ડી એસ પી પ્રમોદ કુમારની આ કામગીરી થી આઈ બી અને રોં ના અધિકારીઓ પણ ચોકી ઉઠ્યા હતા

ISIના એજન્ટોએ ઊંટ ભરીને દસ્તાવેજ અને ફોટોગ્રાફ્સ એકત્રિત કર્યા, પાકિસ્તાન પહોંચે તે પહેલા પોલીસે ઝડપી લીધા
આર્મી ના કેટલા માણસોએ જ દસ્તાવેજો આપ્યા હોવાનું ભૂલતા તેમને કોર્ટ માર્શલ કરાયું હતું90ના દાયકામાં આઇપીએસ પ્રમોદ કુમારને એક પગીએ બાતમી આપી અને ગુપ્ત દસ્તાવેજો, સંવેદનશીલ વિગતો અને બંકરોના ફોટોગ્રાફ્સ દુશ્મન દેશ સુધી પહોંચતા અટકાવાયાબીએસએફમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા નિલેશ બળીયાએ હની ટ્રેપમાં આવી જાય બીએસએફના મહત્વના દસ્તાવેજો પાકિસ્તાની એજન્ટને પહોંચાડ્યા હતા જેના બદલામાં તેને ચોક્કસ રૂપિયા પણ મળ્યા હતા. ગુજરાત ઇતિહાસ ના અધિકારીઓની સતરકતાને કારણે આ સિલસિલો અટક્યો. જોકે કચ્છ ભુજ બોર્ડર પર પાકિસ્તાની એજન્ટોની ગુસણખોરી અને તેઓ ગુપ્ત દસ્તાવેજો અને અતિ મહત્વની વિગતો લઈ જતા હોવાનો આ સિલસિલો ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારથી ચાલે છે.લગભગ 30 વર્ષ પહેલા પણ આઈએસઆઈ ના એજન્ટો આર્મીના મહત્વના દસ્તાવેજ અને ફોટોગ્રાફ્સ સહિતની વિગતો મેળવી લેવામાં સફળ રહ્યા હતા તેઓ ઊંટ પર આ વિગતો લઈને પાકિસ્તાન પહોંચાડે તે પહેલા જ તત્કાલીન ડીએસપી પ્રમોદ કુમાર તેમને ઝડપી લીધા હતા અને તેમાં ઘણા ચોકાવનારા ખુલાસા થયા હતા.પાકિસ્તાન સાથે જોડાયેલી દેશની ગુજરાત બોર્ડર જ એક એવી હતી કે ત્યાંથી આરામથી ભારતમાં ઘૂસણખોરી કરી શકાતી હતી. 90ના દાયકામા કચ્છ બોર્ડર પર કોઇ ફેન્સીંગ નહોતી કે પૂરતી સુરક્ષા વ્યવસ્થા નહોતી. રાત્રિની ફ્લડ લાઇટ કે અન્ય કોઇ સુવિધાઓ પણ પ્રમાણમાં ખૂબ જ ઓછી હતી. આર્મીના જવાનો બોર્ડરની રક્ષા કરતા હતા. ત્યારે અંધારામાં ઘણા ઘૂસણખોરો કચ્છ બોર્ડરથી હથિયાર, દારુગોળો, ચરસ-ગાંજો કે બ્રાઉનસ્યુગર સાથે ઊંટ પર ભારતમાં પ્રવેશી જતા હતા. આ અરસામાં કચ્છના ડીએસપી પ્રમોદકુમાર હતા. તેમણે પોલીસને બોર્ડર પરથી કોઇની ઘૂસણખોરી થાય છે કે કેમ ? તેની વિગતો મેળવવા માટે સ્થાનિક બાતમીદારો ઊભા કરવા તથા પગી (ઊંટ કે માણસોના પગલાંના નિશાન પરથી કોણ કયા માર્ગે ક્યાંથી આવ્યું છે તે જાણી શક્તા સ્થાનિક