મનોરંજન

દિવા ઈવેન્ટસઅને સાફલ્ય ઇવેન્ટ્સ એન્ડ એન્ટરટેઇમેન્ટ રજૂ કરે છે ‘સ્વેગ દાંડિયા ધમાલ -2022’

એ હાલો… ગરબે ઘૂમવા…‘સ્વેગ દાંડિયા ધમાલ -2022’ સાથે
દિવા ઈવેન્ટસઅને સાફલ્ય ઇવેન્ટ્સ એન્ડ એન્ટરટેઇમેન્ટ રજૂ કરે છે ‘સ્વેગ દાંડિયા ધમાલ -2022’
અમદાવાદ, 16 સપ્ટેમ્બર, 2022:ગુજરાતીઓ દરેક તહેવારની વિશેષ રીતે ઉજવણી કરતા હોય છે, પરંતુ નવરાત્રિ એક એવો તહેવાર છે, જે ગુજરાતીઓના હૃદયમાં ધબકાર બનીને ધબકે છે. હવે જ્યારે આદ્યશક્તિ માઁ અંબાના આરાધાના અને ઉપાસનાના પર્વ નવરાત્રીને આગમનની ઘડીઓ ગણાઇ રહી છે, ત્યારે અમદાવાદીઓને ગરબે ઝૂમવા માટે ‘દિવા ઇવેન્ટ્સ’ લઇને આવી રહ્યું છે ‘સ્વેગ દાંડિયા ધમાલ -2022’.
‘સ્વેગ દાંડિયા ધમાલ -2022’ 26 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી શહેરના ધબકતા વિસ્તાર સિંધુભવન રોડ પર આવેલા મોતીબાગ પાર્ટી પ્લોટ ખાતે યોજાશે, જે 6500 વ્યક્તિઓની ક્ષમતા ધરાવે છે. આ પાર્ટી પ્લોટ 60,000 ચોરસ ફૂટનો વિશાળ ગરબે ઘૂમવા માટેનો એરિયા, લાઈન આરે સાઉન્ડ (ફ્લાઇંગ સાઉન્ડ), એલઇડી સાથેનું વિશાળ મેઇન સ્ટેજનો સમાવેશ થાય છે. આ સાથે દરરોજ જાણીતા ગાયકો અને પ્રોફેશનલ મ્યુઝિશિયન્સ સાથેનો કાફલો ખૈલેયાઓને આકર્ષવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે.
આયોજકોઋષિલ ઠક્કર, રાજ પટેલ, દિવ્યા ઠક્કર અને મિહિર પુજારાએ ‘સ્વેગ દાંડિયા ધમાલ -2022’ પર વિશે માહિતી આપતા જણાવ્યું,“કોરોનાકાળના ગત બે વર્ષ ખેલૈયાઓ મનમૂકીને ગરબે ઘૂમી શક્યા ન હતા, તેઓની આ ભાવનાને ધ્યાનમાં રાખી ‘સ્વેગ દાંડિયા ધમાલ -2022’ તેમના માટે નવ દિવસ ગુજરાતના જાણીતા ગાયકોની સાથે આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે. પ્રહર વોરા, જ્યોતિ ક્રિશ્ચન, દેવાંગ પટેલ, રાગ મેહતા, અરવિંદ વેગડા, રવિ શાહ, પાયલ વૈદ્ય, બલરાજ શાસ્ત્રી અને અશિતા અમિપ જેવા જાણીતા સિંગર્સ ખેલૈયાઓને નોરતાના નવે નવ દિવસએક અવિસ્મરણીય અનુભવ કરાવશે.”
ઇવેન્ટ ઓર્ગેનાઇઝર ક્ષેત્રમાં ગુજરાતમાં જાણીતુ નામ દિવા ઈવેન્ટ્સ 12થી વધુ વર્ષનો અનુભવ ધરાવે છે, જેમાં તેના પૂર્વના સફળ નવરાત્રી આયોજનોનો સમાવેશ થાય છે. પોતાના વર્ષોના અનુભવથી ખેલૈયાઓ માટે નવરાત્રિના આનંદને બમણો કરવા માટે ‘સ્વેગ દાંડિયા ધમાલ -2022’ના આયોજન વિશે આયોજકોએ વધુમાં જણાવ્યું, “પારંપરિક થીમ બેઝ વેન્યૂ ડિઝાઇન અને ડેકોરેશન, એન્ટ્રી ગેટ અને પાથવે અને લોભામણા ફોટો કેપ્ચરિંગ બૂથ સમગ્ર રીતે નવરાત્રી મહોત્સવના વિશ્વમાં લઇ જવા માટે સક્ષમ છે. આ ઉપરાંત, ગરબા પછી મુલાકાતીઓ વિવિધ વાનગીઓના સ્વાદનો આનંદ ઉઠાવી શકે તે માટે વિશેષ રીતે ફૂડ કોર્ટ તૈયાર કરવામાં આવી છે, જે 10 વધુ એક્સક્લુસિવ હાઈ ક્વોલિટી ફૂડ સ્ટોલ્સ ધરાવે છે.”
આ સાથે ઓર્ગેનાઇઝર દ્વારા ખેલૈયાઓ અને મુલાકાતીઓની સલામતી અને સુરક્ષાનું પુરતુ ધ્યાન રાખી સમગ્ર પરિસરને સીસીટીવી, સિક્યુરિટી ગાર્ડસ સાથે ફાયર સેફ્ટી સિસ્ટમને પ્રસ્થાપિત કરવામાં આવી છે. આ ઉપરાંત ટુ-વ્હીલર અને ફોર વ્હીલર માટે વિશાળ પાર્કિંગ સુવિધા પણ છે.
દિવા ઇવેન્ટ્સ અને સાફલ્ય ઇવેન્ટ્સ એન્ડ એન્ટરટેઇમેન્ટ દ્વારા આયોજિત ‘સ્વેગ દાંડિયા ધમાલ -2022’ને વિશાળ સમુદાય સુધી પહોંચવા માટે વિવિધ માધ્યમો સાથે પાર્ટનરશીપ કરી છે, જેમાં રેડિયો પાર્ટનર તરીકે લવ 104, મીડિયા પાર્ટનર વીટીવી, હોર્ડિંગ પાર્ટનર કૌશિક એન્ટરપ્રાઇઝ, બેનર પાર્ટનર ખુશી એન્ટરપ્રાઇઝ, જ્યારે એસોસિએટ પાર્ટનર તરીકે સાકાર ગ્રુપ અને શ્રી જલારામ મલ્ટિ પ્રિન્ટનો સમાવેશ થાય છે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button