ગુજરાતના અમદાવાદ શહેરની દરિયાપુર વિધાનસભાની બેઠક એટલે રાજકીય પક્ષોનો ખરાખરીનો જંગ ?

ગુજરાતના અમદાવાદ શહેરની દરિયાપુર વિધાનસભાની બેઠક એટલે રાજકીય પક્ષોનો ખરાખરીનો જંગ
દરિયાપુર વિધાનસભાની બેઠક ઉપર ભાજપ,કોગ્રેસ અને આજે આમઆદમી પાર્ટી(આપે) પણ જીતની બાંહેધરી આપી
દરિયાપુર વિધાનસભા બેઠક ઉપર કોગ્રેસના ગ્યાસુદિન શેખ પાતળી બહુમતીથી ચુંટાતા આવ્યા છે પણ આ વખતે તેમના ગઠમાં આપે દાવેદારી કરી છે તો બીજી બાજુ ભાજપે પણ મજબુત ઉમેદવાર કૌશિક જૈનને ટીકીટ ફાળવી છે
વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં દરિયાપુર વિધાનસભાની બેઠક ઉપર અપક્ષમાંથી એક વ્યક્તિએ ઉમેદવારી નોધાવી હતી અને એન્ડ ટાઈમે ફોર્મ પાછુ ખેંચતા કોગ્રેસને ખુબ જ ફાયદો થયો હતો અને હાલમાં આમ આદમી પાર્ટી છે તો કોણે ફાયદો થશે અને કોને નુકશાન થશે તેની અટકળો પણ ચાલું જ છે.
આ વખતની ચૂંટણીમાં પણ અપક્ષમાંથી એક નવયુવાન ઉમેદવારે ઝંપલાવ્યુ છે તે કોને લાભ કરશે કે કોને નુકશાન કરશે તે પણ રાજકીય પક્ષોમાં વિચારણા ચાલી રહી છે
કૌશિક જૈન દરિયાપુર વિસ્તારમાં ભાજપના એકટિવ કાર્યકર્તા છે અને સ્થાનિકોમાં પણ લોકપ્રિય છે ત્યારે કૌશિક જૈન ભાજપને કેટલા ફાયદારૂપ થશે તે તો આવનારા ચૂંટણીના પરિણામો જ બતાવી આપશે.
ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જબરદસ્ત જામ્યો છે.આમ તો ગુજરાત રાજ્ય ભારતીય જનતા પાર્ટી એટલે કે ભાજપનો ગઢ ગણાય છે એટલે કે વર્ષોથી ભાજપ ગુજરાતમાં રાજ કરી રહ્યુ છે જેમાં એકસમયે વિવિધ રાજકીય પક્ષોએ ગુજરાતમાં સરકાર બનાવી છે અને તેમાં કોગ્રેસની પણ બોલબોલા રહી છે.પણ છેલ્લા ઘણા વર્ષોથી ભાજપે એકહથ્થુ શાસન ચલાવ્યું છે અને કહેવાય કે ગુજરાતમાંથી તમામ રાજકીય પક્ષોનો એકડો કાઢી નાખ્યો છે તેમાં કોગ્રેસ પણ આવી જાય છે.ગુજરાતમાં ભાજપે છેલ્લા ઘણા વર્ષોથી જબરદસ્ત રાજકીય કલાગીરી કરીને કોગ્રેસને મ્હાત આપવામાં ધારી સફળતા મેળવી છે અને આજે માહોલ એવો છે કે ગુજરાતમાં કોગ્રેસને ધોબીપછાટ દર વિધાનસભાની ચુંટણીઓમાં મળે છે અને તાજેતરની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સામે મોઘવારી,નોટબંધી,ભષ્ટ્રાચાર,બેરોજગારી અને બીજા ઘણા પ્રશ્નોથી ગુજરાતની પ્રજા વર્તમાન ભાજપ સરકારથી ખુબ જ નારાજ છે અને તેથી બીજા રાજકીય પક્ષોને ગુજરાતમાં ચોક્કસ લાભ થાય તેમ છે ખાસ કરીને ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ પગપેંસારો કર્યો છે અને આ વખતે ભાજપના ગુજરાતના ગઢમાં ન કહી શકાય એવું મસમોટું ગાબડુ પાડે તેવી પુરેપુરી શક્યતા છે.