ક્રાઇમ

અમદાવાદની લાલદરવાજા સ્થિત પુરવઠા વિભાગની કચેરીમાં એક સસ્તાદરની અનાજની દુકાનના સંચાલકની ગેરકાયદે ઘુંસપેઠ-સરકારી કામકાજમાં દખલગીરી છતાં..વહાં સબ શાંતિ શાંતિ હૈ ?!

અમદાવાદના ખાડિયા ઝોનમાં જમાલપુરમાં સાળવીની પોળમાં લા.નં.17470 ધરાવતી આ સસ્તાદરની અનાજની દુકાનના સંચાલકની નિયત અને નીતિ શુ છે તે જાણવી જરૂરી?!

 અમદાવાદની લાલદરવાજા સ્થિત પુરવઠા વિભાગની કચેરીમાં એક સસ્તાદરની અનાજની દુકાનના સંચાલકની ગેરકાયદે ઘુંસપેઠ-સરકારી કામકાજમાં દખલગીરી છતાં..વહાં સબ શાંતિ શાંતિ હૈ ?!

 પુરવઠા કચેરીમાં પડ્યો પાથર્યો રહેતો આ દુકાનદારનો એક જાગૃત નાગરિક દ્રારા સોશિયલ મીડિયામ ઉતારેલ વિડીયો ધૂમ મચાવી રહ્યો છે!!

 ખાડિયા ઝોનમાં જમાલપુરમાં આવેલ એક સસ્તાદરની અનાજની દુકાનનો સંચાલકની પુરવઠા કચેરીની સતત મુલાકાત શા માટે ?! કોઈ સારા કામો માટે કે પછી ખોટા કામો માટે-પ્રજામાં ચર્ચાતો સવાલ ?

 આ દૂકાનદારની કચેરીમાં સતત હાજરી છતાં પુરવઠા કચેરીના ઉચ્ચ અધિકારીઓ કે ખાડિયા પુરવઠા ઝોનલ અધિકારી,ડેપ્યુટી અધિકારી.મદદનિશ અધિકારીના આંખ આડા કાન શા માટે ?!

 પુરવઠા વિભાગની કચેરીને પોતાની જાગીર સમજતો આ દુકાનદાર સામે પગલાં ભરાશે કે પછી હોતા હૈ ચલતાં હૈ ?!

અમદાવાદ શહેરમાં સસ્તાદરના અનાજની દુકાનદારોને હાલમાં જલ્સા છે,કારણ જવાબદારો જ તેમની જવાબદારી ભુલીને સસ્તાદરની દુકાનોના કાળાં-ધોળા કામો ઉપર પડદો પાડી રાખતાં હોય તેવો સોશિયલ મીડિયામ એક જાગૃત નાગરિક દ્રારા ઉતારેલ વિડીયો ધૂમ મચાવી રહ્યો છે અને શહેરના લાલદરવાજા સ્થિત પુરવઠા વિભાગની કચેરીમાં જ પડ્યા પાથર્યા રહીને સસ્તાદરની દુકાનોના સંચાલકો સરકારી કામકાજમાં દખલગીરી કરીને મનમાની કરતાં-કરાવતાં હોવાનો વિડીયો વાઈરલ થતાં લોકોમાં જવાબદાર પુરવઠા વિભાગના જ અધિકારીઓ સામે શંકાની સોય તાકી છે.
પ્રાપ્ત માહિતી તેમજ મળતી ફરિયાદો મુજબ શહેરના ખાડિયા ઝોનમાં જમાલપુરમાં આવેલ એક સસ્તાદરની અનાજની દુકાનનો સંચાલક લાલ દરવાજા સ્થિત પુરવઠા વિભાગની કચેરીમાં ધામા નાંખીને પડ્યો પાથર્યો રહે છે.શા માટે એ તો તપાસ માંગી લેતો વિષય છે પરંતુ તાજ્જુબ એ વાતની છે કે આ દુકાનદારને જવાબદારો અધિકારીઓ કોની શેહ શરમથી કચેરીમાં બેસવા-પેસવા દે છે.પુરવઠા વિભાગની કચેરીને પોતાની જાગીર સમજતો દુકાનનો આ સંચાલક કચેરીમાં સતત આવ-જા કરીને કરે શું?!શુ કોઈ કાળાં-ધોળા કરી રહ્યો છે કે પછી પોતાના કરતુતો છુપાવવા ઠાંકપીછોડો કરવા આવે છે.સરકારી કામકાજમા ખાનગી વ્યકતિની દખલગીરી ગુનો બને છે પરતું આ દુકાનદારને તો પુરવઠા વિભાગની કચેરીને પોતાની જાગીર સમજીને ગમે ત્યારે આવે છે ને ગમે ત્યારે જાય છે.શુ ખાડિયા પુરવઠા ઝોનલ અધિકારી,ડેપ્યુટી અધિકારી.મદદનિશ અધિકારીને આ વાતની જાણ છે ખરી ?! જો કે સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલ વિડીયો હવે ચકચાર મચાવી રહેલ હોવાથી લાલદવાજા સ્થિત પુરવઠા વિભાગ અધિકારીઓ ઉપર તવાઈ આવે તેમ છે અને દુકાનદારને પણ પરસેવો લાવી દે તો નવાઈ નહિં ?!
પ્રજામાં એવી પણ ચ્રર્ચા ચાલી રહી છે કે આખરે આવા સસ્તાદરની અનાજની દુકાનોનાં સંચાલકોને શા માટે લાલ દરવાજાની પુરવઠા કચેરીની છાશવારે મુલાકાત લેવી પડે છે.કોઈ છુપા કામો તો નથી ચાલતાંને ગંભીર તપાસનો વિષય ?!

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button