જાણકારો)ની મદદ લેવાનો આદેશ આપ્યો. પોલીસે બાતમીદારોની મદદથી સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કરી દીધું. ત્યારે જ કચ્છની લશ્કરી છાવણીની હેડ ઓફિસમાંથી કેટલાક મહત્વના દસ્તાવેજો, આર્મીનો એકશન પ્લાન તથા ક્યા યુનિટના કેટલા લોકો ક્યાં કેવી રીતે તહેનાત કરાશે તે અંગેની સમગ્ર માહિતીની વિગતો અને કેટલાક કોન્ફીડેન્શિયલ નકશા ચોરાઇ ગયા.અધિકારીઓ વચ્ચે આ અંગે ગણગણાટ ચાલતો હતો. આ ગંભીર બાબતે સ્થાનિક પોલીસને જાણ પણ કરાઇ નહોતી.બીજી તરફ ખાનગી બાતમીદારો અને આઇ.બી. તરફથી એક્સરખા ઇનપુટ મળ્યા કે, ISIના એજન્ટ ‘હાજા’ અને ‘સુલેમાન’ વારંવાર કચ્છ બોર્ડરથી હથિયાર અને ચરસ-ગાંજા સાથે ભારતમાં પ્રવેશે છે.આ બન્ને એજન્ટ કચ્છમાં કોની પાસે આવે છે તેની પોલીસે તપાસ શરૂ કરાવી. ત્યારે જ ડીએસપી પ્રમોદકુમારને એક અંગત બાતમીદારે બાતમી આપી કે બોર્ડર પાસેના જંગલોમાં બે-ચાર માણસો છુપાયા છે.કચ્છના તત્કાલીન DSP પ્રમોદકુમાર તરત જ પોલીસ અને જાણકાર પગીને લઇને ત્યાં પહોંચી ગયા. પગીએ ઊંટના પગલાં જોતાંની સાથે જ કહ્યું કે “સાહેબ ત્રણ ઊંટ છે. જેમાં એક ઊંટ ઉપર માલસામાન છે જ્યારે બે ઊંટ પર એક એક માણસોએ આ રસ્તે સવારી કરી છે’ હવે પોતડીના ઊંચા ઘાસવાળા આ જંગલ વિસ્તારમાં બે માણસોને શોધવા કેવી રીતે?.જરાપણ વિલંબ વગર જ મોટા પ્રમાણમાં પોલીસ બોલાવીને જંગલનો મોટા ભાગનો વિસ્તાર કોર્ડન કરી લેવાયો. પગીને સાથે રાખી ચારેય બાજુથી જંગલમાં સર્ચ ઓપરેશન શરૂ કરાતા જંગલના મધ્ય ભાગમાં ત્રણ ઊંટ અને બે માણસો દેખાયા. તેમની પાસે હથિયાર પણ હતા.પ્રમોદકુમાર ટીમ સાથે તેમની ઉપર ત્રાટક્યા અને તેમને ઝડપી લીધા. પૂછપરછ કરતાં ખબર પડી કે તે ISI ના એજન્ટ ‘હાજા’ અને ‘સુલેમાન’ છે.આઇ.બી, આર્મી તથા એજન્સીઓ જેમના ઇનપુટ વારવાર આપતી હતી તે હાજા અને સુલેમાન કચ્છ પોલીસના હાથમાં આવતા પોલીસને મોટી સફળતા મળી હતી. પોલીસે હાજા અને સુલેમાનની તપાસ કરતાં તેમની પાસેથી ૫૦ કિલોથી વધુ ગાંજો, હથિયાર અને દારૂગોળો મળ્યો. સૌથી ચોંકાવનારી બાબત એ હતી કે, તેમની પાસેથી ઇન્ડિયન આર્મીના કચ્છ વિસ્તારના કેટલાક ગુપ્ત દસ્તાવેજો મળી આવ્યા હતા. આ દસ્તાવેજોમાં એકશન પ્લાનની વિગતો હતી.
