વેરાવળ માં ઓર્ગેનિક મોલ અને ડેરી ફાર્મ નું ઉદ્ઘાટન

વેરાવળ માં ઓર્ગેનિક મોલ અને ડેરી ફાર્મ
આજના આધુનીક અને ઝડપી યુગમાં માણસ રસાયણ યુક્ત ખોરાક દ્વારા ઝેર ખાઈ રહ્યો છે અને તેના સ્વાસ્થનું બગાડ કરી રહ્યો છે તો ગીર સોમનાથ જીલ્લાના લોક હદય સમ્રાટ એવા જગમાલભાઈ વાળા દ્વારા લોકોનું સ્વાસ્થ સારું રહે તે માટે શિવમ ઓર્ગનીક મોલની શરૂઆત કરવામાં આવેલ છે
વેરાવળ ના સામાજિક કાર્યકર્તા જગમાલ ભાઈ વાળા નું એક સપનું હતું કે મારા વેરાવળ ના દરેક કુટુંબ ને શુદ્ધ .દેશી દૂધ.દહીં, છાંસ અને લીલા શાકભાજી વ્યાજબી ભાવે મળી રહે !! એ સપનું આજે તેઓ એ પૂરું કર્યું છે
શિવમ ઓર્ગેનિક પ્રોજેક્ટ અંતર્ગત
આજ રોજ વેરાવળના 60 ફૂટ રોડ પર શિવમ ફાઉન્ડેશન ગ્રુપ દ્વારા ઓર્ગેનિક મોલ અને ડેરી ફાર્મ ની શરૂઆત કરવામાં આવી
જેમા વેરાવળ શહેરની જનતાને દવા વગરનું શ્રેષ્ઠ પોષક તત્વો યુક્ત દૂધ, ઘી, છાછ, શાકભાજી, અનાજ અને કઠોળ સળતાથી મળી રહશે
આજના આધુનિક યુગમાં શહેરના દરેક લોકોને શુદ્ધ અને દેશી જમવાનું તો જોઈએ છીએ પરંતુ શાકભાજી અને અન્ય ચીજ વસ્તુઓ માં રસાયણિક દવાનો ઉપયોગ ખૂબ જ વધી રહ્યો છે જેને લીધે લોકોને અનેક બીમારીઓનો સામનો કરવો પડે છે દેશી અને શુદ્ધ જમવાનું અત્યારે લોકોને મળવું ખૂબ જ મુશ્કેલ બન્યું છે..
આ બાબતોને ધ્યાનમાં રાખી આજરોજ વેરાવળ મુકામે વેરાવળની દરેક જનતાને ફ્રેશ દૂધ, દહીં છાશ ,અને જેમાં દવાનો જરા પણ ઉપયોગ ન થયો હોય તેવા ઓર્ગેનિક શાકભાજી વ્યાજબી મળી રહે તે માટે ઓર્ગેનીક મોલ જગમલભાઈ વાળા એ ચાલુ કરી સમાજ ને એક આગવી પ્રેરણા આપી છે …..
રીપોર્ટર મહેન્દ્ર ટાંક સોમનાથ