ફેશબુક પર વિડીયો કોલ ઉપાડ્યો અને છોકરી અચાનક ન્યુટ થઇ 19000 આપવા પડ્યા. ઓનલાઇન છેતરપીંડી નો ભોગ બન્યા

અજ્ઞત ફોન આવે તો ચેતજો ક્યાંક ફસાયા તો નથી ને અસલાલીમાં રહેતા 50 વર્ષીય આધેડ ડ્રાઈવીંગ કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. ગત 8 ઓગસ્ટના દિવસે તેઓ ઘરે હાજર હતા તે સમયે ફેસબુક પર એક વિડીયો કોલ આવ્યો હતો. જેથી તેમણે વિડીયો કોલ ઉપાડ્યો ત્યારે એક છોકરી વાત કરવા લાગી હતી બાદમાં અચાનક ન્યુડ થઈ ગઈ હતી અને ત્રણથી ચાર મીનીટ સુધી વિડીયો કોલ ચાલુ રાખી વિડીયો કોલ પૂર્ણ કરી દીધો હતો. બાદમાં બીજા દિવસે આધેડને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો કે, તમારો નગ્ન છોકરી સાથેનો વિડીયો વાયરલ થયો છે તમારા ઘરે ક્રાઈમની પોલીસ આવશે. બાદમાં થોડા સમય પછી બીજા અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો કે, હું પ્રેસ રીપોર્ટર છું તમારો નગ્ન છોકરી સાથેનો વિડીયો તમે મને પૈસા નહીં આપોતો હું વાયરલ કરી દઈશ. જેથી ગભરાઈ ગયેલા મનોજકુમારે તે અજાણ્યા શખ્સને ઓનલાઈન રૂ.19 હજાર આપ્યા હતા. ત્યાર બાદ તે નંબર પર ફોન કર્યો તો નંબર બંધ આવતો હતો, સાથે પહેલા આવેલા નંબર પર પણ ફોન કર્યો ત્યારે તે નંબર પણ સ્વીચ ઓફ આવતો હતો. જેથી પોતાની સાથે ઓનલાઈન ફ્રોડ થયુ હોવાની આધેડને જાણ થતા તેણે અસલાલી પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે.