઔડાના મકાન પાસે આવેલ બસ સ્ટેન્ડ પાસે ભીડમાં એક બેનના પર્સની ચેન ખોલી તેમાંથી નાનુ પર્સ કાઢી લીધેલ. જેમાંથી રોકડા રૂપિયા ૪૫૦૦/- તથા સોનાનુ ડોકીયુ તથા બીજા કાગળૉ મળેલા.
(૭) આશરે અઢી મહીના આસપાસ રતનપોળ ઝવેરીવાડ પોલીસ ચોકી પાસે ભીડમાં એક બેનના પર્સને બ્લેડ મારી તેમાંથી નાનુ પર્સ કાઢી લીધેલ.જેમાંથી રોકડા રૂપિયા ૮૦૦૦/- તથા બીજા કાગળૉ મળેલા.

NS NEWS

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button