આરોપીઓને ગણત્રીના કલાકોમા ચોરીના ૨૨ મોબાઇલો સાથે પકડી પાડતી દરીયાપુર પોલીસ

પો.કમિ શ્રી ઝોન-૪ સાહેબ શ્રી તથા મ.પો.કમિ શ્રી “એફ” ડીવીઝન,સાહેબ શ્રી તથા દરીયાપુર સિનીયર પોલીસ ઈન્સ્પેકટર જે.એચ.ચૌધરી સાહેબ નાઓના માર્ગદર્શન આધારે પો.સ્ટે વિસ્તારમા સર્વેલન્સ સ્કોડના પો.સ.ઇ એ.એચ.કાઝી તથા સર્વેલન્સ સ્કોર્ડના તમામ માણાસો દરીયાપુર પોલીસ સ્ટેશન ગુ.ર નં ૧૧૧૯૧૦૦૯૨૩૦૦૯૮/૨૦૨૩ ધી ઇ.પી.કો કલમ ૩૭૯(એ)(3),૪૧૩ મુજબના કામના ફરીયાદી શ્રી સુરેશ મોતીભાઇ ચૌધરી ઉ.વ ૨૨ ધંધો : અભ્યાસ રહે ગામ કંસારી ચૌધરી વાસ તા: ડીસા જી બનાસકાઠા હાલ રહે રધુકુલ હોસ્ટેલ નાના બજાર વલ્લભ વિધ્યાનગર આણંદ નાઓની ફરીયાદના કામે આ કામના આરોપી નં ૧ એ ગઇ તા.૦૬/૦૩/૨૦૨૩ ના સવાર કલાક ૧૬/૧૫ વાગે દરીયાપુર ફ્રુટમાર્કેટ જગદીશ ફ્રુટ નામની દુકાન આગળ ઉભા હતા તે વખતે ફરીયાદી શ્રી નો મોબાઇલ ફોન કે જે રીયલમી કંપનીનો ૧૦ પ્રો પ્લસ મોડલ નો મોબાઇલ ફોન જેનો IMEI નંબર ૮૬૫૪૯૩૦૬૪૦૨૩૩૧૧ નો હતો જેની કિ રૂ ૨૬૦૦૦/- નો આ કામનો આરોપી ફરીશ્રી ના હાથમાથી બળજબરીથી ઝુટવી ભાગી ગયેલ હોય જેથી આ ગુનાના કામના આરોપીઓને શોધી કાઢવા સારૂ અલગ અલગ ટીમ બનાવી પેટ્રોલીંગમા હતા જે દરમ્યાનમા સર્વેલન્સ સ્કોર્ડના પો.કોન્સ રમેશભાઇ વશરામભાઇ બ નં ૮૩૫૦ તથા પો.કોન્સ જીતેશકુમાર રમેશભાઇ બ નં ૬૫૦૩ નાઓની ખાનગી બાતમી હકીકત આધારે ગણત્રીના કલાકોમા આરોપી (૧) તૌફીક ઉર્ફે છેલ્લી યુનુશભાઇ કુરેશી ઉવ ૨૦ રહે. હુસેનાબાદ ગલી નં ૪ હામીના મસ્જીદ સામે વટવા અમદાવાદ શહેર નાને ઉપરોક્ત ગુનાના કામે તા: ૧૮/૦૩/૨૦૨૩ ના કલાક ૧૬/૩૦ વાગે પકડી અટક કરેલ હોય તેમજ આરોપી (૨) જીલાની અબ્દુલસલામ પટેલ ઉવ ૨૨ રહે મ નં ૧૧ ઝમઝમ સોસાયટી ડુગરવાડા રોડ મોડાસા અરવલ્લી તથા (૩) નીહાર ઉસ્માનગની પટેલ ઉવ ૨૦ રહે . રસુલાબાદ સોસાયટી ડુગરવાડા રોડ મોડાસા અરવલ્લી નાઓને ઉપરોક્ત ગુનાના કામે તા: ૧૮/૦૩/૨૦૨૩ ના કલાક ૨૨/૩૦ વાગે પકડી અટક કરી આરોપી નંબર ૦૨ પાસેથી નીચે જણાવ્યા મુજબના કુલ ૨૨ મોબાઇલ ફોન જે તમામ લોક ફોન મળી આવેલ હતા જે તમામ ચોરીના હોવાનુ આરોપીએ જણાવેલ જે તમામ મોબાઇલ ફોન આ કામના આરોપી તૌફીક ઉર્ફે છેલ્લી તથા બીજા જુહાપુરાના ચોર પાસેથી ખરીદ કરેલ હોવાનુ જણાવતા હોય જે તમામ મોબાઇલ ફોન પંચનામા વિગતે કબ્જે કરી તેમજ ગુનો કરવામા ઉપયોગ કરેલ કાળા કલરની એવીનેશ મો.સા જેમા આર.ટી.ઓ નંબર જીજે-૨૭-ડીઝેડ-૬૫૬૮ નુ પણ કબ્જે કરી ખુબજ સારી કામગીરી કરેલ છે.