જોકે એકબાજુ કોગ્રેસે પણ આ વખતે ઘણો પરિશ્રમ કર્યો છે અને આપે પણ મજબુત કમાન સંભાળી છે અને બીજી બાજુ મતદાતાના મત કળાઈ શકાતા નથી.ત્યારે ગુજરાત વિશે અટકળો કરવી હાલમાં ઉતાવળ કહેવાશે પણ હાલમાં ગુજરાતના અગ્રણી તેમજ રાજકીય રીતે પણ ખુબ મહત્વના ગણાતાં શહેર અમદાવાદમાં પણ ચૂટણીનો જબરદસ્ત માહોલ જામ્યો છે અને તમામે વિધાનસભાની બેઠકો ઉપર રસાકસીપુર્ણ માહોલ દેખાઈ રહ્યો છે.અમદાવાદ શહેરના દરિયાપુર વિધાનસભા બેઠકની જ વાત કરીએ તો અહિં કોગ્રેસ પાતળી બહુમતીથી ચુંટાતી આવી છે અને છેલ્લી બે ટર્મથી કોગ્રેસના ગ્યાસુદીન શેખ ચૂંટાતા આવ્યા છે અને હાલની દરિયાપુર વિધાનસભાની બેઠક પર હાલ સુધી કોઈ ઉમેદવારને ટીકીટ ફાળવાઈ નથી તને કોણે ટીકીટ ફાળવવામાં આવશે તેવી વિષે અટકળો ચાલું છે ત્યારે બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક પર કૌશિક જૈનને ટીકીટ ફાળવી છે જેમની ઉપર ભાજપને પુરેપુરો ભરોશો છે કે આ વખત ચોક્કસ કૌશિક જૈન દરિયાપુર વિધાનસભા બેઠક ભાજપના નામે કરશે.
જો કે અમદાવાદની ખુબ જ સંવેદનશિલ અને મહત્વની ગણાતી આ દરિયાપુર વિધાન સભાની બેઠક ઉપર દરિયાપુર ઘુમ્મટથી આમ આદમી પાર્ટીએ પણ તાજ ખુરેશીને ટીકીટ આપી છે જે પણ મજબુત ઉમેદવાર છે તેવું સ્થાનિક પ્રજામાં ચર્ચાઈ રહ્યુ છે.બીજી બાજુ બીજા રાજકીય પક્ષોના ઉમેદવારો પણ આ બેઠક ઉપરથી જંપલાવ્યુ છે ત્યારે દરિયાપુર વિધાનસભા બેઠક ઉપર ખરાખરીનો જંગ શરુ થયો છે.જો કે ભાજપના કૌશિક જૈન ઉપર જીતની જવાબદારીનો કળશ ઢોળાયો છે અને ભાજપના મોવડીઓને પુરેપુરો ભરોષો છે પણ ચિંતાનુ કારણ ભાજપને એ પણ છે કે વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં દરિયાપુર વિધાનસભાની બેઠક ઉપર અપક્ષમાંથી એક વ્યક્તિએ ઉમેદવારી નોધાવી હતી અને એન્ડ ટાઈમે ફોર્મ પાછુ ખેંચતા કોગ્રેસને ખુબ જ ફાયદો થયો હતો અને હાલમાં આમ આદમી પાર્ટી છે તો કોણે ફાયદો થશે અને કોને નુકશાન થશે તેની અટકળો પણ ચાલું જ છે. આ વખતની ચૂંટણીમાં પણ અપક્ષમાથી એક નવયુવાન ઉમેદવારે ઝંપલાવ્યુ છે તે કોને લાભ કરશે કે કોને નુકશાન કરશે તે પણ રાજકીય પક્ષોમાં વિચારણા ચાલી રહી છે.
જો કે હાલમાં તો ભાજપને કૌશિક જૈન માટે સારી એવી અપેક્ષા છે અને કૌશિક જૈન દરિયાપુર વિસ્તારમાં ભાજપના એકટિવ કાર્યકર્તા છે અને સ્થાનિકો પણ લોકપ્રિય છે ત્યારે કૌશિક જૈન ભાજપને કેટલા ફાયદારૂપ થશે તે તો આવનારા ચૂંટણીના પરિણામો જ બતાવી આપશે.