તેમની પાસેથી કેમેરાનો એક રોલ પણ મળ્યો. પોલીસે રોલ ધોવડાવ્યો તો તેના ફોટા
જોતા પોલીસના પગ તળેથી જમીન જ સરકી ગઇ. કેમકે તેમાં તથા જ્યાં ક્યારેય કોઇ સિવિલિયન ન ગયો હોય તેવી ઈન્ડિયન આર્મીની આંતરિક વિગતો ગુપ્ત જગ્યાઓના ફોટા હતા. આ બધી જ વસ્તુઓ કબજે કરાઇ. ખુદ ડીએસપી પ્રમોદકુમાર હાજા અને સુલેમાનની પૂછપરછ કરવા બેઠા. પૂછપરછમાં ખબર પડી કે, તેઓ દર વર્ષે ચાર-પાંચ વખત ભારતમાં આવતા હતા અને આવું છેલ્લા ૧૮ વર્ષથી ચાલતું હતું. આ લોકો એટલી બધી વખત ભારતમાં આવીને કેટલી વિગતો લઇ ગયા હશે.દિલ્હી સુધી હાજા અને સુલેમાનની વાત પહોંચતા ગૃહ ખાતાના અધિકારીઓ ઉપરાંત આઇ.બી. અને ‘રો’ના અધિકારીઓ પણ તપાસ માટે ભુજ દોડી આવ્યા. પોલીસ તપાસમાં એવી વિગતો બહાર આવી હતી કે, આ ફોટા અને દસ્તાવેજ લઇને હાજા પાછો પાકિસ્તાન વાનો હતો. જ્યારે સુલેમાન મુંબઇમાં રહેતી તેની પ્રેમિકા શકીના પાસે જવાનો હતો.સુલેમાન દર વર્ષે ચરસ-ગાંજો લઇને મુંબઇ જતો હતો. મુંબઈમાં તે પ્રેમિકા શકીના પાસે રોકાતો અને મુંબઇના ડ્રગ્સ માફિયાઓને તે ચરસ-ગાંજાનો જથ્થો દુબઇના કોઇ માણસના ઇશારે પહોંચાડતો હતો.આમ 1SIની સાથે સાથે દુબઇના ડ્રગ્સ માફિયાઓનું કનેક્શન પણ બહાર આવી રહ્યું હતું. હવે પોલીસની તપાસ તો લગભગ પુરી થઇ ગઇ હતી. તરત જ આ બન્નેનો હવાલો કેન્દ્રીય એજન્સીની ટીમને સોંપાયો. તેમની સઘન પૂછપરછ શરૂ કરાઇ.બીજી તરફ આર્મીના મોટા ઓફિસરો પન્ન ભુજ દોડી આવ્યા હતા. સ્થાનિક ઓફિસરોને પણ ઠપકો સાંભળવો પડ્યો. તો, સ્થાનિક અધિકારી પાઠક અને આર્મી ઇન્ટેલીજન્સના ઓફિસર દહિયાની ફરજમાં ગંભીર બેદરકારી બદલ તરત જ ત્યાંથી બદલી કરી દેવામાં આવી અને પ્રમોશન અટકાવી દેવાયા હતા.હાજા અને સુલેમાનને આર્મીની આંતરિક વિગતો કોણે પુરી પાડી તેની તપાસ શરૂ કરવામાં આવી. તપાસમાં કેટલાક ગદ્દારોએ જ આ વિગતો દેશના દુશ્મનોને આપી હોવાની વિગતો બહાર આવતાં તેમનું કોર્ટ માર્શલ કરાયું.હાજાનુ ભારતની જેલમાં જ મૃત્યુ પરિવારજનો મૃતદેહ પણ સ્વીકાર્યો નહીંહાજા અને સુલેમાનની સામે કેસ ચાલ્યો અને તેમને જન્મટીપની સજા પણ થઇ. ISIના એજન્ટને સપોર્ટ કરવા બદલ સુલેમાનની પ્રેમિકા શકીનાને પણ સજા ફટકારાઈ હતી.પોલીસની સતર્કતાને લીધે આર્મીની સંપૂર્ણ વિગતો દેશના દુશ્મન પાસે પહોંચતા અટકી હતી. જેને પગલે તત્કાલીન ડીએસપી પ્રમોદકુમારને મિનીસ્ટ્રી દ્વારા પ્રશસ્તિપત્રક એનાયત કરાયું હતું. જેલવાસ દરમિયાન જ હાજાનું મૃત્યુ થયું હતું. માણસાઇના ધોરણે તરત જ એમ્બેસી દ્વારા આ અંગે પાકિસ્તાન કહેણ મોકલાવી હાજાના પરિવારજનોને જાણ કરાઇ હતી. સાથે સાથે તેના પરિવારજનો તેનો મૃતદેહ લેવા માટે આવે તો તેની વ્યવસ્થા કરવાની તૈયારી બતાવાઇ હતી. હાજાનો મૃતદેહ લેવા કોઇ ન આવ્યું. પોલીસ તપાસમાં ખુલ્યું હતું કે હાજા અને સુલેમાનનું મુળ વતન તો કચ્છના કોઇ ગામમાં જ હતું. તેઓ ભાગલા વખતે પાકિસ્તાન ચાલ્યા ગયા હતા. પોલીસે હાજાની દફનવિધી તેના જ ગામમાં કરાવી હતી.