ગુજરાત

વડોદરા શહેરમાં મહિસાગર નદીના શુદ્ધ પાણીનો ખાનગી ફેકટરીઓ ને વેચવાનો ચાલતો પાણીદાર વેપાર

મહીસાગર નદી ના પીવાના પાણી નો ઉપયોગ અન્ય ઉદ્યોગો માં કરોડો લીટર પાણી મોકલવાનો વેપલો કરતી વડોદરા અને દેશ ની પ્રખ્યાત કંપની

રાજ્ય માં ઉનાળાની કાળઝાળ ગરમી માં પાણીનો એક મોટો સવાલ ઉભો થયો છે, પીવાના પાણી માટે રાજ્ય માં વલખા મારવા પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે તેવામાં કેટલાક ઉદ્યોગો દ્વારા શુદ્ધ પાણી નો વેપલો કરવામાં આવી રહ્યો છે,

એક તરફ કેન્દ્ર સરકાર દ્વારા જલ જીવન મિશન અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોકસ દેશમાં દરેક ઘર સુધી નળનું પાણી પહોંચાડવા પર હોઈ તેવામાં સરકારે તેના માટે જલ શક્તિ મંત્રાલય બનાવ્યું છે,
એવામાં મળતી માહિતી પ્રમાણે વડોદરામાં આવેલ રીલાયન્સ કંપની ના પ્લાન્ટ માંથી દહેજ રિલાયન્સ ના બીજ અન્ય પ્લાન્ટ માં કરોડો લીટર શુદ્ધ પાણી 400 થી 500 ટેન્કરો ના મારફતે લઈ જવામાં આવી રહ્યું છે,

આ શુદ્ધ પાણી રિલાયન્સ વડોદરા થી દહેજ મોકલવાનો વેપલો છેલ્લા ઘણા મહિનાઓ થી ચાલી રહ્યો છે,

આ શુદ્ધ પાણી મહીસાગર નદી માંથી ફ્રેચબોરવેલ મારફતે ધનોરા વડોદરા રિલાયન્સ કંપની માં આવી રહ્યું છે,

આ પાણી દહેજ લઈ જવા માટે અલગ અલગ ટ્રાન્સપોર્ટ કંપની ને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે,

જ્યારે વડોદરા ની જનતા ચોખ્ખા પાણી માટે તડપી રહી છે, આજે વડોદરા ની જનતાને પીવાનું શુદ્ધ પાણી નથી મળી રહ્યું છે, ત્યારે વડોદરા થી બીજા વિસ્તારના ઉદ્યોગો ચલાવવા આ પાણી લઈ જવામાં આવી રહ્યું છે,

રિલાયન્સ કંપની ને આ મહીસાગર નદી નું પાણી વડોદરા થી દહેજ લઈ જવા માટે કોણે પરમિશન આપી આ એક મોટો સવાલ છે?
અને જો કોઈ પરમિશન આપવામાં આવી છે તો એ પણ ખોટું છે એવું સ્થાનિકો દ્વારા જણાવ્યું,

આવીજ રીતે જો બધાજ ઉદ્યોગો વાળા સારા પાણીનો ઉપયોગ ઉદ્યોગો માં કરતા રહેસે તો ભવિષ્યમાં પીવાનું પાણી બચસે કે નહી તે પણ મોટો સવાલ ઉભો છે,

વડોદરા જિલ્લા માં અનેક કેમિકલ કંપનીઓના પાપે પીવાના પાણી શુદ્ધ રહ્યા નથી ,જેથી પાતાળના પાણીદુષિત હોવાના લિધે આવા દુષિત પાણી કંપનીઓ માં વાપરવા લાયક રહ્યા નથી, જેથી હવે કંપનીઓની નજર નદીઓ ના પાણી ઉપર મંડાઈ રહી છે, જેથી આવી કેટલીય કંપનીઓને રોકવામાં નહી આવે તો રાજ્ય ના લોકો ને પીવાનું શુદ્ધ પાણી નહીં મડી રહે અને સાથે જો આ રિલાયન્સ કંપની ને આ મહીસાગર નું પાણી દહેજ મોકલતા રોકવામાં નહિ આવે તો વડોદરા ની જનતાનો આ મહીસાગર નદી ઉપર અધિકાર છીનવાઈ જશે, વધુ માં મહીસાગર નદી માંથી વડોદરા ની 10 લાખ થી વધુ જનતા ને પાણી મળી રહ્યું છે,

જેથી તાત્કાલિક ધોરણે રિલાયન્સ કંપની દ્વારા આ શુદ્ધ પાણી દહેજ લઇ જતું રોકવા માટે પર્યાવરણ બચાવો જમીન બચાવો સમિતિ ના અધ્યક્ષ દીપકસિંહ વિરપુરા દ્વારા ઇરીગેશન ડિપાર્ટમેન્ટ, વડોદરા કલેકટર અને પાણી પુરવઠા વિભાગ ને મેઈલ કરી જાણ પણ કરવામાં આવી છે,

વધુ માં સમિતિ દ્વારા આગામી સમય માં જો આ બંધ નહીં કરવામાં આવેતો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.

વધુ માં ગત વર્ષે આવેલા નીતી આયોગના રિપોર્ટ મુજબ, 60 કરોડ ભારતીય ગંભીર જળ સંકટનો સામનો કરી રહ્યું છે. સ્વચ્છ પીવાનું પાણી ન મળવાથી દેશમાં દર વર્ષે 2 લાખ લોકોના મોત થાય છે.
અનુમાન છે કે 2030 સુધી દેશમાં પાણીની માંગ હાલની માંગથી બે ગણી થઈ જશે,

રિપોર્ટર
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button