ગુજરાત
ધોળકા તાલુકાના પીસાવાડા ગામે તારીખ ૨૪/૦૬/૨૦૧૯ ના રોજ શ્રી જિલ્લા સદસ્ય મનીષભાઇ મકવાણાની ગ્રાન્ટમાંથી ફાળવેલ અનુસુચિત જાતિ વિસ્તારમાં પાણીનો બોર બનાવવા આવેલ

ધોળકા તાલુકાના પીસાવાડા ગામે તારીખ ૨૪/૦૬/૨૦૧૯ ના રોજ શ્રી જિલ્લા સદસ્ય મનીષભાઇ મકવાણાની ગ્રાન્ટમાંથી ફાળવેલ અનુસુચિત જાતિ વિસ્તારમાં પાણીનો બોર બનાવવા આવેલ.બોરનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું.જેમાં મુખ્ય અતિથી મનીષભાઇ મકવાણા તેમજ મઘાભાઇ વેગડા, કાળુભાઇ પત્રકાર,પીસાવાડા ગ્રામ પંચાયતના તલાટી ગીતાબેન કાપડિયા, પીસાવાડા ના સરપંચ બાકીર ભાઈ મુલ્લા,સામાજિક ન્યાય સમિતિના ચેરમેન અમૃતભાઇ પરમાર,માજી સરપંચ શ્રી ખાનાભાઇ અને પીસાવાડા ગ્રામ પંચાયત સભ્ય,તેમજ સમગ્ર સમાજના લોકોએ હાજરી આપી હતી. દરેક મહેમાનોનું ફુલહારથી અને સાલ આપી તેમનું સ્વાગત કરવામાં આવ્યું..