મનપસંદ જીમખાના પ્રા.લી દ્રારા વર્લ્ડ થેલેસિમિયા દિવસે રક્ત દાન નું આયોજન કરવામાં આવ્યું

આજ રોજ વલ્ડ થેલેસેમિયા દિવસે રક્ત દાન નું આયોજન કરવામાં આવ્યું
વીઓ. વિશ્વ ભરમાં થેલેસીમિયા ગ્રસ્ત બાળકો ની સંખ્યા માં વધારો થાય છે તેવામાં ગુજરાત રાજ્ય સહિત પ્રાઇવેટ સંસ્થાઓ પણ આવા બાળકો માટે અવનવા બ્લડ ડોનેટ ના પ્રોગામ કરતા હોય છે જેમાં આજરોજ અમદાવાદ ના દરિયાપુર વિસ્તારમાં આવેલ મનપસંદ જીમખાના પ્રા. લી ના સહયોગ થી ઇન્ડિયન રેડ ક્રોંસ સોસાયટી ના સંયુક્ત ઉપક્રમે બ્લડ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું જેમાં કનક પટેલ દ્રારા જણાવામાં આવ્યું હતું કે આ બ્લડ કેમ્પ નો ઉપદેશ ફક્ત જે થેલેસીમિયાથી પીડાતા જેમને બ્લડ ની જરૂરપડતી હોય છે તેમને સમયસર બ્લડ મળી રહે તે હેતુ થી આવા નવતર પ્રયાસ નું આયોજન કરવામાં આવ્યું હતું WHO ના એક સર્વે અનુસાર આવા થેલેસીમિયા ગ્રસ્ત લોકોને સમયસર બ્લડ ના મળવાથી મુત્યુ થતી હોય છે તો તેવા લોકોને મદદરૂપ થવા તથા સામાજિક સેવા ના હેતુ થી સંસ્થા તરફથી 30. થી 40 બ્લડ ની બોટલ નું યોગદાન મળ્યું છે અને વધુ ને વધુ બોટલ એકત્ર થાય અને થેલેસીમિયા ગ્રસ્ત લોકોને મદદ મળે તેવી અપીલ કરી હતી