(૧) વીવો કંપનીનો આસમાની કલરનો વી૨૦ મોડલ નો ફોન
(૨) વીવો કંપનીનો કાળા વાદળી કલર નો ૯૧ આઇ મોડલ નો ફોન
(૩) રેડમી કંપનીનો વાદળી કલરનો ૮એ મોડલ નો ફોન
(૪). વીવો કંપનીનો કાળા કલરનો ૯૧ મોડલ
(૫) એમ.આઇ કપનીનો ગોલ્ડન કલરનો વાઇ ૨ મોડલ નો ફોન
(૬) સેમસંગ કપનીનો કાળા કલરનો એમ૧૧ મોડલ નો ફોન
(૭) સેમસંગ કંપનીનો એમ ૩૧ મોડલ નો વાદલી કલરનો ફોન
(૮) રેડમી કંપનીનો કાળા કલરનો નોટ ૮
(૯) રીયલમી કંપનીનો વાદળી કલરનો ફોન
(૧૦) એપ્પલ કંપનીનો આસમાની કલરનો ૧૪ + મોડલ નો મોબાઇલ
(૧૧) ઓપો કંપનીનો વાદલી કલરનો એ૯ ૨૦૨૦ મોડલ નો ફોન
(૧૨) ઓપો કંપનીનો સફેદ કલરનો ફોન
(૧૩) વીવો કંપનીનો વાદળી કલરનો વાઇ ૧૫ મોડલ નો ફોન
(૧૪) વન પ્લસ કંપનીનો વાદળી કલરનો 7T મોડલ નો ફોન
(૧૫) ઓપો કંપનીનો કાળા કલરનો એ૫એસ મોડલ નો ફોન
(૧૬) વીવો કંપનીનો વાદળી કલરનો ફોન
(૧૭) રેડમી કંપનીનો કાળા કલરનો મોબાઇલ ફોન
(૧૮) ઓપો કંપનીનો વાદળી કલરનો ૧૦ કે મોડલ નો ફોન
(૧૯) રેડમી કંપનીનો વાદળી કલરનો ૧૦ટી મોડલ નો ફોન
(૨૦) વીવો કંપનીનો આસમાની કલરનો વી૨૦ મોડલ નો ફોન
(૨૧) વીવો કંપનીનો પર્પલ કલરનો મોબાઇલ
(૨૨) વીવો કંપનીનો વાદળી કલરનો ઝેડ ૧ કંપનીનો મોબાઇલ ફોન
ગુનાની એમ.ઓ : આ કામે પકડાયેલ આરોપી નંબર ૦૧ નાનો અમદાવાદ શહેર ખાતેથી અલગ અલગ જગ્યાએથી રસ્તે જતા રાહદારીઓના મોબાઇલ ફોનો ચોરી/લુટ કરી આ કામના આરોપી નંબર ૦૨ તથા આરોપી નંબર ૦૩ ને નજીવી કિમંતે વેચાણ આપતો હોય અને કામના આરોપી નંબર ૦૨ આ તમામ મોબાઇલ મેળવી મોડાસા ખાતે આ ચોરી/લુટના મોબાઇલ ફોનને પોતાની પાસે રાખી આગળ વેચાણ કરતો હોય તેમજ અમદાવાદ શહેર ખાતેથી બીજા પણ ગુનેગાર પાસેથી આવા મોબાઇલ કે જે ચોરી/લુટના ખરીદ કરી પોતાની પાસે રાખી આગળ વેચાણ કરી આર્થીક લાભ લેતા હતા.
કામગીરી કરનાર : (૧) પો.સ.ઇ એ.એચ.કાઝી
તથા સર્વેલન્સ સ્કોર્ડના તમામ કર્મચારીઓ