ગુજરાત

છારા સમાજનું ગૌરવ એક નવા સુર્યનો ઉદય થયો

“છારા સમાજનું ગૌરવ”

ગઈ કાલે ગુજરાત બોર્ડે ધોરણ 10ના પરિણામ જાહેર કર્યા છે. દર વર્ષે આપણને સફળતાના અનેક ઉદાહરણો જોવા મળતા હોય છે. પરંતુ આ વખતે અંધકાર પછી એક નવા સુર્યનો ઉદય થયો હોય તેવો ઉદાહરણ સામે આવ્યો છે. જી હા, આ વખતે ઉદાહરણ છે છારા સમાજના ગૌરવનો.
આમ તો અમદાવાદ શહેરનું છારાનગર વિસ્તાર વારંવારે સમાચારની ટિપ્પણીઓમાં આવતું જોવા મળે છે. પરંતુ હવે આ છારાનગર ભણતર તરફ દોડતુ નજરે પડે છે. આજે છારા સમાજની દિકરી અનુષ્કા રવિન્દ્રકમાર ઘાસીએ સમસ્ત છારા સમાજનુ નામ રોશન કર્યુ છે. દિન પ્રતિદિન છારા સમાજમા પણ ભણતરનો પારો વધતો જોવા મળ્યો છે. આજે છારા સમાજ પાસે પણ ડૉકટર, વકીલ, જજ, બોલીવુડ અભિનેતા, નેતા, ફિલ્મ મેકર, ઈન્ટરનેશનલ સિંગર, પત્રકાર છે. કહેવાય છે કે, એકજ વિસ્તારમાં સૌથી વધારે વકીલો હોય, તો તે વિસ્તાર છે, “છારાનગર”.
આવા પ્રગતિના સમયમાં છારા સમાજની દિકરી અનુષ્કા રવિભાઈ ઘાસીએ ધોરણ 10માં 87% અને 98.52 પરસનટાઈલ સાથે નરોડાની ઉમા શિક્ષણ તીર્થ શાળામાં પ્રથમ ક્રમ મેળવ્યો છ, જેની પ્રસંશા શાળાના આચાર્યશ્રી અને શિક્ષકો દ્વારા કરવામા આવી હતી.
અનુષકાના પિતા પોતે ડૉક્ટર છે અને માતા ઘરકામ કરીને બાળકોમા સંસ્કારની કેળવણી કરે છે. અનુષ્કા પહેલાથી ભણતરમા ખુબ રૂચી ધરાવે છે. તે બધુજ કામ પ્રી-પ્લાનીંગથી કરતી અને તે માને છે કે, “જીવનમાં સફળ થવુ હોય તો સખત મહેનત કરવાની જરુર નથી, પરંતુ “સતત” મહેનત કરવી જોઈએ.

આજે આ દિકરીના સમાચાર સાંભળીને સમગ્ર છારા સમાજ ગૌરવ અનુભવી રહ્યુ છે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button