મહીસાગર ને દુષિત કરનાર લેક્ટોસ ઈન્ડીયા પ્રાઈવેટ લિમિટેડ કંપની ઉપર લાલ આંખ ક્યારે
*મહીસાગર નદી બચાવો.
થોડાક દિવસો પહેલા પોઈચા ગામે મહી નદી કીનારે લેક્ટોસ ઈન્ડીયા પ્રાઈવેટ લિમિટેડ કંપનીનુ પ્રદુષણ કેમીકલ પાણીનુ લાઈવ સ્ટ્રીગ ઓપરેશન પાર પાડવામાં આવ્યુ હતું,પરંતુ કંપની નુ લાખો લીટર કેમીકંલ પ્રદુષણ વાળુ પાણી આજે પણ ઠલવાઈ રહ્યુ છે.
ત્યારબાદ વડોદરા કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપવામાં આવેલ પરંતુ કંપની ની ગેરકાનૂની પ્રવુતિ ઉપર કોઈ આજે ફર્ક પડ્યો નથી.
આજે છેલ્લા કેટલાય સમય થી લેક્ટોસ કંપની વિરુધ્ધ ૧૦૦થી ૧૫૦થી વધારે અરજીઓ ને આવેદનપત્ર આપ્યા હસે ,અને
આ કંપનીને ૬થી ૭ વખત ક્લોઝર નોટીસ મળીચુકેલ છે.
લેક્ટોસ કંપની મહીસાગર નદીમાં ગંદુ કેમીકલ વાળુ પાણી ઠાલવે છે.તે વડોદરા મહાનગર પાલિકા થી માંડી તમામ મોટા ભાગના અધિકારી ને ખબર છે.
પરંતુ જ્યારે જ્યારે પોઈચા ગામનો સ્થાનિક વ્યક્તિ એ આવાજ ઉઠાવ્યો છે.ત્યારે ગામ લોકોના દબાળ થી પૈસાથી રાજકીય રીતે બેસાડી દેવામાં આવે છે. કંપની ની કુટનીતીથી લોકોને અંદરો અંદર લડાઈ મારવાની ચાલ ચલવવામાં આવે છે
જ્યોરે જ્યારે સ્થાનિક લોકોનુ નથી ચાલ્યુ ત્યારે તે લોકોએ અમારો સાથ લઈ કંપની ની ભીસમાં લેવામાં આવી છે.પરંતુ એવા કેટલાય લોકો કંપની ના પ્રલોભન માં આવી જઈ કંપની સાથે ભણી જાય છે. એવા કેટલાય લોકોના પુરાવા મારી પાસે છે.જે લોકો ભુતકાળ માં કંપની નો વિરોધ કરતા હતા તેવા લોકો આજે કંપની સાથે સાંઠગાંઠ ધરાવે છે.
કેટલાય લોકોના આ કંપની સાથે વ્યક્તિ ગત વ્યવસાય ધરાવે છે. જેથી મહીસાગર નદીનુ જે થાવુ હોય થાય અને જે લોકો મહીસાગર નદીનુ પાણી પીવે છે તેવા લોકો નુ જે થવુ હોય તે થાય પણ આ પોઈચા ગામના મતલબી અને સ્વાર્થી લોકોને કોઈ ફરક પડતો નથી.
પરંતુ મહીસાગર નદી લોક માતા છે.વડોદરા શહેર અને નદી કીનારા ના મોટા ભાગના ગામડાઓની જીવા દોરી સમાન મહીસાગર નદી માતા સમાન છે. જે લોકો નદી સાથે જે પણ છળકપટ કરસે તેને કુદરત છોડસે નહી.
આજે પણ ઉપરોક્ત કંપની ના વિરુધ્ધ જે લોકો આવાજ ઉઠાવી રહ્યા છે.તેવા ભાઈને ખરીદવાની ખૂબ કોશિસ કરવામાં આવી રહી છે.અને ખરીદારય નહી તો તેને ધંમકીઓ પણ આપવામાં આવી રહી છે.
*અમને કંપની થી કોઈ મતલબ નથી, કંપની નુ પ્રદુષણ કેમીકલ વાળુ પાણી મહીસાગર નદીમાં ન ઠાલવવામાં આવે એજ અમારો વિરોધ છે.*
જાહેર જનતા જણચળ પ્રાણિઓ ના સ્વાસ્થય સાથે ચેનચાળા બિલકુલ નહી ચલાવી લેવાય.
જેના અનુસંધાન માં પોલીસ કમિશનર સાહેબને અરજી આપી ચુકેલ છે. જો જે કોઈ સાચીવાત કરવા વાળા વ્યક્તિ ને કંઈ પણ થસેતો કંપની તથા કંપની સાથે સાંઠગાંઠ ધરાવતા લોકો જવાદાર ગણાસે.
જય હિન્દ..
🌴પર્યાવરણ બચાવો જમીન બચાવો સમિતી🌴
દિપકસિંહ વિરપુરા….✍🏻