ક્રાઇમ

અમદાવાદ પોલીસ કમિશનર કચેરીમાં અંધેર નગરી ગંડુ રાજા જેવી સ્થિતિ ??

ગેરકાયદે હથિયારોને પકડવા દોડતી પોલીસને કાયદેસર હથિયારો રાખવા માટેની પરવાનગી આપવામાં પેટમાં શું ચૂંક ઉપડે છે?!
અમદાવાદના એક ખ્યાતનામ અખબાર ચલાવતા સંનિષ્ઠ, તટસ્થ અને બાંહોશ પત્રકારે ખુદના રક્ષણ માટે રિવોલ્વરના લાઈસન્સ માટે પરવાનગી માંગી તો પોલીસે એક દરવાજેથી બીજા દરવાજે ધક્કે ચડાવ્યા !!
આ જાગૃત પત્રકારે રિવોલ્વરના લાઈસન્સ માટે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી,તે પછી અમદાવાદ શહેર પોલીસ કમિશનરની કચેરીમાં ગઈ અને હવે કયાં ગઈ તે તો પોલીસ વિભાગને પણ ખબર નથી ?!
ગૃહ વિભાગમાં કે રાજ્યમાં કેટલા લોકોને રિવોલ્વરના લાઈસન્સ આપવામાં આવ્યા છે તેનો પણ ગૃહ વિભાગે સંતોષજનક જવાબ ન આપીને હાથતાળી દેવાની વાત કરી ?!
આ પત્રકાર અસામાજિક તત્વો અને ભ્રષ્ટ્રાચારીઓની આંખોમાં સતત ખટકતાં હોય છે ? તેથી સ્વ રક્ષા માટે તેમને રિવોલ્વરના લાઈસન્સ માટે પરવાનગી માંગી હતી પણ પોલીસ વિભાગ તેમજ ગૃહ વિભાગને તેની ગંભીરતા નથી બોલો ?!
ગુજરાત રાજ્યમાં ગુનાખોરીમાં ગેરકાયદે હથિયારોની હેરાફેરી પણ સામેલ છે અને પોલીસ છાશવારે તેવા ગેરકાયદે હથિયારો પકડે પણ છે જો કે તેનાથી એવુ ન કહી શકાય કે ગેરકાયદે હથિયારોની હેરાફેરી બંધ થઈ ગઈ હોય પણ અહિં સવાલ એ છે કે જો રાજ્યમાં ગેરકાયદે હેરાફેરી ચાલતી જ હોય તો પછી કાયદેસર હથિયારોને સ્વરક્ષણ માટે રાખવા માટે પરમિશન આપવામાં પોલીસ શા માટે આનાકાના કરી રહી છે તેજ સમજાતું નથી.
સુત્રોના જણાવ્યા મુજબ અમદાવાદના એક ખ્યાતનામ અખબાર ચલાવતા સંનિષ્ઠ, તટસ્થ અને બાંહોશ પત્રકાર કે જેમના અખબારમાં હંમેશા ગુનાહિત તત્વોને ઉઘાડા પાડવા માટેની જ કલમ ચાલે છે અને તેમાં ભ્રષ્ટ્રાચારીઓને પણ ખુલ્લા પાડવામાં આવે છે અને તેથી આ પત્રકાર અસામાજિક તત્વો અને ભ્રષ્ટ્રાચારીઓની આંખોમાં સતત ખટકતાં હોય છે ? તેથી સ્વ રક્ષા માટે તેમને રિવોલ્વર માટે પરવાનગી માંગી હતી પોલીસ વિભાગ તેમજ ગૃહ વિભાગમાં પણ સમયના વાણા વિતી ગયા છે છતાં નથી તો તેમણે કોઈ પરવાનગી મળી કે નથી તો તેમની અરજીને કોઈ ન્યાય મળ્યો અને એક ટેબલેથી બીજા ટેબલે ખો મળી રહી છે ત્યારે બીજી બાજુ આ પત્રકારને જીવનું જોખમ વધતું જાય છે.
અમદાવાદના આ જાગૃત પત્રકારે રિવોલ્વરના લાઈસન્સ માટે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી,તે પછી અમદાવાદ શહેર પોલીસ કમિશનરની કચેરીમાં ગઈ અને હવે કયાં ગઈ તે તો પોલીસ વિભાગને પણ ખબર નથી કારણ કે આ પત્રકારે તપાસ કરી તો સ્થાનિક પોલીસ કહે છે કે પોલીસ કમિશનરની કચેરીમાં અરજી ગઈ અને પોલીસ કમિશનરની કચેરી કહે છે કે ગૃહ વિભાગને મોકલી હવે અરજીનો ખાસ્સો સમય થયો પણ હજી સુધી રિવોલ્વરના લાઈસન્સ માટેના કોઈ ઠેકાણા નથી,જો કે આ બાબતે માહિતી પણ માંગી હતી ગૃહ વિભાગમાં કે રાજ્યમાં કેટલા લોકોને રિવોલ્વરના લાઈસન્સ આપવામાં આવ્યા છે તેનો પણ ગૃહ વિભાગે સંતોષજનક જવાબ ન આપીને હાથતાળી દેવાની વાત કરી છે ત્યારે આ પત્રકારને સત્ય અને નિડર પત્રકારત્વ કરવું કપરુ બની ગયુ છે.
સવાલ એ છે કે જો એક પત્રકારને પોતાના રક્ષણ માટે રિવોલ્વરના લાઈસન્સ માટે એક કચેરીએથી બીજી કચેરીએ ઘક્કા ખાવા પડતાં હોય તો આમ જનતાનું શું ??એક બીજા ગેરકાયદે હથિયારોની હેરાફેરીની બદીઓ ચાલતી રહી છે અને બીજી બાજુ કાયદેસરના સ્વરક્ષા માટેના હથિયારો રાખવા માટે પરવાનગી માંગવામાં આવે છે તેમાં પણ અવનવા ગતકડાં..આ કે,વુ?

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button