કબુતરબાજીનો મુખ્ય સૂત્રધાર ગુરુપ્રીતસિંઘ ઓબેરોય દિલ્હીથી ઝડપાયો.

કબુતરબાજીનો મુખ્ય સૂત્રધાર ગુરુપ્રીતસિંઘ ઓબેરોય દિલ્હીથી ઝડપાયોભ
રત બોબીની મદદથી દિલ્હી પહોંચેલા લોકોને યુરોપ અને મેક્સિકો થઈ અમેરિકા પહોંચાડતો હતોસંખ્યાબંધ લોકો મુશ્કેલીમાં મુકાયા અને ઘણા લોકોએ જીવ પણ ગુમાવ્યાગુજરાતમાંથી હજારો લોકો ગેરકાયદેસર રીતે વિદેશ જઈ રહ્યા છે ત્યારે કબૂતરબાજીનું સૌથી મોટું કૌભાંડ ચલાવતા ભરત પટેલ ઉર્ફે બોબીને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઝડપી લીધો હતો તેની પાસેથી મોટી સંખ્યામાં પાસપોર્ટ અને અન્ય મટીરીયલ મળી આવ્યું હતું. ભરત જે લોકોને ગેરકાયદેસર રીતે અમેરિકા જવું હોય તેમને ભાવતાલ નક્કી કર્યા બાદ દિલ્હી મોકલી આપતો હતો જ્યાં આ કૌભાંડનો માસ્ટર માઈન્ડ ગુરુપ્રીતસિંઘ ઉર્ફે ગુરુમીત સિંઘ રાજીન્દ્રરસિંહ ઓબેરોય તેમને યુરોપના વિઝા અપાવીચ યુરોપ મોકલતો હતો જ્યાંથી મેક્સિકો થઈ ગેરકાયદેસર રીતે અમેરિકામાં ગુસણખોરી કરાવતો હતો આ માસ્ટર માઈન્ડને સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દિલ્હી થી ઝડપી લેવામાં આવ્યો છે તેની પૂછપરછમાં ઘણા ભેદ ઉકેલાય તેવી સંભાવના છે હજુ આ કૌભાંડના બે માસ્ટર માઈન્ડ અમેરિકામાં હોવાની વિગતો મળતા તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.અઅમેરિકાની બોર્ડર પરથી ગુજરાતી પરિવારના ચાર સભ્યો ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી નો પ્રયાસ કરતા હતા ત્યારે જ અતિશય ઠંડીને કારણે તેમના મૃત્યુ નીપજયા હતા આ ઘટનાને લઈને સમગ્ર દેશભરમાં ચાલી રહેલી કબુતરબાજી અને ગેરકાયદેસર રીતે લોકોને વિદેશમાં પહોંચાડવાની પ્રવૃત્તિ ઉપર એક સવાલ ઉભો થયો હતો.ગુજરાતના તત્કાલીન ડીજીપી આશિષ ભાટીયા એ આ બાબતે તપાસ કરવાની અને લોકોનો જીવ જોખમમાં મૂકીને તેમને વિદેશમાં પહોંચાડવાની પ્રવૃત્તિ કરતા લોકો સામે પગલાં લેવા આદેશ કર્યો હતો આ તપાસ દરમિયાન ભરત પટેલ ઉર્ફે બોબી લોકો પાસેથી પૈસા પડાવી તેમને ગેરકાયદેસર રીતે વિદેશ પહોંચાડતો હોવાનું સામે આવ્યું હતું.પોલીસની તપાસ શરૂ થતા ભરત ઉર્ફે બોબી ભૂગર્ભમાં ઊતરી ગયો હતો ત્યારે જ સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓએ તેને અડાલજ નજીકથી ઝડપી લીધો હતો.ભરતની પૂછપરછ માં એવી વિગતો બહાર આવી હતી કે તેની સાથે સંકળાયેલા ગુરુપ્રીત સિંઘ ,ગુરુચરણ સિંઘ અને અમન નામના માણસો આ કબુતરબાજી ચલાવી રહ્યા છે. જેથી તેમની તપાસ શરૂ કરવામાં આવી હતી.સ્ટેટ મોનિટરિંગ સેલને માહિતી મળી હતી કે ગુરુપ્રીતસિંઘ હાલ દિલ્હીમાં પોતાના ઘરે આવ્યો છે જેને પગલે સ્ટેટ મોનિટરિંગના અધિકારીઓ તેના ઘરની આજુબાજુમાં વોચ લગાવીને બેસી ગયા હતા ત્યારે જ ગુરુપ્રીતસિંઘ નજરે પડતા તેને ઝડપી લીધા હતો.
તેની પૂછપરછ માં જાણવા મળ્યું હતું કે ભરત જે લોકોને વિદેશ મોકલવાનું કહી પૈસા નક્કી કરી દીધા બાદ દિલ્હી મોકલતા હતા ત્યારે ગુરુ પ્રીત સિંહ તેમને યુરોપના વિઝા અપાવી પહેલા યુરોપ મોકલતો હતો જ્યાંથી મેક્સિકો અને મેક્સિકોથી તેમને ઘુસણખોરી કરાવી અમેરિકામાં મોકલવાની વ્યવસ્થા કરવામાં આવતી હતી. આ સમગ્ર પ્રકરણમાં હજુ ગુરુચરણ સિંહ અને અમન વિદેશમાં હોવાથી તેમની તપાસ કરવામાં આવી રહી છે.