દેશ દુનિયા

રાજસ્થાન સેવા સમિતિની રાજસ્થાન સ્કૂલ દ્વારા મૃતકકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ*

તમામ મૂતર્ક કોને ભગવાન શાંતિ આપે એવી પ્રાર્થના કરાઈ

*રાજસ્થાન સેવા સમિતિની રાજસ્થાન સ્કૂલ દ્વારા મૃતકકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ*

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા રાજસ્થાનના સહિત સમસ્ત મૃતકોને સ્કૂલના બાળકો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.

12 જૂનના રોજ અમદાવાદ ખાતે એર ઇન્ડિયના વિમાન દુર્ઘટના ઘટી જેમાં આશરે 250થી ઉપર લોકોના મૃત્યુ થયા જે વિશ્વભર માટે એક ગોઝારી ઘટના સાબિત થઈ. જેમાં દેશ વિદેશ રાજ્ય અને અનેક અન્ય રાજ્યોના લોકો મોતના મુખમાં ધકેલાયા. આ ઘટનાની અસર તમામ નાગરિકો પર જોવા મળી જેના ભાગરૂપે અમદાવાદ શાહીબાગ ખાતે આવેલ રાજસ્થાન સેવા સમિતિ દ્વારા ચાલતી રાજસ્થાન સ્કૂલના બાળકો અને ટ્રસ્ટીઓ દ્વારા આ દુર્ઘટનામાં માર્યા ગયેલા મૃતકો માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી જેમાં શહેરના પ્રથમ નાગરિક મેયર પ્રતિભાબેન જૈન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સ્કૂલના ટ્રસ્ટી, સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા શ્રદ્ધાંજલિ રૂપે પ્રાર્થના યોજી હતી અને રાજસ્થાન સહિત તમામ મૃતકોને કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે મેયર પ્રતિભા જૈન દ્વારા દિવંગત સ્વર્ગીય વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ શ્રદ્ધાંજલિમાં ટ્રસ્ટી અશોક ભાઈ બાપના ટ્રસ્ટી, દીપચંદજી બાપના- સેક્રેટરી, બાબુલાલજી શેખાણી, કો ચેરમેન, મહેશભાઈ છાજેડ, ટ્રસ્ટી, રાજેન્દ્ર બાગરેચા, સહમંત્રી, વિજય વર્ગીય સહિત અગ્રણીઓ, સ્કૂલ ના સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button