ગુજરાત ના સૌથી મોટા ફ્લી માર્કેટ વિકેન્ડ વિન્ડો એ પોતાની 10મી વર્ષગાંઠે 28મું એડિશન લોન્ચ કર્યું

છેલ્લા 10 વર્ષ માં વિકેન્ડ વિન્ડો એ 1000 થી વધારે સ્ટાર્ટઅપ્સ ને પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે સમગ્ર ભારત ના નાના-મોટા શહેરો ની 5000 થી વધારે મહિલાઓ ને પગભર થવામાં મદદ કરી છે અમદાવાદ, 28મી એપ્રિલ-2023:* વિકેન્ડ વિન્ડો દ્રારા 28 થી 30 એપ્રિલ 2023 ના રોજ મેરીમેન્ટ પાર્ટીપ્લોટ સિંધુભવન રોડ ખાતે વિકેન્ડ વિન્ડો નું આયોજન કરવામાં આવ્યું છે જે બપોરે ૪ વાગ્યે થી મોડી રાત્રી સુઘી ચાલું રહેશે.આ ઇવેન્ટ માં દુબઇ,મુંબઇ,અમદાવાદ,પૂને, બેંગ્લોર, કોલકાતા, વગેરે જગ્યાએ થી ડિજાઈનર્સ એ ભાગ લીધો છે. આ વર્ષે વિકેન્ડ વિન્ડો પોતાની 10મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે ત્યારે સમગ્ર ભારત ની 250 થી વધારે બ્રાન્ડ્સ, 100 થી વધુ નવા સ્ટાર્ટઅપ્સ, 50 થી વધારે ફૂડ સ્ટોલ્સ, લાઈવ મ્યુજિક, સેલ્ફી વિન્ડો વગેરે નું આયોજન કરવામાં આવ્યું છે.વિકેન્ડ વિન્ડો ના ના સ્થાપક હર્ષિત શાહ અને મીરા શાહ એ જણાવ્યું કે* “આ એક અમદાવાદી તરીકે અમારા માટે ખુબજ સૌભાગ્ય ની વાત છે કે અમદાવાદ માં થી 10 વર્ષ પહેલા ખુબજ નાના પાયે શરુ કરવામાં આવેલ ફલીમાર્કેટ આજે સમગ્ર ભારત માં નામના મેળવી ચૂક્યું છે. છેલ્લા 10 વર્ષ માં વિકેન્ડ વિન્ડો એ 1000 થી વધારે સ્ટાર્ટઅપ્સ ને પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે અને સાથેજ સમગ્ર ભારત ના નાના-મોટા શહેરો ની 5000 થી વધારે મહિલાઓ ને પગભર થવામાં મદદ કરી છે જે અમારા માટે ખુબજ ગર્વ ની વાત છે.” તેમણે વધુ માં જણાવ્યું કે* “આ એક એવું એકઝીબિશન છે જ્યાં ગુણવત્તાની સાથે સાથે અમે ગ્રાહકો ની ખરીદક્ષમતા નું પણ ધ્યાન રાખીએ છીએ. આ પ્રકાર ના એકજીબિશન ને કારણે એવા અનેક ડિઝાઇનર્સ અને સ્ટાર્ટઅપ્સ ને મંચ મળી રહે છે જે લોકો ઘરે થી કામ કરે છે અથવા બિઝનેશ માટે જેમની જોડે ઓફિસ કે વધુ ઇન્વેસ્ટમેન્ટ ની ક્ષમતા નથી.”