દેશ દુનિયા

G20 માં બધું બરોબર પરંતુ એરપોર્ટ પર રખડતા શ્વાનથી તંત્ર પરેશાન ? કુત્તે મે તેરા ખૂન પી જાઉગા ??

G20 માં બધું બરોબર પરંતુ એરપોર્ટ પર રખડતા શ્વાનથી તંત્ર પરેશાન

વિદેશી ડેલીગેશન કે મહેમાનને શ્વાન દ્વારા પરેશાની થાય નહીં તેના માટે ખાસ તકેદારીલાંબા સમયથી એરપોર્ટ સંચાલકો દ્વારા મહાનગરપાલિકાને રખડતા કુતરા ના નિકાલ માટે રજૂઆતો કરવામાં આવી રહી છેઅમદાવાદ G20 ગુજરાતમાં થઈ રહ્યું છે જેને પગલે દેશ અને વિદેશમાંથી મોટી સંખ્યામાં રાજકીય અગ્રણીઓ જુદા જુદા વિભાગના સિનિયર ઓફિસરો અને વિદેશી ડેલીગેશન અમદાવાદ એરપોર્ટ પર આવશે જ્યાંથી તેમને કાર્યક્રમના સ્થળે લઈ જવાની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. વિદેશી મહેમાનોને કોઈપણ પ્રકારની અસુવિધા ઊભી થાય નહીં તેના માટે સિનિયર અધિકારીઓની આખી ટીમ કામે લાગી ગઈ છે તમામ વ્યવસ્થા માટે નાનામાં નાની બાબતોની કાળજી રાખવામાં આવી રહી છે. આ બધી વ્યવસ્થા થઈ ગયા બાદ હવે તંત્રને ચિંતા છે એરપોર્ટ પર રખડતા શ્વાનની. રખડતા કુતરા થી કોઈ અસુવિધા ઉભી થાય નહીં તેના માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. એરપોર્ટ પર જતા આવતા પેસેન્જર અને સવારે તથા સાંજે ચાલવા નીકળતા સ્થાનિક લોકોને પણ એરપોર્ટમાં રખડતા કુતરા પરેશાન કરી રહ્યા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. જેને પગલે એરપોર્ટ સંચાલકો દ્વારા મહાનગરપાલિકા સમક્ષ વારંવાર આ રખડતા કુતરાનો નિકાલ કરવાની રજૂઆત કરવામાં આવી છે પરંતુ તે દિશામાં હજુ સુધી કોઈ પગલાં લેવાયા નથી.ઘણી વખત રખડતા કુતરા છેક ટર્મિનલ બિલ્ડીંગ સુધી પણ પહોંચી જાય છે અને મહેમાનો ને પાછળ દોડીને તેમને ડરાવતા હોય છે. હવે જ્યારે G20 આયોજન થઈ રહ્યું છે અને ખૂબ જ મોટી સંખ્યામાં વિદેશી મહેમાનો અમદાવાદ એરપોર્ટ પર આવી રહ્યા છે ત્યારે જો આ રખડતા કુતરા તેમના ઉપર હુમલો કર્યા અથવા તો તેમની પાછળ દોડે તો તેમને ચોક્કસ સુવિધા ઉભી થાય અને તમામ વ્યવસ્થા ઉપર પાણી ફરી વળે. માટે જ છેલ્લા બે દિવસથી એરપોર્ટના સંચાલકો દ્વારા આ બાબતે યોગ્ય નિર્ણય લેવા અથવા તો કામગીરી થાય તેના માટેની કવાયત કરવામાં આવી રહી છે.માત્ર એરપોર્ટ નહીં પરંતુ શહેરભરમાં રખડતા કૂતરાનો ત્રાસ છે જો ક આ બાબતે મહાનગરપાલિકા દ્વારા ઓન પેપર ઘણી કામગીરી કરવામાં આવી હોવાની વાતો કરવામાં આવી રહી છે. હવે એ જોવાનું રહી કે એરપોર્ટ પર મુસાફરોને ડરાવતા અને દોડાવતા રખડતા કૂતરાના મુદ્દે કોઈ પગલા લેવા છે કે કેમ.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button