ક્રાઇમગુજરાતવ્યાપાર

વ્યવહાર લેતા આવજો : તોલ માપ ના કર્મચારીએ એ કહ્યું , અને ACB ના હાથે ઝડપાયો.

વ્યવહાર લેતા આવજો : તોલ માપ ના કર્મચારીએ એ કહ્યું , અને ACB ના હાથે ઝડપાયો.


અમદાવાદ શહેરમાં તોલમાપ કચેરીમાં ફરજ બજાવતા જુનિયર ઇન્સ્પેક્ટર એ વેપારી પાસેથી રૂ.600 ની લાંચ માંગી, જે અંગે ફરિયાદ મળતાં એસીબીએ સફળ ટ્રેપ ગોઠવીને લાંચિયા જુનિયર ઈન્સપેક્ટર ધવલ પ્રજાપતિ ની ધરપકડ કરી છે. ઇલેકટ્રોનિક વજન કાંટામાં ગર્વમેન્ટ સ્ટેમ્પીંગમાં સરકારના ધારાધોરણ મુજબ સ્થળ પર સ્ટેમ્પીંગ માટે એક વજનકાંટાના રૂ.150 તથા રૂ.100 હેંડલીંગ ચાર્જ સરકાર દ્વારા વસુલ કરવામાં આવે છે. જે નાણાં ચલણ દ્વારા ભરવામાં આવે છે. જેનું પૈસા ભર્યાનું ચલણ તથા વાઉચર આપવામાં આવતા તોલમાપના વોર્ડ ઇન્સ્પેક્ટર વજનકાંટો ચેક કરી ગર્વમેન્ટ સ્ટેમ્પીંગ કરી પ્રમાણપત્ર આપે છે. ફરિયાદી દ્વારા ચાર ઇલેક્ટ્રોનિક વજનકાંટા ગર્વમેન્ટ સ્ટેમ્પીંગ કરવા માટે રૂ.600 સરકારી ફી તથા રૂ.100 હેન્ડલીંગ ફી કુલ રૂ.700 ભરી ચલણ મેળવી હતી. ફરિયાદીએ આ ચલણ મેળવી આરોપી જુનિયર ઈન્સપેક્ટર ધવલ ઇશ્વરલાલ પ્રજાપતિને ફોન કરી વાત કરતાં આરોપીએ વ્યવહાર લેતા આવજો તેવુ કહ્યું હતું. જે બાદ ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ના હોય જેથી એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. મહત્વનું છે કે આ ફરિયાદના આધારે આજે 2 ઓગસ્ટ, 2022ના રોજ ટ્રેપિંગ અધિકારી પો.ઈન્સ. ડી.એન.પટેલ તથા ટીમ અને એસીબીના મદદનિશ નિયામક કે.બી.ચુડાસમા તથા ટીમ દ્વારા તોલમાપ કચેરી ખાતે છટકુ ગોઠવવામાં આવ્યું હતું. જ્યાં આરોપી ધવલ પ્રજાપતિ ફરિયાદી પાસેથી એક વજન કાંટાના રૂ.150 લેખે કુલ ચાર વજનકાંટાના રૂ. 600 લાંચની રકમ સ્વીકારી લાંચ લેતા ઝડપાયો હતો.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button