વડોદરા ના કોયલી પાસે રોડ કોન્ટ્રાકટર ની બેદરકારી ના લીધે એક અકસ્માત સર્જાયો,

વડોદરા ના કોયલી પાસે રોડ કોન્ટ્રાકટર ની બેદરકારી ના લીધે એક અકસ્માત સર્જાયો,
મળતી માહિતી આધારે કોયલી થી ઉન્ડેરા વચ્ચે રોડ નું કામ કાજ છેલ્લા ઘના દિવસો થી ચાલી રહ્યું છે,
આ રોડ બનાવવાનું કામ કાજ કોઈ રાહદારી ની સલામતી વગર મન ફાવે એ રીતે રોડ બનાવાઈ રહ્યા છે,
અનેક જગ્યા એ મનફાવે ત્યાં વળાંક આપી દેવાયા છે,
આ વળાંક માં કોઈ પણ જાતના રાત્રી રીફલેકટર નથી લગાવાયા,
કોઈ પણ જાત ની રાહદારી સલામતી નો વપરાશ કર્યા વગર રોડ નૂ કામ ચાલી રહ્યું છે,
સાથે સાથે વધુ માં આ રોડ વડોદરા શહેર થી ગુજરાત ની મોટી કંપનીઓ એવી રિલાયન્સ કંપની તથા રિફાઇનરી કંપની તથા નંદેશરી GIDC જે જોડતો રોડ હોવાથી આ રોડ પર અવરજવર માટે વધુ સાધનો ચાલ્યા કરે છે,
તેવામાં ગામ રામપુરા ધનોરા ના એક દંપતી મોટરસાઇકલ લઈને રામપુરા થી ઉન્ડેરા તરફ જઇ રહ્યા હતા ત્યાં કોયલી
ગામ પાસે સંતરામ મંદિર સામે રિફાઇનરી કેનાલ પાસે તેઓ નો અકસ્માત સર્જયો હતો,
રોડ નું કામ કરતા માણસો દ્વારા ઢાળ પરજ એક પટ્ટી બાંધી ને એક રોડ બંધ કરી દેવાયો હતો, તેનાથી દંપતી જેવો ઢાળ ઉતર્યા ત્યાંજ તેઓ રાત્રી હોવાથી પટ્ટી દેખાઈ નહીં અને મોટરસાઇકલ પરથી પોતાનો કાબુ ગુમાવતા પટ્ટી ને તોડી ને મોટરસાઇકલ સ્લીપ થઈ ગઈ હતી,
તેમાં દંપતી ને પતિ ને હાથ માં અને પત્ની ને ગંભીર રીતે ગુટન માં વાગ્યું હતું ત્યારે આ અકસ્માત થતા આજુ બાજુ ના લોકો અને રાહદારીઓ દ્વારા ઘટના સ્થળે ભેગા થઈ 108 ને ફોન કરી બોલાવી અને દંપતી ને નજીક ના હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડયા હતા,
રોડ નું કામ કરતા કોન્ટ્રાકટર ની બેદરકારી ના અભાવ ના લીધે મોટી દુર્ઘટના સર્જાતી અટકી હતી,
રિપોર્ટર
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)