ક્રાઇમ

અમદાવાદને બીજુ થાઈલેન્ડ બનાવતાં શહેરમાં ચાલી રહેલા કેટલાક સ્પા સેન્ટરો?!

 અમદાવાદને બીજુ થાઈલેન્ડ બનાવતાં શહેરમાં ચાલી રહેલા કેટલાક સ્પા સેન્ટરો?!
 મુખ્યમંત્રીના વિધાનસભા મત વિસ્તારમાં જ શીલજ ખ્યાતિ સરકાર પાસે આવેલું અમદાવાદ સ્પા સેન્ટર તો તમામ હદો પાર કરી દીધી!!
 એક બાજુ મહિલા સશક્તીકરણની ડાહી ડાહી વાતો અને બીજુ બાજુ મહિલાઓના દેહનો ખુલ્લેઆમ વેપાર!!
 સ્થાનિક પોલીસ જાણવા છતાં અજાણ કે બીજુ કંઈ !!
 એન્ટી હ્યુમન્સ ટ્રાફિકીંગ દ્રારા ઓચિંતી મુલાકાત લે તો અમદાવાદ શહેરની ગરિમાને લજિજત કરી રહેલા આવા અમદાવાદ સ્પા સેન્ટરની આડમાં ચાલતાં સેક્સરેકેટનો પર્દાફાશ થાય તેમ છે
ગુજરાતની ભૂમિ હંમેશા પવિત્ર અને દેશ સેવામાં આગળ રહી છે,ગુજરાતના સપૂતો હંમેશા દેશની સેવામાં પ્રાણ રેડી નાખ્યા છે અને તેમના થકી જ દેશ અને દૂનિયામાં ગુજરાતની એક આગવી ઓળખ છતી થઈ છે પરંતુ એ જ ભૂમિ જે કેટલાંક લાલચુ અને અસામાજિક તત્વો દ્રારા બદનામ થઈ રહી છે જેમાં રાજ્યના મોસ્ટ ફેવરેટ અને સ્માર્ટ સિટી અમદાવાદની તાસીર અને તસ્વીર હવે બદલાતી જાય છે એટલે કે અહિં ધંધા રોજગાર માટે આવતાં લોકો ગમે તે ધધા કરીને રૂપિયા રળવા ધમપછાડા કરી રહ્યા છે અને તેમાં કેટલાક લાલચું લોકો મોકાનો ફાયદો ઉઠાવીને બેરોજગારોનો મહત્તમ ઉપયોગ કરતાં હોય છે જેમ કે .શહેરના શીલજ ખ્યાતિ સરકાર પાસે આવેલું અમદાવાદ સ્પા સેન્ટર ખૂબ જ પ્રખ્યાત છે અને તે હવે સેક્સ રેકેટનું માધ્યમ બની ગયું છે અને સુસંસ્કારી લોકો તો એવુ પણ કહી રહ્યા છે કે મોજીલા લોકોને થાઈલેન્ડ જવાની જરૂર નથી કારણ થાઈલેન્ડમાં મળતાં તમામ મોજ શોખ હવે અમદાવાદમાં મળી રહ્યા છે એટલે અમદાવાદ શહેર હવે બીજુ થાઈલેન્ડ બની ગયું હોય તેમ ઘણા સ્પા સેન્ટરોમાં ખુલ્લેઆમ અને બેફિકર દેહવેપારની ચાલી રહી છે.શિલજમાં ચાલતું અમદાવાદ સ્પા સેન્ટર તો અમદાવાદની ગરિમાને લજિજત કરી રહ્યુ છે.
પ્રાપ્ત માહિતી તેમજ સૂત્રો દ્રારા મળેલ જાણકારી મુજબ અમદાવાદ શીલજ ખ્યાતિ સરકાર પાસે આવેલું અમદાવાદ સ્પા સેન્ટર સેક્સરેકેટનુ કેન્દ્ર બની ગયુ છે અને બહારથી એટલેકે બંગાળી,મદ્રાસી યુવતિઓ પાસે સેક્સનો ધંધો કરાવામાં આવી રહ્યો છે સ્થાનિક લોકો શરમ અને સંકોચની લાગણી અનુભવે છે યુવતિઓના પાસે સેક્સના વેપારના ગોરખધંધા ચાલી રહ્યા છે અને આ યુવતિઓ મસાજની આડમા ગ્રાહકો પાસેથી રૂપિયા 4000 થી રૂપિયા 5000 નો ચાર્જ લે છે. આ સ્પામાં કોડવર્ડથી કામ હેન્ઝોપના 1000, બી ટુ બી ના 4000. અને પ્રોગ્રામના 4000 થી 5000 વસુલવામાં આવી રહ્યા છે.

સ્થાનિક પોલીસ અહિં મૂકપ્રેક્ષકની ભૂમિકામાં રહેતાં સ્પાના સંચાલક આ સ્પા સેન્ટરમાં બેફિકર અને બિન્દાસ્ત સેકસ રેકેટ ચલાવીને ધીકતી કમાણી કરી રહ્યા છે.
આધાતજનક બાબત તો એ છે કે આ વિસ્તાર મુખ્યમંત્રીના વિધાનસભા મત વિસ્તારમાં આવે છે અને જો મુખ્યમંત્રીના વિધાનસભા મતવિસ્તારમાં જ કામલીલા ચાલતી હોય ને પોલીસ માત્ર તમાશો નિહાળતી રહે તો બીજે શુ નહી થતું હોય તેની પણ ચર્ચા પ્રજામાં જોરશોરથી ચાલી રહી છે,બીજુ કે એક બાજુ મહિલા શક્તીકરણની ડાહી ડાહી વાતો ચાલી રહી છે,નારી તુ નારયણીના ગુણગાન ગાવામાં આવે છે,અને નારી શક્તિની પુજા કરવામાં આવે છે ત્યારે અમદાવાદ સ્પા સેન્ટરમાં તેવી નારીઓનું જ મજબૂરીવશ શારીરિક શોષણ થઈ રહ્યુ છે ત્યારે તે વિશે કોઈ માઈનોલાલ કેમ કોઈ અવાજ ઉઠાવતો નથી. એન્ટી હ્યુમન્સ ટ્રાફિકીંગ જો અચાનક આ સ્પા ની મુલાકાત લેતો અમદાવાદ સ્પા સેન્ટરમાં ચાલતા અનેક ગોરખધંધા પકડાય તેમ છે.જો આવનારા સમયમાં આવા સ્પા સેન્ટરોને બંધ કરવામાં નહીં આવે તો ગાંધીનગર મહિલા આયોગમાં ફરિયાદ કરી ઉગ્ર પગલાં ભરવામાં આવશે..જો તટસ્થ અને નિર્ભય તપાસ કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં આવા સ્પા સેન્ટરોની આડમાં ચાલતાં સેક્સરેકેટનો પર્દાફાશ થાય તેમ છે.અને ખાસ કરીને યુવાધન બરબાદીના પંથે જતું રોકી શકાય તેમ છે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button