ટ્રાફિક પોલીસ નું વલચ અને ચલણ જોયું હશે ? હવે આ પણ જોઈલો

પોલીસ પ્રજાની મિત્ર છે તેને સાચા અર્થમાં ટ્રાફિક પોલીસ એ સાબિત કરી બતાવ્યું અમદાવાદ શહેર માં ઠેર ઠેર ટ્રાફિક પોલીસ ના સહયોગ સાથે નાના મોટા એનજીઓ સાથે મળીને આવનાર ઉતરાણના પર્વને લઈને કોઈપણ વ્યક્તિનું દોરી ના લીધે મૃત્યુ ના થાય તે માટે બાઈક તેમજ એક્ટિવા ઉપર સેફટી તાર લગાવવામાં આવે છે ગુજરાતમાં ચાઈનીઝ દોરી ના કારણે ઘણા વાહન ચાલકોના મૃત્યુ થયા છે તેને લઈને અમદાવાદ ટ્રાફિક વિભાગ દ્વારા ઠેર ઠેર કોઈપણ વ્યક્તિ દોરી નો ભોગ ના બને તે માટે ખૂબ જ કાળજીપૂર્વક અને સાવધાની પૂર્વક પ્રજામાં અવેરનેસ જાગે તે માટે એક ઉમદા કાર્ય કરવામાં આવી રહ્યું છે આવા પ્રશંસનીય કામગીરીથી પ્રજા અને ટ્રાફિક પોલીસ વચ્ચે જે અંતર છે તેને ક્યાંક ને ક્યાંક નજીક લાવવાનું કાર્ય કરી રહ્યું છે ટ્રાફિક પોલીસ નું વલણ અને ચલણ અમદાવાદઓને પસંદ નથી પણ આ ઉમદા કામગીરીને સવ કોઈ વખાણી રહ્યું છે અમદાવાદ ટ્રાફિક પોલીસ એ સાબિત કરી બતાવ્યું કે ક્યાંક ફૂલ તો ક્યાં સેફટી ગાર્ડ લગાડીને એક નૈતિક ફરજ અદા કરી છે
ગિરીશ બારોટ
EDITOR