ગાંધીનગર જીલ્લાના કલોલ તાલુકામાં સરકારી જમીનોને પગ આયા…

ગાંધીનગર જિલ્લાની કલોલ મામલતદાર કચેરીમાં માહિતી અધિકાર કાયદાના ધજ્જિયા !!
કલોલ મામલતદાર કચેરીમાં કલોલ તાલુકાના સાંતેજ,રાંચરડા અને રણછોડપુરા ગામોમાં છેલ્લાં 10 વર્ષમાં સરકાર દ્રારા કેટલી જમીન બ્લોક કરવામાં આવી અને કેટલી જમીન રીલીઝ કરવામાં આવી તે અંગે માહિતી માંગી તો મામલતદારને પેટમાં ફાળ પડી હોય તેમ હજુ સુધી માહિતી આપી નથી !!
આ જમીનોનું રહસ્ય શુ છે કે માહિતી આપવામાં આવતી નથી ,કયાંક એવું તો નથી કે જમીન માફિયાઓ બ્લોક કરેલી જમીન ઓહિયા કરી ગયા હોય ?!
ગામ્ય વિસ્તારોમાં ગરીબોને ઘર વસાવા ગાળા પણ મળતાં નથી અને બીજી બાજુ સરકારી તંત્રના જવાબદારોની મિલિભગતથી ભૂમાફિયાઓ જમીનોની ઉંચા-નીચી કરીને કરોડો રૂપિયાના આસામી બની ગયા ?!
તટસ્થ તપાસ થાય તો ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં સરકાર દ્રારા બ્લોક કરેલી કે રીલિઝ કરેલી જમીનો અંગે વિસ્ફોટક માહિતી બહાર આવે તેમ છે અને તેનો રેલો ગાંધીનગરની ઉચ્ચ સરકારી કચેરીઓ સુધી પણ પહોંચે તેમ છે.
ગુજરાતમાં જ્યારથી જમીનોના ભાવ આસમાનને સ્પર્શી રહ્યા છે ત્યારથી ભૂમાફિયા અને જમીન માફિયાઓએ યેનકેન પ્રકારે જમીનો હડપ કરી જવાના પેંતરા રચીને ઘણા લોકોની જમીનો છીનવી લઈને બરબાદ કરી દીધા છે.સરકારે લેન્ડ ગ્રેબિંગનો કાયદો અમલમાં મૂક્યો હોવા છતાં કોઈ પણ પ્રકારના ડર વગર જમીન માફિયાઓ બેફામ અને બેલગામ બન્યા છે,એમાં સરકારી પડરત જમીનો પણ બાકાત રહી નથી,જેમાં સરકારી જવાબદાર અધિકારીઓ અને ભૂમાફિયાઓની મિલિભગત સ્પસ્ટ તરી આવી છે.
પ્રાપ્ત માહિતી અને મળેલ ફરિયાદ મુજબ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં પણ જમીનમાફિયાઓએ તરખાટ મચાવી દીધો છે,જેમાં ગરીબ ખેડૂતો તો લુટાયા છે અલગ બાબત છે પણ આ તો સરકારી જમીનો જ ઓહિયા કરી જવાની ફરિયાદો ઉઠી છે,એક જાગૃત નાગરિક દ્રારા તા.28/12/2022ના રોજ કલોલ મામલતદાર કચેરીમાં કલોલ તાલુકાના સાંતેજ,રાંચરડા અને રણછોડપુરા ગામોમાં છેલ્લાં 10 વર્ષમાં સરકાર દ્રારા કેટલી જમીન બ્લોક કરવામાં આવી અને કેટલી જમીન રીલીઝ કરવામાં આવી તે અંગે માહિતી માંગી તો મામલતદારને માહિતી આપવામાં કોઈ વિધ્નો નડતા હોય તેમ હજુ સુધી માહિતી આપી નથી,ત્યારે આ બાબતે પ્રજામાં એવી ચર્ચા ચાલી રહી છે કે આખરે આ મામલામાં રહસ્ય શું છે કે માહિતી આપવામાં આવતી નથી ,કયાંક એવું તો નથી કે જમીનમાફિયાઓ બ્લોક કરેલી જમીન ઓહિયા કરી ગયા હોય ?!
માહિતી માંગ્યાને આજે મહિનાઓ વીતી ગયા છે છતાં કલોલ મામલતદાર કચેરી માહિતી ન આપીને માહિતી અધિકારના કાયદાનું ઉલ્લંઘન તો કરી જ રહી છે સાથે ભૂમાફિયા કે જમીન માફિયાઓ સાથે સાંઠગાંઠ ધરાવતા હોવાની પણ ફરિયાદો ઉઠી છે,કહેવાનો મતલબ એ કે ગામ્ય વિસ્તારોમાં ગરીબોને ઘર વસાવા ગાળા પણ મળતાં નથી અને બીજી બાજુ સરકારી તંત્રના જવાબદારોની મિલિભગતથી ભૂમાફિયાઓ જમીનોની ઉંચા-નીચી કરીને કરોડો રૂપિયાના આસામી બની ગયા છે.જો આ અંગે જવાબદાર ઉચ્ચ અધિકારીઓ તટસ્થ તપાસ કરે તો ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં સરકાર દ્રારા બ્લોક કરેલી કે રીલિઝ કરેલી જમીનો અંગે વિસ્ફોટક માહિતી બહાર આવે તેમ છે.અને તેનો રેલો ગાંધીનગરની ઉચ્ચ સરકારી કચેરીઓ સુધી પણ પહોંચે તેમ છે.