મુખ્યમંત્રીના વિધાનસભા મતવિસ્તાર એવા ઘાટલોડિયા વિસ્તારમાં સ્પાના નામે ચાલતું સેક્સ રેકેટ?!

તા.31/6/2024
મુખ્યમંત્રીના વિધાનસભા મતવિસ્તાર એવા ઘાટલોડિયા વિસ્તારમાં સ્પાના નામે ચાલતું સેક્સ રેકેટ?!
શીલજ ખ્યાતિ સરકાર પાસે આવેલું અમદાવાદ સ્પા સેન્ટરમાં ચાલતોં હાઈ પ્રોફાઈલ સેક્સનો વેપાર !!
એક બાજુ મહિલા સશક્તીકરણની ડાહી ડાહી વાતો અને બીજુ બાજુ મહિલાઓના દેહનો ખુલ્લેઆમ વેપાર!!
સ્થાનિક પોલીસને મુખ્યમંત્રીના મતવિસ્તારની પણ પડી નથી !!
એન્ટી હ્યુમન્સ ટ્રાફિકીંગ અને ગાંધીનગર મહિલા આયોગ દ્રારા આ બદીને નશ્યત કરવી જરૂરી
મુખ્યમંત્રી કાર્યાલય તરફથી જ આ સ્પા સેન્ટરને તાળાબંધીના આદેશો છુટવા જોઈએ,એવી પ્રજાની હૈયાવરાળ
ગુજરાતની પાવન ભૂમિ હવે પશ્રિમી દેશોના રંગે રંગાઈ રહી છે,અને તેથી જ પૂર્વજોના માન-મર્તબા અને સંસ્કાર હવે નવી પેઢીને બંધનરૂપ લાગી રહ્યા છે,આજે ડેટ પર જવુ,મિત્રો સાથે મોજમસ્તી અને એવાં ઘણા શોખ નવી પેઢીને સ્પર્શી રહ્યા છે અને આજે પૈસા આપીને વાસના સંતોષવી તે પણ એક શોખ બની ગયો છે અને કેટલાંક લાલચુ અને અસામાજિક નફાખોરો નવી પેઢીને આ તમામ મોજશોખ કરાવવા માટે સદાય તત્પર રહેતા હોય છે અને તેથી સ્માર્ટ સિટી અમદાવાદને તો લોહિના વેપારીઓ બીજુ થાઈલેન્ડ બનાવી દે તો પણ નવાઈ નહિં .શહેરના શીલજ ખ્યાતિ સરકાર પાસે આવેલું અમદાવાદ સ્પા સેન્ટર ખૂબ જ પ્રખ્યાત છે અને તે હવે સેક્સ રેકેટનું માધ્યમ બની ગયું છે અમદાવાદ શહેર હવે બીજુ થાઈલેન્ડ બની ગયું હોય તેમ ઘણા સ્પા સેન્ટરોમાં ખુલ્લેઆમ અને બેફિકર દેહવેપારની બદીઓ ચાલી રહી છે
સૂત્રો દ્રારા મળેલ જાણકારી મુજબ અમદાવાદ શીલજ ખ્યાતિ સરકાર પાસે આવેલું અમદાવાદ સ્પા સેન્ટર હાઈ પ્રોફાઈલ સેક્સરેકેટનુ કેન્દ્ર બની ગયુ છે અને જ્યાં બંગાળી,મદ્રાસી યુવતિઓ પાસે સેક્સનો ધંધો કરાવામાં આવી રહ્યો છે,આઘાત અને ચોંકિદી વાત એ છે કે આ જે જગાએ ચાલે છે તે ઘાટલોડિયા વિસ્તાર ગુજરાતના હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો વિધાનસભા મત વિસ્તાર છે અને તેમ છતાં સ્થાનિક સુસંસ્કારી લોકોની લાગણી અને માગણીનો સ્વીકાર થતો નથી અને બેરોકટોક આ ધંધાઓ ચાલી રહ્યા છે જે શરમજનક કહી શકાય. ,બીજુ કે એક બાજુ મહિલા શક્તીકરણની ડાહી ડાહી વાતો ચાલી રહી છે,નારી તુ નારાયણીના ગુણગાન ગાવામાં આવે છે,અને નારી શક્તિની પુજા કરવામાં આવે છે ત્યારે અમદાવાદ સ્પા સેન્ટરમાં તેવી નારીઓનું જ મજબૂરીવશ શારીરિક શોષણ થઈ રહ્યુ છે ત્યારે તે વિશે કોઈ નારી કેમ અવાજ નથી ઉઠાવતી..પુરુષ જો સ્ત્રીને તેની વાસનાનો શિકાર બનાવે તે પણ પૈસા આપીને તો પણ ગુનો તો લાગુ પડે જ છે તેમ છતાં સ્થાનિક પોલીસને કેમ રસ નથી આ સ્પા સેન્ટરને લોક મારવામાં ?! એન્ટી હ્યુમન્સ ટ્રાફિકીંગ, ગાંધીનગર મહિલા આયોગ સિવાય આ બદીને નશ્યત કરવી શક્ય નથી ત્યારે લોક જુવાળ પ્રજવલિત થાય તે પહેલા મુખ્યમંત્રી કાર્યાલય તરફથી જ આ સેન્ટરને તાળાબંધીના આદેશો છુટવા જોઈએ,એવી પ્રજાની હૈયાવરાળ છે.