જીવનશૈલી
એગ્રી એશિયા પ્રદર્શનને આજે મુખ્યમંત્રીશ્રીએ ખૂલ્લું મૂક્યું

ખેતીમાં સમયના અનુકુળ અદ્યતન ટેક્નોલોજીના ઉપયોગથી પાકવૃદ્ધિ અને કિસાન સમૃદ્ધિની વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની નેમને સાકાર કરવા ગુજરાતે ખેતીને હંમેશા પ્રાથમિકતા આપી છે, તેમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત 11માં એગ્રી એશિયા પ્રદર્શનને આજે મુખ્યમંત્રીશ્રીએ ખૂલ્લું મૂક્યું હતું. એગ્રી એશિયા પ્રદર્શનની મુલાકાત લેતા મુખ્યમંત્રીશ્રીએ જર્મની પેવેલિયન, પ્રાકૃતિક ખેતી વિષયક પેવેલિયન, ડ્રોન પેવેલિયન, ગોબરધન, રાજ્ય અને કેન્દ્ર સરકારની કૃષિ કલ્યાણ યોજનાઓ સહિતના વિવિધ પેવેલિયન અને સ્ટોલ્સની મુલાકાત લઇ માહિતી મેળવી હતી. મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે ઉપસ્થિત ખેડૂત મિત્રોને સંબોધન કર્યું.
આ અવસરે ઉપસ્થિત કેન્દ્રીય પશુપાલન અને ડેરી વિકાસ મંત્રી શ્રી પરસોત્તમ રૂપાલાએ પણ સંબોધન કરતા મુખ્યમંત્રીશ્રીના કામને બિરદાવ્યું હતું.